ઘટનાસ્થળેથી મળેલા વાળ, રક્તરંજિત સળિયો અને ફોન લોકેશનથી આરોપી ફાંસીના માંચડે પહોંચ્યો

47 જેટલા ફોરેન્સિક-મેડિકલ-દસ્તાવેજી-સાંયોગિક-ટેક્નિકલ પુરાવા અને નજરે જોનાર બાળ સાહેદ- ભોગ બનાર દીકરી સહિત 23 સાહેદોના નિવેદન નિર્ણાયક બન્યા એસ.પી. વિજયસિંહ ગુર્જર, ડીવાયએસપી સીમરન ભારદ્વાજ સહિતનાં…

47 જેટલા ફોરેન્સિક-મેડિકલ-દસ્તાવેજી-સાંયોગિક-ટેક્નિકલ પુરાવા અને નજરે જોનાર બાળ સાહેદ- ભોગ બનાર દીકરી સહિત 23 સાહેદોના નિવેદન નિર્ણાયક બન્યા

એસ.પી. વિજયસિંહ ગુર્જર, ડીવાયએસપી સીમરન ભારદ્વાજ સહિતનાં અધિકારીઓના માર્ગદર્શનમાં એલસીબી, એસઓજી, આટકોટ પોલીસનાં ટીમવર્કથી રાજકોટના ઈતિહાસનો સૌથી ઝડપી ફાંસીનો ચૂકાદો આવ્યો

તા.4 ડિસેમ્બરના રોજ છ વર્ષની બાળા પર દુષ્કર્મ આચરનાર આરોપી રામસિંગ તેરસિંગ ડુડવાને આજે સ્પે.કોર્ટે ફાંસીની સજાનો ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. આ માટે ફોરેન્સીક-મેડીકલ-દસ્તાવેજી-સાંયોગીક-ટેકનીકલ પુરાવા અને નજરે જોનાર બાળ સાહેદ- ભોગ બનાર દીકરીનું નિવેદન નિર્ણાયક બન્યાં હતાં તેમજ રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર, ડીવાયએસપી સીમરન ભારદ્વાજ સહિતનાં અધિકારીઓના માર્ગદર્શનમાં એલસીબી, એસઓજી આટકોટ પોલીસ અને સરકારી વકીલ એસ.કે.વોરા અને મદદનીશ સરકારી વકીલ વસંત પટેલના ટીમવર્કથી આરોપીને ફાંસીની સજા અપાવવામાં સફળતા મળી છે.

આ કેસમાં બળાત્કારનો પ્રયાસ નિષ્ફળ નિવડયા બાદ નરાધમ રામસિંગ ડુડવાએ બાળકીના ગુપ્ત ભાગમાં લોખંડનો સળીયો ઘુસેડી દીધો હતો. આ સમગ્ર સમયગાળા દરમ્યાન અતિશય રકતસ્ત્રાવ થયેલ હોવાથી બાળકીનું ઓપરેશન થઈ શકશે કે કેમ તે માટે રેડયોલોજીસ્ટ અને ગાયનેકોલોજીસ્ટના અભિપ્રાય મેળવવામાં આવેલ અને ત્યારબાદ જ બેભાન બાળકીની વિસ્તૃત સારવાર કરવામાં આવતા તેણી બચી ગયેલ હતી. આ સમયે બાળકીના પિતાએ બનાવ અંગે પોલીસને જાણ કરેલ પરંતુ આરોપીને કોઈએ જોયેલ ન હોવાથી પ્રાથમિક તપાસ કરવામાં આવેલ હતી. તા.8/12/2025 ના રોજ આરોપી રેમસીંગને શંકાના આધારે ઝડપી લેવામાં આવેલ હતો અને તેની પોલીસ રીમાન્ડ દરમ્યાન આ આરોપીએ કાનપર ગામના એક ઝાડની નીચેથી લોખંડનો સળીયો કાઢી આપેલ. જે રકતથી રંગીત હતો. આ ઉપરાંત બનાવ સ્થળે એફ.એસ.એલ. અધિકારીને પરીક્ષણ માટે બોલાવેલ જયાંથી આરોપીના માથાના વાળનો જથ્થો મળી આવેલ. આ તમામ મુદામાલ પરીક્ષણ અર્થે મોકલવામાં આવતા માથાના વાળ આરોપીના હોવાનુ ડી.એન.એ. પરીક્ષણથી જણાયેલ તેમજ લોખંડના સળીયા ઉપરનું લોહી બાળકીનું હોવાનું પૃથ્થકરણ થયેલ.

બીજા પુરાવામાં આરોપીનો મોબાઈલ ફોન જપ્ત કરી સી.ડી.આર. મેળવતા આરોપીની હાજરી કાનપર ગામના વિસ્તારમાં જણાયેલ હતી. ઘટના સ્થળેથી વાળ મળી આવ્યા હતાં. પરંતુ આરોપી તરફથી બચાવ કરાયો હતો કે બનાવ સ્થળેથી જે વાળ મળી આવેલા હતા તે વાળ મુળ સહીત ન હતા અને કપાયેલા હતા. આ વાળના ફોરેન્સીક રિપોર્ટમાં પણ આ વાળ આરોપી રામસિંગ ડુડવાના હોવાની પુષ્ટી થઈ હતી.

આ સમગ્ર કેસમાં પોલીસ અધિકારીઓ દ્વારા 47 જેટલા પુરાવાઓ એકઠા કરી લેવામાં આવ્યા હતાં અને અલગ અલગ 23 સાક્ષીઓના નિવેદન પણ કોર્ટમાં નોંધવામાં આવ્યા હતાં. પરિણામે આરોપી રામસિંગ ડુડવાને બચવા માટે કોઈ કશર છોડવામાં ન આવી હતી.

