સાવરકુંડલાના બાયપાસ રોડ ઉપર આવેલ અમૃત સરોવરમાં નજીકમાં જ લીલાપીળની ધાર પાસે રહેતા એક દેવીપુજક નો યુવાન નાહવા પડતા ડૂબી ગયો હતો.
પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો અનુસાર આજે બપોરના 12 કલાકે અશ્વિન કનુભાઈ કારડીયા ઉંમર વર્ષ 18 નામનો યુવાન ઘેરથી કહ્યા વગર આ સરોવરમાં નાહવા ગયેલ અને ડૂબી જતા સ્થાનિકો એ મહેનત કરી ટાઉન પોલીસને બોલાવી અને 108 પણ ઘટના સ્થળે આવી પહોંચી પાણીમાં ડૂબેલ યુવાન અશ્વિન કારડીયાને સાવરકુંડલા સરકારી હોસ્પિટલ લાવવામાં આવ્યો ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો. મૃતક યુવાન અશ્વિન ના પિતા કનુભાઈ કારડીયા મજુરી કામ કરે છે તેમને બે દીકરાઓ છે જેમાં મૃતક અશ્વિન મોટો દીકરો છે અને એક એનાથી નાનો છે તેઓ મજૂરી કામ કરતા હોય બપોરે 12:00 વાગે પતિ પત્ની ઘેરે આવ્યા ત્યારે તેને સમાચાર મળ્યા કે તમારો દીકરો સરોવરમાં ડૂબી ગયો છે તાત્કાલ કનુભાઈ સરોવર ઉપર ગયા તો લોકોના ટોળા હતા અને પોતાના દીકરાને વાહન મારફતે સરકારી દવાખાને લઈ જવામાં આવી રહ્યો હતો.
સગા સંબંધી પરિવાર તાત્કાલિક સરકારી દવાખાને પહોંચ્યો 18 વર્ષનો યુવાન મૃત જોઈ માતા-પિતા ભાંગી પડ્યા હતા અને પરિવારમાં આક્રંદ પ્રસરી ગયું હતું જોકે આ અમૃત સરોવરમાં આવી ઘટનાઓ અગાઉ પણ બની ગઈ છે પરંતુ અહીં કોઈ ચોક્કસ ચોકીદાર કે રક્ષક ન હોવાને કારણે બપોરના સમયે અનેક બાળકો યુવાનો નાહવા માટે આવતા હોય છે આટલી મોટી ઘટનાઓ બનવા છતાં અને આ અમૃત સરોવરનો કરોડો રૂૂપિયાને ખર્ચે વિકાસ થઈ રહ્યો છે છતાં સીસીટીવી કેમેરા પણ અહીંયા ઉપલબ્ધ નથી ત્યારે આ સામાન્ય દેવીપુજક પરિવારમાં યુવાનને ગુમાવવાની ઘટનાથી સમગ્ર અમૃત સરોવર વિકાસ કરતા સત્તાધીશો અને અધિકારીઓએ ગંભીરતા દાખવી ખાસ કરીને બપોર વચ્ચે અહીંયા કોઈ દાખલ ન થાય અને તાત્કાલિક ધોરણે સીસીટીવી કેમેરા મૂકવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
