ભાણવડ નજીક લકઝુરિયસ કારમાં લઇ જવાતો દારૂનો જથ્થો ઝડપાયો: આરોપી ફરાર

1000 લીટર દેશી દારૂના જથ્થા સાથે 15.50 લાખનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો ભાણવડ નજીકથી ગઈકાલે મંગળવારે વહેલી સવારના સમયે પસાર થઈ રહેલી એક ફોર્ચ્યુનર કારમાંથી…

1000 લીટર દેશી દારૂના જથ્થા સાથે 15.50 લાખનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો

ભાણવડ નજીકથી ગઈકાલે મંગળવારે વહેલી સવારના સમયે પસાર થઈ રહેલી એક ફોર્ચ્યુનર કારમાંથી પોલીસને રૂૂપિયા બે લાખની કિંમતનો 1000 લીટર દેશી દારૂૂનો જથ્થો મળી આવ્યો હતો. આ પ્રકરણમાં પોલીસે રૂૂપિયા 15.50 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જો કે આરોપી કાર ચાલક નાસી છૂટવામાં સફળ થયો હતો.
આ સમગ્ર પ્રકરણની પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ખંભાળિયાના ઇન્ચાર્જ ડીવાયએસપી વી.પી. માનસેતાની સૂચના મુજબ ભાણવડ પોલીસ સ્ટાફ દ્વારા દારૂૂ – જુગાર સંદર્ભે ખાસ કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં મંગળવારે સવારના આશરે સવા આઠ વાગ્યાના સમયે પેટ્રોલિંગ દરમિયાન ભાણવડ નજીકના રાણપર ગામે પહોંચતા આ માર્ગ પરથી પસાર થઈ રહેલી જી.જે. 16 એ.જે. 5456 નંબરની એક ફોર્ચ્યુનર કારને પોલીસે અટકાવતા આ મોટરકારનો ચાલક પોલીસને જોઈને ભાગવા લાગ્યો હતો. પોલીસ સ્ટાફે તેનો પીછો કરતા આ શખ્સ બાવળની ઝાડી-ઝાંખરામાં નાસી છૂટ્યો હતો.

આ ફોર્ચ્યુનર કારની તલાસી લેતા પોલીસને આ મોટરકારમાંથી જુદા જુદા 20 બાચકાઓ મળી આવ્યા હતા. જે બાચકાને ખોલીને જોતા તેમાંથી દેશી દારૂૂનો જથ્થો સાંપડ્યો હતો. આમ આ સમગ્ર કાર્યવાહીમાં પોલીસને રૂૂપિયા બે લાખની કિંમતનો 1000 લીટર દેશી દારૂૂ મળી આવ્યો હતો.

આ સમગ્ર પ્રકરણ સંદર્ભે પોલીસે રૂૂપિયા 13,50,000 ની કિંમતની ફોર્ચ્યુનર કાર તથા રૂૂપિયા બે લાખની કિંમતના દેશી દારૂૂ સહિત કુલ રૂૂપિયા 15.50 લાખનો મુદ્દામાલ કબજે કરી, ફરાર થઈ ગયેલા આરોપીને શોધખોળ હાથ ધરી છે.

આ સમગ્ર કાર્યવાહી ભાણવડ પોલીસ મથકના પી.આઈ. સી.એલ. દેસાઈ, ઈન્ચાર્જ પી.આઈ. એમ.ડી. મકવાણા, પી.એસ.આઈ. એલ.એમ. પુરોહિત, નિલેશભાઈ કારેણા, કિશોરસિંહ જાડેજા, લાલાભાઈ ખાટલીયા, તથા યોગરાજસિંહ ઝાલાની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *