જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે જામનગર નજીક જાંબુડા ગામના પાટીયા પાસે વોચ ગોઠવી એક કાર મારફતે જામનગરમાં ઘુસાડવામાં આવી રહેલો 480 નંગ ઇંગ્લિશ દારૂૂની બાટલીનો માતબર જથ્થો અને કાર સહિત પોણા પાંચ લાખની માલમતા કબજે કરી લીધી છે, અને બે શખ્સોની અટકાયત કરી છે. તેઓની પૂછપરછમાં દારૂૂ ના સપ્લાયરનું નામ ખુલ્યું છે. આ દરોડાની વિગત એવી છે કે જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમને ચોક્કસ બાતમી મળી હતી, કે એક કારમાં ઈંગ્લીશ દારૂૂની બાટલી નો જથ્થો રાજકોટ જામનગર રોડ પરથી જામનગરમાં આવી રહ્યો છે, જે બાતમી ના આધારે એલસીબી ની ટુકડીએ જામનગર નજીક જાંબુડા ગામના પાટીયા પાસે વોચ ગોઠવી હતી.
જે દરમિયાન એક સ્વિફ્ટ કાર માથી 480 દારૂૂની નાની બાટલીનો જથ્થો મળી આવ્યો હતો, જેથી એલસીબી ની ટીમેં બે નંગ મોબાઈલ ફોન અને કાર સહિત રૂૂપિયા 4 73,000 ની માલમતા કબજે કરી છે. જે બંને ની પૂછપરછ દરમિયાન હાલ જામનગર જિલ્લાના ધ્રોલમાં રહેતા મૂળ ઉત્તર પ્રદેશના વતની કૃપાશંકર સોમનાથ શર્મા, કે જેણે દારૂૂ સપ્લાય કર્યો હોવાથી તેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.
