રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વેરા વસુલાત શાખા અંતર્ગત અમલમાં મુકવામાં આવેલ વ્યાજ માફી યોજનાનો આજે છેલ્લો દિવસ છે. મિલકતવેરો તથા પાણીવેરાની બાકી રકમ ભરપાઈ કરવા માટે નાગરિકોને રાહતરૂૂપ બને તેવી આ યોજનાનો લાભ લેવા મહાનગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે. આ યોજનામાં બાકીદારોને વ્યાજમાં વિશેષ માફી આપવામાં આવી રહી છે. મિલકતવેરા પર થતા વ્યાજમાં રૂૂ.5,000/- સુધી માફી તેમજ પાણીવેરા પર થતા વ્યાજમાં રૂૂ.5,000/- સુધી માફી આપવામાં આવે છે. મિલકત ધારકને કુલ રૂૂ.10,000/- સુધીની વ્યાજ માફીનો લાભ મળી શકે છે.
આજે યોજનાનો અંતિમ દિવસ હોવાથી નાગરિકો વધુમાં વધુ સંખ્યામાં લાભ લઈ શકે તે માટે મહાનગરપાલિકાની વેરા વસુલાત કામગીરી સવારે 9:30 કલાકથી સાંજે 6:10 કલાક સુધી ચાલુ રહેશે. નાગરિકો ઓનલાઇન ચુકવણી અથવા પોતાના વોર્ડ ઓફિસ / સિવિક સેન્ટરનો સંપર્ક કરી બાકી વેરો ભરી શકે છે. રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસુલાત શાખા દ્વારા વર્ષ 2025-26 દરમિયાન કુલ 4,58,379 કરદાતા દ્વારા કુલ રૂૂ. 435.25 કરોડ જેટલી માતબર રકમનો વેરો ભરપાઈ કરવામાં આવેલો છે. જે તા.30-03-2025નાં રોજ કુલ 4,17,662 કરદાતા દ્વારા કુલ રૂૂ. 407.58 કરોડનો વેરો ભરપાઈ કરવામાં આવેલ હતો, આમ,ગત વર્ષ કરતાં આ વર્ષ તા.30-03-2026 નાં રોજ કુલ 40,717 વધુ કરદાતાઓ દ્વારા તથા કુલ રૂૂ.27.67 કરોડની વધુ રકમનો મિલકત વેરો રાજકોટ મહાનગરપાલિકાની તિજોરીમાં જમા કરાવેલ છે. વેરા-વસુલાત શાખા દ્વારા આજ દિન સુધીમાં કુલ રૂૂ.435.25 કરોડની વસુલાત કરવામાં આવેલ છે.
