પીએમનો રોડશો રદ થતાં પતંગોત્સવ ડીએચ કોલેજના બદલે રેસકોર્સમાં

શનિવારે 21 દેશ અને સાત રાજ્યોના પતંગબાજો ખાંડા ખખડાવશે, ઉપસ્થિત રહેવા શહેરીજનોને આમંત્રણ ગુજરાત રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતનુ…

શનિવારે 21 દેશ અને સાત રાજ્યોના પતંગબાજો ખાંડા ખખડાવશે, ઉપસ્થિત રહેવા શહેરીજનોને આમંત્રણ

ગુજરાત રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતનુ પ્રવાસન ક્ષેત્ર આગવું સ્થાન પ્રાપ્ત થાય તે માટે દર વર્ષે રાજ્યના વિવિધ શહેરોમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજવાની શરૂૂઆત કરવામાં આવેલ હતી. જે પરંપરા મુજબ આ વર્ષે પણ રાજ્ય સરકાર દ્વારા રાજકોટ મહાનગરપાલિકા અને ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનુ રાજકોટ ખાતે તા.10/01/2026 શનિવારના રોજ સવારે 09:00 કલાકે કવિ રમેશ પારેખ રંગ દર્શન ઓપન એર થીએટર, રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે આયોજન કરેલ છે. અગાઉ ડીએચ કોલેજ ખાતે કાર્યક્રમ યોજાવાનો હતો પરંતુ વડાપ્રધાનનો રોડ શો રદ થતા રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાલી રહેતા હવે રેસકોર્ષમાં પતંગોત્સવ યોજવાની જાહેરાત કરવામાં આવી છે.

આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026માં ઓસ્ટ્રેલીયા, બ્રાઝિલ, કોલમ્બિયા, ડેનમાર્ક, સિંગાપોર, થાઈલેન્ડ, સ્વીડન, યુનાઈટેડ કિંગડમ જેવા કુલ-21 દેશો તથા ભારતના મહારાષ્ટ્ર, રાજસ્થાન, બિહાર, ઓડિશા, તામિલનાડુ, સિક્કિમ, વેસ્ટ બેંગાલ સહિત વિવિધ રાજ્યોના પતંગવીરો ભાગ લેશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026ના અનુસંધાને આયોજન અને વ્યવસ્થાને આખરી ઓપ આપવા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026ના અનુસંધાને આયોજન અને વ્યવસ્થાને આખરી ઓપ આપવા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આજ તા.06/01/2025, મંગળવારના રોજ રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, નાયબ મ્યુનિસિપલ કમિશનર સમીર ધડૂક, સિટી એન્જીનીયરઓ, સહાયક કમિશનર, મેનેજરઓ, ડેપ્યુટી સિટી એન્જીનીયરઓ, વોર્ડ ઓફિસરઓ અને રાજકોટ મહાનગરપાલિકાના અન્ય અધિકારીઓ-કર્મચારીઓ, ગુજરાત પ્રવાસન વિભાગના પ્રતિનિધિ તેમજ એજન્સીના પ્રતિનિધિઓ સાથે પતંગ મહોત્સવ સ્થળની મુલાકાત કરવામાં આવી જેમાં, મુખ્ય સ્ટેજ, સાઉન્ડ, એન્ટ્રી પોઈન્ટ, વી.આઈ.પી. પાર્કિંગ, જનરલ પાર્કિંગ, પતંગવીરોના સ્ટોલ, ડાયસ કાર્યક્રમ, પ્રેસ-મીડિયા વ્યવસ્થા, સલામતી બંદોબસ્ત, સફાઇ વગેરે બાબતોનું રીવ્યું કરવામાં આવ્યું તેમજ અધિકારીઓને તથા વિવિધ કામની એજન્સીના પ્રતિનિધિઓને સુચના આપવામાં આવી અને કાર્યક્રમ ખૂબ સફળ થાય તે મુજબ કામગીરી કરવા જણાવવામાં આવેલ.

રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડિયા અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ શહેરીજનોને આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026 નિહાળવા ઉપસ્થિત રહેવા નિમંત્રણ પાઠવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *