રાજકોટ શહેરમા મવડીનાં નવલનગર 9 નાં છેડે મુરલીધર ચોક પાસે પાર્ક કરેલી એક કાર અને બે સ્કુટરને પુનીતનગરનાં નામચીન શખ્સે પેટ્રોલ છાટી સળગાવી દેતા પોલીસ તુરંત ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને આ સમયે ફાયર બ્રિગેડનાં સ્ટાફે પણ ઘટના સ્થળે પહોચી પાણીનો મારો ચલાવી આગને કાબુમા લીધી હતી . આગથી ત્રણેય વાહન બળીને ખાક થઇ ગયા હતા . આ મામલે નવલનગરમા રહેતા અને વોર્ડ નં 1ર મા ભાજપ મીડીયા સેલનાં પ્રમુખે પોતાની કાર અને બે બાઇક સળગાવવા મામલે નામચીન શખ્સ વિરુધ્ધ ફરીયાદ નોંધાવી હતી અને આરોપી પેંડા ગેંગનો સાગરીત હોવાનો આક્ષેપ કરતા પોલીસે હાલ આરોપીને સકંજામા લઇ પુછપરછ શરુ કરી છે.
નવલનગર-9ના છેડે રહેતાં ભરતભાઈ કાળભાઈ સિંધવની સ્વીફટ કાર અને એક એક્ટીવા તથા એક ઇલેક્ટ્રીક ટુવ્હીલરમાં રાતે પોણા ત્રણથી ત્રણની વચ્ચે ભડકા થતાં ભરતભાઇ તથા આડોશી પાડોશી જાગી ગયા હતાં અને આગ ઓલવવા પ્રયાસ કર્યો હતો. ફાયર બ્રિગેડને જાણ થતાં બંબો પહોંચ્યો હતો અને આગ ઓલવી હતી. જો કે એ પહેલા કાર અને બંને સ્કૂટર ખાખ થઇ ગયા હતાં.
ભરતભાઈના કહેવા મુજબ તેના આ વાહનોમાં પુનીતનગરના નામચીન શખ્સ યશ બકરાણીયાએ આગ લગાવી દીધી હતી.યશ રાતે પેણા ત્રણેક વાગ્યે ટુવ્હીલર લઈને આવ્યો હતો અને તેની પાસે રહેલા શીશામાંથી કાર તથા બે ટુવ્હીલર પર પેટ્રોલ છાંટયુ હતું.પછી કાર નીચે કોથળા જેવું મુકી આગ લગાડી દીધી હતી.આગમાં ત્રણેય વાહન બળી જતા મોટી નુકસાની થઈ છે.ભરતભાઈએ જણાવ્યું હતું કે,ગયા શુક્રવારે રાતે ગોકુલધમના ગેઈટ પાસે મારા ભાઈ જયેશભાઈ અને બાબુભાઈ સાથે યશ ઉર્ફ ઠોડી બકરાણીયાને મજાક મશ્કરી અને ગાળાગાળી બાબતે ઝઘડો થયો હતો.
આ વખતે યશ પોતાની સાથે મારકુટ થયાની ફરિયાદ સાથે સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં પોલીસે યશની ફરિયાદ પરથી જયેશભાઈ અને બાબુભાઈ સામે ગુનો નોંધ્યો હતો.દરમિયાન પોતાના પર થયેલા હુમલાનો ખાર રાખી ગત મધરાતે યશ એ જયશેભાઈના ભાઈ ભરતભાઈના ત્રણ વાહનોને આગ લગાડી દીધી હતી.બનાવની જાણ થતાં માલવીયાનગર પોલીસ પણ દોડી ગઇ હતી.પોલીસે યશને પોલીસે સકંજામાં લઈ પુછતાછ શરૂૂ કરી હતી. આ મામલે બાબુભાઇએ જણાવ્યુ હતુ કે તેમનાં ભાઇ મયુરભાઇ સીંધવ હાલ વોર્ડ નં 1ર મા મીડીયા સેલનાં પ્રમુખ છે અને આરોપી યશ પેંડા ગેંગનો સાગરીત છે આરોપી સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી.
