કેવળ અક્ષરજ્ઞાન નહીં સર્વાંગી વિકાસ કરે એ ગુરુ: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

યુનિવર્સિટી વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર લાવે છે : શિક્ષણ મંત્રી ડો. વાજા રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાનજી ભુટ્ટા બારોટ રંગમંચ ખાતે કુલાધિપતિ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની…

યુનિવર્સિટી વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર લાવે છે : શિક્ષણ મંત્રી ડો. વાજા

રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાનજી ભુટ્ટા બારોટ રંગમંચ ખાતે કુલાધિપતિ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતા અને કેબિનેટ શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજાની ઉપસ્થિતિમાં ’સ્વદેશી અપનાવો, સ્વદેશી બિરદાવો’ની થીમ સાથે 60મો પદવીદાન સમારંભ યોજાયો હતો. રાજ્યપાલ નું આગમન થતાં, તેમનું ગાર્ડ ઓફ ઓનર આપીને સ્વાગત કરાયું હતું.

આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, વિદ્યાથીઓ અને ગુરુજનોએ પોતાનું ઉત્તરદાયિત્વ નિભાવ્યું છે, જેના પરિણામે અનેક વિદ્યાથીઓ અભ્યાસ પૂર્ણ કરીને પદવી મેળવી શક્યા છે. ભારતીય સંસ્કૃતિમાં વિદ્યાનું ઘણું મહત્વ છે. વિદ્યાથી મોટું કોઈ દાન નથી. શિષ્યોને અજ્ઞાનતારૂૂપી અંધકારમાંથી જ્ઞાનરૂૂપી પ્રકાશ તરફ લઈ જાય એ ગુરુ. આપણી પ્રાચીન શિક્ષણ પરંપરામાં ગુરુ માટે આચાર્ય શબ્દ પણ વપરાયો છે. જે શિષ્યોને કેવળ અક્ષરજ્ઞાન નથી આપતા, પરંતુ તેની સાથેસાથે શિષ્યોના સર્વાંગી વિકાસ તરફ ધ્યાન કેન્દ્રિત કરે, તેમના જીવન નિર્માણની જવાબદારી પણ ઉપાડે છે, એ આચાર્ય. પ્રાચીન કાળમાં ભારત અનેક વિદ્યાઓથી સમૃદ્ધ દેશ હતો. લોકો શિક્ષા પ્રાપ્ત કરવા માટે ભારતમાં આવતાં હતાં. વર્તમાન સમયમાં દેશ આ જૂની પરંપરા સાથે કદમ મિલાવી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ દેશમાં વિદેશીઓ અભ્યાસ કરવા માટે આવી રહ્યાં છે, જે ગૌરવપૂર્ણ બાબત છે. નવી શિક્ષણ નીતિમાં કૌશલ્ય પર પણ ભાર અપાયો છે. અભ્યાસમાં જાણકારીની સાથે કલાનો પણ સમાવેશ થતાં યુવાનો ભણતર ઉપરાંત પોતાની આવડતથી રોજગારી મેળવી શકે છે, તેમ રાજ્યપાલ એ ઉમેર્યું હતું.

વિદ્યા અને અવિદ્યાનો ભેદ તેમજ તેનું મહત્વ સમજાવતાં, રાજ્યપાલ એ આગળ જણાવ્યું હતું કે, ઋષિમુનિઓએ શાસ્ત્રોમાં વિદ્યા અને અવિદ્યા, બંનેને જીવન અર્થપૂર્ણ રીતે જીવવા માટે ઉપયોગી માની છે. અવિદ્યા એટલે મૃત્યુથી બચાવે એ, જ્યારે વિદ્યા એટલે અમૃતરૂૂપી જ્ઞાનની પ્રાપ્તિ. અવિદ્યા મેળવીને વ્યક્તિ ધન- ઐશ્વર્યથી પરિપૂર્ણ બને છે, ભૌતિકતાથી સંપન્ન બને છે. જ્યારે વિદ્યા પ્રાપ્ત કરીને માનવી આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મ માર્ગે આગળ વધે છે. વૈદિક ચિંતન ઊંડાણપૂર્વક ધર્મ, અર્થ, કામ અને મોક્ષ તેમજ ચેતન (આત્મા)ના પ્રયોજનને સમજાવે છે.

પ્રાથમિક, માધ્યમિક, પ્રૌઢ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમનભાઈ વાજાએ પદવી પ્રાપ્ત કરનાર તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા અને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, યુનિવર્સિટી વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાનું કાર્ય કરે છે. જ્યારે માતા-પિતા-ગુરુ વિદ્યાર્થીઓના જીવનમાં જ્ઞાન અને સંસ્કારનું સિંચન કરવાનું કાર્ય કરે છે.

દીક્ષાંત એ અંત નહીં, પરંતુ દેશ પ્રત્યે ફરજ અને જવાબદારી નિભાવવાનો પ્રારંભ છે, તેમ શીખ આપતાં મંત્રી વાજાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના વિઝનને પરિપૂર્ણ કરવામાં વિદ્યાર્થીઓ તેમના જ્ઞાનના ભંડારનો સદુપયોગ કરી આ સ્વપ્નને પૂર્ણ કરવામાં સહભાગી બને. યુવા વિદ્યાર્થીઓને ‘જોબ સિકર નહીં પરંતુ જોબ ગીવર’ બનવાની પ્રેરણા આપતાં મંત્રી પ્રદ્યુમનભાઈએ સ્વદેશી અને ‘આત્મનિર્ભર’ ભારતના સ્વપ્નને ચરિતાર્થ કરવામાં સમર્પિત બનવા પણ આહવાન કર્યું હતું.

રાજ્યપાલ ની અનુમતિ બાદ આ કાર્યક્રમનો દીપ પ્રાગટ્યથી આરંભ કરાયો હતો. ત્યારબાદ મહાનુભાવોને સ્મૃતિ ચિહ્ન આપીને આવકાર અપાયો હતો. કુલપતિ ઉત્પલભાઈ જોશીએ શાબ્દિક પ્રવચન કર્યું હતું. શિક્ષણ શાખાના ડીન ડો. નીદત્ત બારોટ અને કુલસચિવ મનીષ ધામેચાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન ડો. ધારાબેન જોશી અને ડો. ચંદ્રાવાડીયાએ કર્યું હતું. અંતે રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો.

ઉલ્લેખની એ છે કે, આ કાર્યક્રમ થકી કુલ 43,792 વિદ્યાર્થીઓને પદવી અપાઈ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને દાતાઓના સહયોગથી 186 વિદ્યાર્થીઓને 271 પ્રાઈઝ અપાયા હતાં. તેમજ 129 ગોલ્ડ મેડલ વિદ્યાર્થીનીઓ તથા 49 ગોલ્ડ મેડલ વિદ્યાથીઓને એમ 14 વિદ્યાશાખાના 160 વિદ્યાર્થીઓને કુલ 178 ગોલ્ડ મેડલ અર્પણ કરાયા હતાં.આ દીક્ષાંત સમારોહમાં જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવીણાબેન રંગાણી, કલેકટર ડો. ઓમ પ્રકાશ, પરીક્ષા નિયામક મનીષ શાહ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટના સભ્યો, વિવિધ વિદ્યા શાખાઓના ડીન, પ્રોફેસર્સ તથા વિદ્યાર્થીઓ, બિન શૈક્ષણિક સ્ટાફ, વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

સમરસના છાત્રો સાથે જમતા હોય તેવા રોજ ફોટા મોકલો : મંત્રીની સુચના
કોંગ્રેસ નેતા સીધા શિક્ષણમંત્રી પાસે પહોંચી ગયા !
વિદ્યાર્થીનેતા રોહિત રાજપૂતની આગેવાનીમા સમરસ હોસ્ટેલના વિદ્યાર્થીઓ કેબીનેટ મંત્રી ડો.પ્રદ્યુમન વાઝાને રૂૂબરૂૂ મળીને રજૂઆત કરી નનકુલપતિ બંગલા પર હાજર રહેલ સમાજ કલ્યાણના અધિકારીઓનો વિદ્યાર્થીઓને ફરિયાદના પગલે મંત્રી એ ઉધડો લીધો હતો અને વિદ્યાર્થીઓના પ્રશ્નોનું તાકીદે નિરાકરણ લાવવા કડક સૂચના આપી અઠવાડીયામા રિપોર્ટ સોંપવા સુચના આપી હતી . વિદ્યાર્થીનેતાની સમરસ હોસ્ટેલના મુદે પદવીદાન કાર્યક્રમમા મંત્રીના ઘેરાવની ચિમકીના પગલે પોલીસ બંદોબસ્ત ફૂલ કડકાઈ સાથે ગોઠવાયો હતો પરંતુ વિદ્યાર્થીનેતા રોહિત રાજપુત વિદ્યાર્થીઓ સાથે સીધા કુલપતી બંગલે મંત્રી સુધી પહોચતા હાજર રહેલ સૌ નેતાઓ,અધિકારીઓ સૌ ચોંક્યા હતા . વિદ્યાર્થીનેતા રોહિત રાજપૂતે જણાવ્યું કે અમારી પ્રાથમિકતા સમરસ હોસ્ટેલના વિદ્યાર્થીઓની સમસ્યાનુ કાયમી સમાધાન થાય તે હતું મંત્રી એ ખૂબ સકાત્મારક વલણ દાખવી સમસ્યાઓની ગંભીરતા સમજીને સમાધાનની ખાતરી આપી છે તે ખૂબ સરાહનીય બાબત છે શિક્ષણ અને સમાજ કલ્યાણ વિભાગના કેબિનેટ મંત્રી એ વિદ્યાર્થીઓને વિશ્વાસ અપાવ્યો કે હું ગમે ત્યારે તમારી હોસ્ટેલ સરપ્રાઈઝ વિઝિટ કરીને તમારી સાથે જમવા આવીશ આ ઉપરાંત અધિકારીઓને દરરોજ સમરસ હોસ્ટેલમા છાત્રો સાથે જમતા હોય તેવા ફોટા મોકલવા તાકીદ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *