અમરેલીમાં વિશ્ર્વ હિન્દુ સંમેલનના જમણવારમાં ત્રણ શખ્સોનો યુવાન પર હુમલો

અમરેલીના ચક્કરગઢ રોડ વિસ્તારમાં વિશ્વ હિન્દુ સંમેલનના જમણવાર કાર્યક્રમ દરમિયાન એક યુવાન પર હુમલો કરી જાતિ આધારિત અપમાન કર્યાનો બનાવ સામે આવ્યો છે. બનાવ અંગે…

અમરેલીના ચક્કરગઢ રોડ વિસ્તારમાં વિશ્વ હિન્દુ સંમેલનના જમણવાર કાર્યક્રમ દરમિયાન એક યુવાન પર હુમલો કરી જાતિ આધારિત અપમાન કર્યાનો બનાવ સામે આવ્યો છે. બનાવ અંગે અમરેલી શહેર પોલીસ સ્ટેશનમાં ત્રણ વ્યક્તિઓ સામે ગુનો નોંધાયો છે.

અમરેલીના ચક્કરગઢ રોડ પર શુભ લક્ષ્મીનગર વિસ્તારમાં કિરણબેન પટેલના મકાનમાં ભાડેથી રહેતા અને મૂળ રાજુલાના ચિરાગ દીપકભાઈ બાબરીયા (ઉં.વ.23) હિન્દુ સંમેલનમાં જમવા ગયા હતા. જ્યાં પોતાનું બાઇક પાર્ક કરવા જતા હતા ત્યારે એક શખ્સ સ્કૂટર લઈને ત્યાંથી પસાર થતો હતો તે સમયે અહીંથી ગાડી આમ લે કહી અપશબ્દો બોલી અપમાનીત કર્યાની તેઓએ ફરિયાદ આપી છે.

ફરિયાદ મુજબ ચક્કરગઢ રોડ પર રહેતા ચિરાગભાઈ હિન્દુ સંગઠનના એક કાર્યક્રમમાં જમવા ગયા હતા, જ્યાં તેઓ પિતાનું બાઇક પાર્ક કરવા જતા હતા તે દરમિયાન ત્યાં શિવકુ નામનો શખ્સ સ્કૂટર લઈને ત્યાંથી નીકળ્યો હતો, અને આ તારી ગાડી લઈલે કહી અપશબ્દો બોલી જતો રહ્યો હતો, બાદમાં જમવામાટે લાઇનમાં ઊભા હતા ત્યારે તે શખ્સ ફરી આવ્યો અને આ લોકોને અહીં કોણે જમવા બોલાવ્યા છે કહી ચિરાગભાઈને જાતિ પ્રત્યે અપમાનિત કર્યા હતા.

આ દરમિયાન ટોળું ભેગું થતા બે અજાણ્યા શખ્સો પણ ત્યાં આવી ગયા હતા, અને શિવકુ સહિત બે અજાણ્યા મળી ત્રણેયએ મળી માર મારી, છરી બતાવી મારી નાખવાની ધમકી આપી હતી, જે અંગે અમરેલી પોલીસે શિવકુ અને બે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *