અમેરિકામાં ભારતીય સગીરે માતા-નાના ભાઇની હત્યા કરી

અમેરિકાના મેસેચ્યુસેટ્સમાં એક અત્યંત ચોંકાવનારી અને દર્દનાક ઘટના સામે આવી છે. એક્ટન શહેરમાં રહેતા 17 વર્ષીય ભારતીય મૂળના અર્જુન અરવિંદ પર પોતાની જ 45 વર્ષીય…

અમેરિકાના મેસેચ્યુસેટ્સમાં એક અત્યંત ચોંકાવનારી અને દર્દનાક ઘટના સામે આવી છે. એક્ટન શહેરમાં રહેતા 17 વર્ષીય ભારતીય મૂળના અર્જુન અરવિંદ પર પોતાની જ 45 વર્ષીય માતા સુધા વેંકટેશન અને 14 વર્ષીય નાના ભાઈ સિદ્ધાર્થ અરવિંદની હત્યા કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. રાતભર ચાલેલી શોધખોળ બાદ પોલીસે બુધવારે સવારે આરોપીની ધરપકડ કરી લીધી છે.

અમેરિકાની પોલીસના જણાવ્યાનુસાર, મંગળવારે સાંજે એક ટ્યુટર (શિક્ષક) અભ્યાસ કરાવવા માટે પરિવારના ઘરે પહોંચ્યા હતા. ઘર બંધ હોવાથી અને કોઈ જવાબ ન મળતા તેમણે અર્જુનના પિતાનો સંપર્ક કર્યો હતો. પિતાએ પણ પરિવાર સાથે સંપર્ક કરવાની કોશિશ કરી પરંતુ કોઈ સંપર્ક ન થતાં આખરે એક્ટન પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો.

પોલીસ જ્યારે ઘટનાસ્થળે પહોંચી ત્યારે ભોંયરામાંથી માતા સુધા વેંકટેશન અને પ્રથમ માળેથી 14 વર્ષીય સિદ્ધાર્થનો મૃતદેહ મળી આવ્યો હતો. બંનેના શરીર પર ગંભીર ઈજાના નિશાન હતા. હત્યા કર્યા બાદ આરોપી અર્જુન પોતાની માતાની કાર લઈને ફરાર થઈ ગયો હતો.

તપાસ દરમિયાન સામે આવેલી વિગતો વધુ ચોંકાવનારી છે. મિડલસેક્સ કાઉન્ટી ડિસ્ટ્રિક્ટ એટર્નીની ઓફિસના જણાવ્યાનુસાર, આરોપી અર્જુન છેલ્લા કેટલાક સમયથી ચિંતાજનક વર્તન કરી રહ્યો હતો. તે ઇન્ટરનેટ અને એઆઈ પર પોતાના જ પરિવારને મારી નાખવાની કાલ્પનિક રીતો અને વિચારો શોધી રહ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *