તળાજા બેંકના કલાર્કના બાઇક સવાર માતાનું કાર અકસ્માત સર્જાતા કરૂણ મોત

ભાવનગરના તળાજાની એસ.બી.આઈ બેંક મા SME શાખામાં પ્રાઈવેટ ક્લાર્ક તરીકે ફરજ બજાવતા યુવાને અલંગ પોલીસ મથકમાં એક સફેદ કલરની કારના અજાણ્યા ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ…

ભાવનગરના તળાજાની એસ.બી.આઈ બેંક મા SME શાખામાં પ્રાઈવેટ ક્લાર્ક તરીકે ફરજ બજાવતા યુવાને અલંગ પોલીસ મથકમાં એક સફેદ કલરની કારના અજાણ્યા ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.જેમાં ફરિયાદીના પિતા અને માતા બાઇક લઈને ધારડી નજીકથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે કાર ચાલક અકસ્માત સર્જી ફરાર થઇ ગયેલ.માતા પિતાને ઇજ થતા માતાનું મોત નીપજ્યું હતું.

બે દિવસો તળાજાથી ધારડી સુધીનો માર્ગ ગોઝારો રહ્યો.બે દિવસમા બે મોત થયા છે જેમાં એક વેળાવદર ગામનો યુવાન,સરતાનપર બંદર ગામની મહિલાનો સમાવેશ થાય છે.તો વકીલ યુવાનની હાલત ગંભીર છે. તળાજા તાલુકાના સરતાનપર બંદર ગામના રહીશ ધર્મેશગીરી રતીગરી ગોસ્વામી ઉ.વ.25 એ નોંધાવેલ ફરિયાદ મુજબ પોતે પોતાની બાઇકમા બહેન પૂનમ સાથે બાઇક પર સવાર હતા એજ રીતે ફરિયાદીના પિતા રતીગીરી અને માતા ઉષાબેન બીજી બાઇક પર સવાર હતા.ધારડી નજીક કસ્તુરગિરીબાપુના આશ્રમ નજીક પહોંચ્યા ત્યારે સફેદ કલરની ક્રિએટા કાર નં.જીજે 04- ડી.એન-6357 ના ચાલકે પિતા ચલાવતા હતા તે બાઇકને હડફેટે લઈ ભાગી ગયેલ.

આ અકસ્માતમા ફરિયાદીના પિતાને હાથના ભાગે ફ્રેક્ચર તથા માતાને માથા અને આંખના ભાગે ગંભીર ઇજાઓ થતા ભાવનગર સારવારમા લઈ જતા ત્યાં તેઓનું મોત નિપજેલ.અલંગ પોલીસે કારના નંબર આધારે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *