માંડા ડુંગર પાસે બનાવ, પરિવારમાં શોક
આજીડેમ ચોકડીથી આગળ માંડાડુંગર નજીક આવેલી એ.જી.સોસાયટીમાં રહેતાં યુવાને પંખામાં ગમછો બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. વધુ વિગતો મુજબ માંડાડુંગર પાસે એ. જી. સોસાયટીમાં રહેતો અમિત રાજેન્દ્રભાઇ ગુપ્તા (ઉ.વ.20) સાંજે રૂૂમમાં ગયા માતા રેણુબેને ઘણીવાર દરવાજો ખખડાવવા છતાં તે ખોલતો ન હોઇ પડોશીઓને બોલાવી દરવાજો તોડાવતાં દિકરો અમિત લટકતો મળતાં કલ્પાંત સર્જાયો હતો. તેને બેભાન હાલતમાં નીચે ઉતારી સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો.
પરંતુ અહિ સારવાર દરમિયાન દમ તોડી દેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.આપઘાત કરનાર અમિત ત્રણ ભાઇમાં નાનો અને કુંવારો હતો. તે કારખાનામાં કામ કરતો હતો. મુળ બિહારનો આ પરિવાર વર્ષોથી રાજકોટ રહે છે. મૃતકના ભાઇએ જણાવ્યું હતું કે મૃતક અમિતને એક યુવતિ કે જે રાજકોટની છે તેની સાથે બે વર્ષથી પ્રેમ હતો.બંને લગ્ન કરવા ઇચ્છતા હતાં.આ માટે બંનેના પરિવારજનો પણ વાત કરવા તૈયાર થયા હતાં.
આ મામલે હાલ પરિવારજનો પાસેથી વિગતો મળી હતી કે, તેમનીપ્રેમીકાએ લગ્નની ના પાડી દેતા તેમણે આ પગલુ ભરી લીધું છે. જો કે, આજીડેમ પોલીસે સાચુ કારણ જાણવા તપાસ યથાવત રાખી છે.
