ગોંડલથી મુંદરા પોર્ટ બાજુ જવા નીકળેલા બે ક્ધટેનરોના ચાલકોએ રસ્તામાં ભચાઉ નજીક આવેલી હોટેલ પાસે ઊભા રહી ક્ધટેનરમાંથી રૂૂા. 20,26,416નું સીંગતેલ બારોબાર વેચી નાસી જતાં બંને સામે ગુનો દર્જ કરાયો હતો. ગાંધીધામની જે.આર. રોડલાઇન્સ પ્રા. લિમિટેડ નામની પેઢી ટ્રાન્સપોર્ટેશન, ક્લીયરિંગ અને ફોરવર્ડિંગનું કામ કરે છે. આ પેઢીને ગોંડલની ખેડૂત સોલ્વેક્ષ પ્રા. લિમિટેડ નામની કંપનીમાંથી વરધી મળી હતી, જેથી ક્ધટેનર ટ્રેઇલર નંબર જી.જે. 12-બી. ડબલ્યુ. 5840નો ચાલક મોહનસિંઘ બાલુસિંઘ ગોંડલ ગયો હતો.
ત્યાંથી તેણે ક્ધટેનરમાં 21.480 ટન સીંગતેલ ભરી મુંદરા પોર્ટ આવવા રવાના થયો હતો તેમજ ગાંધીધામની આ પેઢીને રાજકોટના શ્યામ સેલ્સ કોર્પોરેશને પણ વરધી આપતાં ક્ધટેનર નંબર જી.જે. 12-બી.વાય. 2916નો ચાલક પુરારામ હોકલારામ ગોંડલ ગયો હતો, ત્યાંથી તેણે ક્ધટેનરમાં 21.70 મેટ્રિક ટન સીંગતેલ ભર્યું હતું, તે પણ મુંદરા આવવા રવાના થયો હતો.
દરમ્યાન ભચાઉ નજીક ભચાઉ-ગાંધીધામ ધોરીમાર્ગ પર ડાબી બાજુ વિરાગા હોટેલ પાસે ઊભા રહી અને આ શખ્સોએ ક્ધટેનરમાંથી રૂૂા. 20,26,416નું સીંગતેલ કાઢી, કઢાવી લીધું હતું અને બારોબાર વેચી માર્યું હતું. આ શખ્સોએ મુંદરા પોર્ટ ખાતે ઓછો જથ્થો પહોંચાડયો હતો. ક્ધટેનર ચાઇના ખાતે પહોંચ્યા બાદ તેમાં જથ્થો ઓછો હોવાનું બહાર આવ્યું હતું. સીંગતેલ બારોબાર વેચી બંને શખ્સોએ નોકરી મૂકી મોબાઇલ બંધ કરીને નાસી ગયા હતા.
બંને સામે જે. આર. રોડલાઇન્સના જગદીશ જયંતીલાલ રાવળે ફરિયાદ નોંધાવી હતી. ગાંધીધામથી સામખિયાળી, સૂરજબારી, આ બાજુ આડેસર સુધી તથા ગળપાદર, અંજારથી મુંદરા વચ્ચે આવેલા અમુક ધોરીમાર્ગ પાસેના ઢાબા, હોટેલોમાં કોલસા, તેલ, ચોખા, ઘઉં વગેરેની ચોરીનું કૌભાંડ હજુ ફૂલ સ્વિંગમાં ધમધમતા હોવાનું મનાય છે, જે અંગે તંત્રને જાણ હોવા છતાં ખાસ કોઇ કાર્યવાહી ન કરાતી હોવાનું સમજાય છે.