આ કેસ દરમિયાન ગુજરાત રાજ્યના ડી.જી. એન્ડ આઈ.જી.પી. તથા પોલીસ મહાનિરીક્ષક રાજકોટ અશોકકુમાર યાદવના માર્ગદર્શનમાં જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુજ્જર, મદદનીશ પોલીસ અધિક્ષક ધોરાજી વિભાગ, સમીરન ભારદ્વાજ, આટકોટ પીઆઈ આર.એસ.સાંકળીયા, પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઈ પી.એમ.ભરવાડની ટીમે ઈન્વેસ્ટીગેશન કર્યુ હતું. જ્યારે ડીટેકશન અને અન્ય કામગીરી એલસીબી પીઆઈ વી.વી.ઓડેદરા, પીએસઆઈ એચ.સી.ગોહિલ, આર.વી.ભીમાણી તથા પી.એન.ભરવાડની ટીમે કરી હતી. જેમાં એસ.ઓ.જી.ના પીઆઈ એ.એમ.ચાવડાની ટીમ તથા આટકોટ પોલીસ સ્ટેશનની ટીમ જોડાઈ હતી.

ગુજરાતની દીકરી પર હુમલો એટલે જીવનનો અંત : ડે.સી.એમ.હર્ષ સંઘવી

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે આપેલા ચુકાદા બાદ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારનો સ્પષ્ટ સંદેશ છે. અમારી દીકરીઓ પર હુમલો = જીવનનો અંત. નાયબ મુખ્યમંત્રી તથા ગૃહમંત્રી તરીકે હું સ્પષ્ટ કહું છું ગુજરાતમાં બાળકી અને મહિલાઓ સામેના ગુનાઓ માટે અમારી નીતિ એકદમ સ્પષ્ટ છે:Zero Tolerance. આટકોટ પોક્સો કેસમાં FIRથી લઈને સજા સુધીનો સમગ્ર પ્રક્રિયા માત્ર 40 દિવસમાં પૂર્ણ થયો. આ બતાવે છે કે ગુજરાતમાં ગુનેગારને હવે વર્ષો સુધી ન્યાયથી બચવાની તક મળતી નથી. આ માત્ર એક કેસ નથી, આ એક કડક સંદેશ છે દીકરીઓ પર હાથ ઉઠાવનાર માટે દયા નથી, માત્ર કડક સજા છે. આ સફળ કાર્યવાહી બદલ હું રાજકોટ ગ્રામ્ય પોલીસ, સરકારના વકીલો અને સમગ્ર ન્યાયિક તંત્રને હાર્દિક અભિનંદન પાઠવું છું. તેમની ઝડપ, નિષ્ઠા અને વ્યાવસાયિકતા કારણે એક નિર્દોષ દીકરીને સમયસર ન્યાય મળ્યો. ગુજરાત સરકાર દરેક દીકરીની સુરક્ષા માટે અડગ રીતે પ્રતિબદ્ધ છે.

રામસિંગે અગાઉ પણ બાળા સાથે અડપલા કર્યા હતાં, માનસિક વિકૃત હોવાનું તપાસમાં ખુલ્યું
આટકોટ પોલીસ તાબેના કાનપર ગામે પોણા સાત વર્ષની માસુમ બાળકી ઉપર બદકામનો પ્રયાસ નિષ્ફળ જતા નરાધમ રામસિંગ ડુડવાએ સગીરાના ગુપ્તાંગમાં લોખંડનો સળીયો ભરાવી લોહી લુહાણ કરી દેવાની હચમચાવતી હેવાનિયત ભરેલી ઘટનાના કેસમાં મુખ્ય જિલ્લા સરકારી વકીલ એસ. કે વોરા અને મદદનીશ સરકારી વકીલ પ્રશાંત પટેલે કોર્ટમાં આ કેસની સુનાવણી બાદ આરોપીને કસૂરવાર ઠરાવતા બંને સરકારી વકીલે આ કેસ રેરેસ્ટ ઓફ ધી રેર હોય આરોપીને ફાંસીની સજાની દલીલો શરૂૂ કરી હતી. આરોપીનું કૃત્ય ખુબ જ ધૃણાસ્પદ અને અતિ નિંદનીય છે, આરોપી આ પ્રકારની વિકૃતિ ધરાવતો હોય તેવું કૃત્ય તપાસ દરમિયાન ખૂલ્યું છે. આવા ગંભીર ગુનાને હળવાશથી ન લઈને આ કેસને એક અપવાદરૂૂપ ઘટના છે સમાજમાં કુમળી બાળા ઉપરના આ પ્રકારના દુષ્કર્મ અને વિકૃતિના બનાવો વધતા જાય છે આથી બનાવોને અંકુશમાં લેવા માટે આ કેસને રેરેસ્ટ ઓફ રેર કેસ ગણીને આરોપીને દાખલા રૂૂપ આકરામાં આકરી સજા કરવી જરૂૂરી છે. હાલના કેસનો પુરાવો જોતા આરોપી વિરુદ્ધ પ્રથમ દર્શનીય જ્યારે કોર્ટે કેસને સાબિત માનેલ છે ત્યારે આ કેસને રેરેસ્ટ ઓફ ધી રેર ગણવા અને કેસના આરોપીને ફાંસીની સજા કરવી જોઈએ તેવી દલીલો અને રજૂ કરેલા ઉચ્ચ કોર્ટના ચુકાદાઓ ધ્યાને પોક્સો કોર્ટના જજ એ આરોપી રામસિંગ તેરસિંગ ડુડવાને આ અતિ ધૃણાસ્પદ ગુનામાં દોષિત ઠરાવીને આજે ઉઘડતી અદાલતે ફાંસીની સજા ફટકારી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *