જંગલેશ્ર્વરમાં ચૂંટણી બાદ હાથ ધરાશે મેગા ડિમોલિશન

એક લાખ ચોરસ મીટર સરકારી જમીન ઉપર વર્ષોથી ઉભેલા 1358 ગેરકાયદે બાંધકામોને ચૂંટણીના કારણે જીવતદાન 720 દબાણકારોએ કરેલી અરજી ફગાવતુ મહેસુલપંચ, કાનૂની લડતમાં કલેકટર તંત્રને…

એક લાખ ચોરસ મીટર સરકારી જમીન ઉપર વર્ષોથી ઉભેલા 1358 ગેરકાયદે બાંધકામોને ચૂંટણીના કારણે જીવતદાન

720 દબાણકારોએ કરેલી અરજી ફગાવતુ મહેસુલપંચ, કાનૂની લડતમાં કલેકટર તંત્રને મોટી સફળતા

રાજકોટમાં આજીનદીના કાંઠે આવેલા જંગલેશ્ર્વર સહિતના વિસ્તારોમાં મ્યુનિ.કોર્પોરેશનની જમીનમાં ખડકાયેલા ગેરકાયદેસર બાંધકામો તોડી પડાયા બાદ હવે જિલ્લા કલેકટર હસ્તકની લગભગ એક લાખ પાંચ હજાર ચોરસ મીટર જમીન ઉપર વર્ષોથી ઉભેલા 1358 જેટલા ગેરકાયદે બાંધકામો હટાવવાનો માર્ગ મોકળો થયો છે.

આ સંભવિત ડિમોલિશન સામે દબાણકારોએ હાઈકોર્ટમાં ઘા નાખ્યા બાદ દબાણકારોને વૈકલ્પીક જગ્યા ફાળવા સહિતના મુદ્દે તપાસ કરવા ગુજરાત મહેસુલ પંચને હુકમ કર્યો હતો અને 720 જેટલા દબાણકારોએ મહેસુલ પંચમાં અપીલ કરી હતી પરંતુ મહેસુલ પંચે દબાણકારોની અપીલ ફગાવી દઈ કલેકટરનો હુકમ માન્ય રાખતા હવે ડિમોલીશનનો માર્ગ મોકળો થઈ ગયો છે અને સંભવત: પાલિકા-પંચાયતોની ચૂંટણી બાદ જંગલેશ્ર્વરમાં કલેકટરતંત્ર દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. હાલ ચૂંટણીના કારણે દબાણકારોને બે ત્રણ મહિનાનો સમય મળી ગયો છે.

રાજકોટના જંગલેશ્વરમાં એક લાખ ચો.મી.થી વધુ સરકારી જમીન પર ખડકાયેલી 1358 મિલકતધારકોને વહીવટી તંત્ર દ્વારા કલમ 202ની ડિમોલિશનની નોટિસ આપવામાં આ મામલે હાઈકોર્ટમાં પીટિશન દાખલ કરાઈ હતી અને આ મામલે 2 ફેબ્રુઆરીએ હાઈકોર્ટ દ્વારા 3 માસનો સ્ટે આપવામાં આવ્યો હતો. ત્યાર બાદ ગુજરાત રાજ્ય ટ્રિબ્યુનલ કોર્ટમાં જવા માટેના દ્વાર ખૂલ્યા હતા.

જે બાદ 720 લોકો ગુજરાત સરકાર, રાજકોટ જિલ્લા કલેક્ટર અને અહીંના પૂર્વ વિસ્તારના મામલતદાર સામે કોર્ટ સમક્ષ અપીલમાં ગયા હતા. જોકે, 25 માર્ચના ગુજરાત મહેસૂલ પંચ દ્વારા સ્થાનિકોની અપીલ રદ કરતો ચૂકાદો આપવામાં આવ્યો છે.રાજકોટ શહેર (પૂર્વ) તાલુકા ગૃપ-4 માં જંગલેશ્ર્વર વિસ્તારમાં આવેલી સરકારી ખરાબાની રેવન્યુ સર્વે નં.256 પૈકીમાં ઝઙ સ્કીમ-6 (રાજકોટ) પ્લોટ નં.159માં 1358 મિલકતધારકો દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું. જે તપાસ કરતા બીનઅધિકૃત બાંઘકામ હોવાથી લેન્ડ રેવન્યુ કોડની કલમ-61 અન્વયે કાર્યવાહી કરવા નક્કી થયું હતું. જેથી મામલતદાર અને એક્ઝ્યુક્યુટીવ મેજિ., રાજકોટ શહેર (પૂર્વ)એ કાર્યવાહી કરી તા.23 માર્ચ 2026 ના રોજ જમીન મહેસૂલ કાયદાની કલમ-202 મુજબ પગલા લેવા અને દબાણવાળી જગ્યા અરજદારોને હુકમ મળ્યાથી 7 દિવસમાં ખુલ્લી કરવાનો હુકમ કર્યો હતો.

જે બાદ અરજદારોએ ગુજરાત હાઇકોર્ટમાં સિવિલ એપ્લિકેશન નં.1315/2026 દાખલ કરી હતી, જેમાં 720 ગુજરાત હાઇકોર્ટે અરજદારોને મહેસૂલ પંચ સમક્ષ કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો અને 90 દિવસમાં નિર્ણય લેવા હુકમ કરવામાં આવ્યો હતો. જેથી અરજદારોએ આ અપીલ મહેસૂલ પંચ સમક્ષ દાખલ કરી હતી. જોકે સરકારી જમીન ઉપર દબાણ હોવાથી ફગાવી દીધી હતી. જેના પગલે દબાણો હટાવવાનો માર્ગ ખુલી ગયો છે.

આજી રીફવરફ્રન્ટ યોજનાનો માર્ગ મોકળો
ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં આજી નદીના કાંઠે રિવરફ્રન્ટ બનાવવાના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટની બ્લૂ પ્રિન્ટ તૈયાર થઈ ચૂકી છે. અંદાજિત રૂૂ.1181 કરોડ કરતા વધુના ખર્ચે આકાર પામનારો આ પ્રોજેક્ટની કામગીરી 11 કિલોમીટર વિસ્તારમાં વિકસાવવા જાહેરાત કરવામાં આવી રહી છે. વર્ષ 2022માં એન્વાયર્નમેન્ટલ ક્લિયરન્સ એટલે કે પર્યાવરણની મંજૂરી મળ્યા બાદ હવે પ્રોજેક્ટનું કામ આગળ વધારવા જાહેરાત સતત 15 વર્ષથી બજેટમાં કરવામાં આવી રહી છે. આજી રિવરફ્રન્ટ પ્રોજેકટ વર્ષ 2011થી કાર્યરત છે. જેમાં સૌથી મહત્વનું અને પ્રથમ પગલું એનવાયરમેન્ટ ક્લિયરન્સ મેળવવાનું કામ 17 ફેબ્રુઆરી 2022 ના રોજ થયું છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ માટે જરૂૂરી એન્વાયરમેન્ટ ક્લિયરન્સ સર્ટીફિકેટ માટે સ્ટેટ એક્સપર્ટ અપ્રાઇસલ સમિતિ (SEAC) સમક્ષ તા. 20 ઓગસ્ટ 2021થી સર્ટીફિકેટ મળવા માટે સબમિટ કરવામાં આવ્યું હતું, જેના અનુસંધાને કમિટી દ્વારા જરૂૂરી સુધારા વધારા કરવા જણાવ્યું હતું. જે અન્વયે એજન્સી દ્વારા પૂર્તતા કરી કમિટીમાં રજુ કરાયું હતું. આજી રિવરફ્રન્ટ પ્રોજેકટ માટે માસ્ટર પ્લાન તૈયાર કરવા માટે ક્ધસલ્ટન્ટ એચ.સી.પી.ડીઝાઇન પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ પ્રા. લિમિટેડ અમદાવાદની તા.5 માર્ચ 2014 થી વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે. જેની ત્રણ ફેઇઝમાં કામગીરી કરવામા આવી રહી છે. જેમાં પ્રથમ ફિઝિબિલિટી સ્ટડી, બીજું રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાંથી લેવાની થતી મંજૂરી અને ત્રીજું ફાઈનલ માસ્ટર પ્લાન કમ્પોનન્ટની ડિટેઈલ ડિઝાઈન તથા ટેન્ડરની કામગીરી. જે પૈકી ફિઝિબિલિટી સ્ટડીની કામગીરી પૂર્ણ થઇ ગઈ છે અને એન્વાયરમેન્ટલ કલિયરન્સ (EC)ની મંજુરી પણ મળી ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *