વાંકાનેરના રૂપાવટી ગામે યુવાન ઉપર ત્રણ શખ્સોનો ધોકા વડે હુમલો

થાનમાં યુવાન અને પડધરીના મોવૈયામાં યુવતીએ બીમારીના ટીકડા ખાઈ લેતા તબીયત લથડી વાંકાનેરના રૂપાવટી ગામે રહેતાં યુવાન ઉપર નજીવા પ્રશ્ર્ને ત્રણ શખ્સોએ ઝઘડો કરી ધોકા…

થાનમાં યુવાન અને પડધરીના મોવૈયામાં યુવતીએ બીમારીના ટીકડા ખાઈ લેતા તબીયત લથડી

વાંકાનેરના રૂપાવટી ગામે રહેતાં યુવાન ઉપર નજીવા પ્રશ્ર્ને ત્રણ શખ્સોએ ઝઘડો કરી ધોકા વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, વાંકાનેરના રૂપાવટી ગામે રહેતાં નિતીન રમેશભાઈ ઝાલા નામનો 18 વર્ષનો યુવાન સાંજના સમયે પોતાના ઘર પાસે હતો ત્યારે વશરામ સહિતના અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી ધોકા વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

આ ઉપરાંત અન્ય બનાવમાં થાનમાં રહેતાં ચેતન ભરતભાઈ વ્યાસ (ઉ.35) પોતાના ઘરે હતો ત્યારે કોઈ અગમ્ય કારણોસર ઘેનની વધુ પડતી ગોળીઓ ખાઈ લીધી હતી. જ્યારે બીજા બનાવમાં પડધરીના મોવૈયા ગામે રહેતી સાબીરાબેન સલીમભાઈ રાઉમા નામની 25 વર્ષની યુવતી પોતાના ઘરે હતી ત્યારે અકળકારણોસર બિમારીની વધુ પડતી દવા પી લીધી હતી. યુવક અને યુવતીની તબિયત લથડતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતાં. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *