જેતપુરના નવાગઢની પાંચ વર્ષની બાળકી સાથે ઢગાએ દુષ્કર્મ ગુજાર્યુ

જેતપુર નજીક એક ગામમાં 42 વર્ષના ઢગાએ બાજુમાં રહેતા પરિવારની પાંચ વર્ષની ફૂલ જેવી બાળકી સાથે દુષ્કર્મ ગુજરાત આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેતપુર…

જેતપુર નજીક એક ગામમાં 42 વર્ષના ઢગાએ બાજુમાં રહેતા પરિવારની પાંચ વર્ષની ફૂલ જેવી બાળકી સાથે દુષ્કર્મ ગુજરાત આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેતપુર ઉદ્યોગનગર પોલીસમાં આ મામલે પોક્સોની કલમો હેઠળ ગુનો નોંધી નરાધમની ધરપકડ કરી છે.

બનાવની મળતી વિગત મુજબ જેતપુરના એક ગામમાં રહેતા પરિવારની પાંચ વર્ષીય પુત્રી ઉપર દુષ્કર્મ ગુજારનાર 42 વર્ષ ના નરાધમ જીતુ દેવજીભાઈ ભોજાણી (ઉ.વ.42) સામે ગુનો નોંધાયો છે. ભોગ બનનાર બાળકી પાડોશમાં રહેતા પરિવારને ત્યાં અવારનવાર રમવા જતી હતી. પાડોશમાં વૃદ્ધા અને તેનો પુત્ર રહેતા હોય ત્યાં બાળકી અવારનવાર રમવા જતી હતી. ગઈકાલે પણ બાળકી પાડોશમાં રહેતા પરિવારને ત્યાં રમવા ગઈ હતી ત્યારે બાળકીની એકલતાનો લાભ ઉઠાવી નરાધમે બાળકીને હવસનો શિકાર બનાવી હતી.

ભોગ બનનાર બાળકીએ તેની માતાને આપવીતી જણાવ્યા ભાંડો ફૂટ્યો હતો. બાળકીને સારવાર અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવી હતી. આ મામલે ભોગ બનનાર બાળકીના પરિવારજનોએ જેતપુર ઉદ્યોગનગર પોલીસને ફરિયાદ નોધાવતા પોલીસે દુષ્કર્મ, પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. ઉદ્યોગનગર પોલીસ મથકના પીઆઈ એ એમ હેરમાની ટીમે જ હવસખોર હેવાન જીતુ દેવજીભાઈ ભોજાણીની ધરપકડ કરી હતી. જીતું પોતે અપરિણીત હોય તેને એકલતાનો લાભ ઉઠાવી પાંચ વર્ષની સાથે હવસ સંતોષી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *