Connect with us

ગુજરાત

જસદણના કુંદણીમાં પિતાએ ઠપકો આપતા પુત્રનો આપઘાતનો પ્રયાસ

Published

on

કોટડાસાંગાણીના નાના વડિયાના યુવને પત્ની માવતરે ચાલી જતા વખ ધોળ્યુ

જસદણના કુંદણી ગામે પિતાએ દુકાન વહેલા બંધ કરવામાં મુદ્દે ઠપકો આપતા પુત્રને માઠું લાગ્યું હતું. અને આવેશમાં આવેલા પુત્રએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જસદણના કુંદણી ગામે રહેતા મહેશ લાલજીભાઈ હાડા નામનો 18 વર્ષનો યુવાન પોતાની ભૂતનાથ પાન સેન્ટર નામની દુકાન વહેલા બંધ કરીને ઘરે આવ્યો હતો તેથી તેના પિતા લાલજીભાઈએ દુકાન વહેલી બંધ કરવા મુદે ઠપકો આપતા મહેશને લાગી આવતા ઝેરી દવા પી લીધી હતી.

યુવકને ઝેરી અસર થતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.આ ઉપરાંત બીજા બનાવમાં કોટડા સાંગાણીના નાના વડીયા ગામે રહેતા મહેશ દિનેશભાઈ સાગઠીયા નામનો 27 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં મહેશ સાગઠીયા એક ભાઈ ચાર બહેનમાં મોટો છે અને ચાર દિવસથી તેની પત્ની માવતરે ચાલી જતા તેને લાગી આવતા પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ક્રાઇમ

મોટાવડાના છાત્રને મરવા મજબૂર કરનાર ત્રણ શિક્ષક સસ્પેન્ડ

Published

on

By


લોધિકા તાલુકાના મોટાવડા ગામે ધો. 11 કોમર્સના વિદ્યાર્થી ધ્રુવીલ વરૂૂએ 19 ઓક્ટોબરના 3 શિક્ષકોના ત્રાસથી સુસાઈડ નોટ લખી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. જે ઘટનામાં વિદ્યાર્થીને મરવા મજબૂર કરનારા આચાર્ય સચિન વ્યાસ, કાયમી શિક્ષક મોસમી શાહ અને જ્ઞાન સહાયક વિભૂતિ જોષી સામે 20 ઓક્ટોબરના લોધિકા પોલિસે એફઆઇઆર દાખલ કરી હતી. જો કે, ત્યારથી એટલે કે, 17 દિવસથી ત્રણેય શિક્ષકો ફરાર છે. આ દરમિયાન આ ત્રણેય શિક્ષકોએ ગોંડલ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. જો કે, તેમની અરજી કોર્ટમાં નામંજૂર થઈ છે. જેથી હવે પોલીસ દ્વારા ત્રણેયની ધરપકડ કરવામાં આવશે.

બીજી તરફ રાજકોટના જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલે ત્રણેય શિક્ષકને સસ્પેન્ડ કર્યા છે અને તેનો રિપોર્ટ રાજ્ય સરકારને મોકલી આપ્યો છે.રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલે જણાવ્યું હતું કે, લોધિકાના મોટાવડાની સરકારી શાળામાં અભ્યાસ કરતા ધોરણ 11ના વિદ્યાર્થી ધ્રુવીલ વરૂૂએ આપઘાત કરી લીધાની ઘટનામાં સ્કૂલના આચાર્ય સહિત ત્રણેય શિક્ષકોનો લેખિત ખુલાસો પૂછવામાં આવ્યો હતો. પરંતુ તેમનો હજુ સુધી જવાબ આપ્યો નથી અને તેમની સામે પોલીસ કેસ પણ નોંધાયો છે. ત્યારે આ બંને બાબતને ધ્યાનમાં ત્રણેય શિક્ષકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તેનો રિપોર્ટ રાજ્ય કક્ષાએ મોકલી દેવામાં આવ્યો છે અને હવે ત્યાંથી જ આ શિક્ષકોને કઈ જગ્યાએ મૂકવા તેનો નિર્ણય થશે.

આ અંગે લોધિકા પોલીસ સ્ટેશનના પીઆઈ શર્માને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, મોટાવડા ગામની સરકારી શાળાના વિદ્યાર્થીએ આપઘાત કરી લીધાની ઘટનામાં ત્રણેય શિક્ષકોએ ધરપકડથી બચવા માટે આગોતરા જામીન મૂક્યા હતા. પરંતુ તે કોર્ટ દ્વારા નામંજૂર થયેલા છે. ત્રણેય શિક્ષકો રાજકોટ રહે છે પરંતુ તેમના ફોન બંધ આવે છે અને તેમના ઘરે તપાસ કરવામાં આવતા ત્યાં પણ હાજર મળી આવ્યા નથી. તેમને ઝડપી લેવા માટે તપાસ ચાલુ છે. સુસાઈડ નોટમાં જેમનો ઉલ્લેખ કરાયો છે તે 3 શિક્ષક સામે વિદ્યાર્થીને મરવા મજબૂર કરવા બદલ બીએનએસ કલમ 108 તથા 54 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Continue Reading

ક્રાઇમ

ગૃહકલેસમાં વૃદ્ધ દંપતી અને પુત્રનો આપઘાતનો પ્રયાસ

Published

on

By

સામાકાંઠે આર્યનગરનો બનાવ: સાસુ-વહુ વચ્ચે અણબનાવમાં રિસામણે બેઠેલી પત્ની સાથે ફોનમાં ચડભડ થયા બાદ પત્ની ઘરે જોવા જતા સાસુ-સસરા અને પતિ ઝેર પીધેલી હાલતમાં મળ્યા

શહેરના સામાકાંઠે સંતકબીર રોડ પર આવેલા આર્યનગરમાં વૃધ્ધ દંપતી અને પુત્રએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા ત્રણેયને સારવાર માટે સીવીલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. સાસુ-વહુ વચ્ચે ચાલતા ઝગડાને કારણે પત્ની રિસામણે ચાલી ગઇ હોય પતીએ સવારે ફોન કરતા પત્ની સાથે ચડભડ થઇ હતી. બાદમાં પત્ની ઘરે જોવા આવતા સાસુ-સસરા અને પતિએ ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. ગૃહકલેશમાં વૃધ્ધ દંપતિ અને પુત્રએ આપઘાતનો પ્રયાસ કર્યાનો જાણવા મળ્યું છે.


જાણવા મળતી વિગતો મુજબ સંતકબીર રોડ પર આર્યનગર શેરી નં.20માં રહેતા ભરતભાઇ શાંતીલાલ કોટેચા (ઉ.વ.70), તેમના પત્ની સરલાબેન ભરતભાઇ કોટેચા (ઉ.વ.70), પુત્ર ગૌરવ ભરતભાઇ કોટેચા (ઉ.વ.35)એ આજે બપોરે પોતાના ઘરે ઝેરી દવા પી લેતા ત્રણેયને સારવાર માટે સીવીલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. સીવીલ ચોકીના સ્ટાફે પ્રાથમીક નોંધ કરી બીડીવીઝન પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પીટલે દોડ જઈ તપાસ હાથ ધરી હતી.


પ્રાથમિક તપાસમાં આપઘાતનો પ્રયાસ કરનાર ગૌરવ એક ભાઇ બે બહેનમાં નાનો અને એલઇડીના શોરૂમમાં નોકરી કરે છે. તેની પત્ની રાધીકા અને માતા સરલાબેન વચ્ચે અવાર નવાર ઝઘડો થતો હોય જેથી રાધીકા આઠેક દિવસ પહેલા રાજકોટમાં જ રહેતા તેના માવતરે રિસામણે ચાલી ગઇ હતી. દરમિયાન આજે સવારે ગૌરવે રાધીકાને ફોન કરી આપણે અલગ રહેવા જતા રહીયે તેમ વાત કરતો હતો દરમિયાન ફોનમાં દંપતી વચ્ચે ચડભડ થતા ગૌરવે ‘હું દવા પી જાઉં છું’ તેમ કહી ફોન કાપી નાખ્યો હતો. જેથી રાધીકાને શંકા જતા તેણી આર્યનગરમાં ઘરે તપાસ કરવા માટે દોડી આવી હતી. દરમિયાન ઘરમાં સાસુ-સસરા અને પતિ ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. જેથી ત્રણેયને સારવાર માટે સિવીલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.


ઉલ્લેખનીય છે કે સાસુ-વહુ વચ્ચે ચાલતા ઝઘડાના કારણે રાધીકાએ પણ બે મહીના પહેલા ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે બી ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Continue Reading

ક્રાઇમ

માનેલા મામાએ સાત વર્ષની ભાણેજ ઉપર આચર્યુ દુષ્કર્મ

Published

on

By

યુનિવર્સિટી રોડ વિસ્તારમાં બનેલી ચોંકાવનારી ઘટના, જે માનેલી બહેન પાસે રાખડી બંધાવતો તેની જ પુત્રીને હવશનો શિકાર બનાવી

એકલતાનો લાભ લઇ બે વખત મોં કાળુ કર્યુ, ભાંડો ફૂટતા પોલીસે રાતોરાત ઝડપી લીધો

રાજકોટમાં દિવાળીના તહેવાર પર માનેલા ભાઈએ બહેનની સગીર પુત્રી સાથે દુષ્કર્મ આચરતાં ખળભળાટ મચી ગયો છે.આ દુષ્કર્મનો બનાવ સામે આવતા યુનિ. રોડ પર રહેતી મહિલાએ ફરીયાદ નોંધાવતા પોલીસે પોકસો અને દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધી આરોપી દિલીપ ચૌહાણ નામના શખ્સની ધરપકડ કરી હતી.ફરિયાદી મહિલા સાથે યુનિ. રોડ પર આવેલી એક હોસ્પિટલમાં સાથે જ નોકરી કરતાં શખ્સે મહિલાના ઘરે પહોંચી એકલતાનો લાભ લઇ પુત્રી સાથે બળજબરી કરી હતી.


બનાવ અંગે યુનિવર્સિટી રોડ પર રહેતી મહિલાએ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે દિલીપ મધુ ચૌહાણ (રહે. રાજકોટ) નામના શખ્સનું નામ આપતાં યુની. પોલીસે દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.ફરિયાદીએ આક્ષેપો સાથે ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેણીના પતિનું બે વર્ષ પહેલાં અવસાન થયેલ છે. હાલ તે તેની 7 વર્ષની પુત્રી સાથે રહે છે.તે યુનિ. રોડ પર આવેલી એક હોસ્પિટલમાં સફાઈ કામદાર તરીકે ચાર વર્ષથી નોકરી કરે છે.તેમની સાથે આરોપી દિલીપ ચૌહાણ પણ સફાઈ કામદાર તરીકે નોકરી કરતો હોય જેથી બંને વચ્ચે પરીચય થયો હતો અને બાદમાં બંને વચ્ચે ભાઈ-બહેનના સબંધ બંધાતા તેણીએ તેને ધર્મનો ભાઈ બનાવી રાખડી પણ બાંધી હતી.


બાદમાં તેમના પતિનું અવસાન થયું હતું.ત્યાર બાદ તેણીની સગીર પુત્રી પણ ક્યારેક ક્યારેક હોસ્પિટલે સાથે આવતી હતી.જેથી આરોપી અને તેની પુત્રીની ઓળખાણ થઈ હતી અને બંને ઓળખતા થયા હતા.તે દરમિયાન આરોપી એક-બે વખત તેમની ઘરે જમવા પણ આવ્યો હતો.


જે બાદ ગઈ તા.4 ના ફરિયાદી તેમના ઘરે પહોંચી ત્યારે ત્યાં એક હોસ્પિટલમાં વપરાતુ કેન પડ્યું હતું.જેથી મહિલાએ શંકા જતા તેમણે કેન વિશે પુત્રીને પૂછતાં હેબતાઈ ગયેલી સગીરાએ ગભરાતા ગભરાતા જણાવ્યું હતું કે, તેણીએ મોટા ભાઇ આવ્યા હતાં અને તે આ કેન લાવ્યા છે. આ વાત કરી દિકરી રડવા લાગી હતી અને રડતાં રડતાં કહ્યું હતું કે દિલીપભાઇએ મને પરાણે કિસ કરી લીધી હતી. તેમજ મારા કપડા ઉતારી નાખી મને સુવડાવી દઇ મારા ઉપર તે સુઇ ગયેલ અને બળજબરી કરતાં મને દુ:ખાવો થવા માંડ્યો હતો.

હું રાડો પાડવા માંડતા દિલીપભાઇએ મને શાંતિ રાખવા કહ્યું હતું. તેમજ આવુ કરવાનું ચાલુ રાખ્યું હતું.થોડીવાર પછી તે નીચે ઉતરી ગયેલ અને તેઓ જતા રહ્યા હતા. ત્યારબાદ મેં બાથરૂૂમમાં જઇ જોતાં મને પગ વચ્ચેથી લોહી નીકળ્યું હતું જે મેં સાફ કરી નાખ્યુ હતું. આ પછી મેં મારી દિકરીને ફરીથી પુછેલુ કે અગાઉ દિલીપભાઇ કયારેય આવ્યા હતાં? ત્યારે દિકરીએ જણાવેલુ કે થોડા દિવસ પહેલા પણ દિલીપભાઇ આવેલ અને ત્યારે તે જ્યુસ લઇને આવ્યા હતાં. ત્યારે પણ મારી સાથે ખરાબ કામ કર્યુ હતું. દિકરીની આ વાત સાંભળી મેં દિલીપને ફોન કરતાં તેણે કહેલું કે મેં આવુ કંઇ કર્યુ નથી.


સગીર પુત્રી સાથે બનેલી આ ઘટનાની વાત સાંભળતાં મહિલાને આઘાત લાગ્યો હતો અને પોતે સગીર પુત્રી સાથે યુનિવર્સિટી પોલીસ મથકે પહોંચી ફરીયાદ નોંધાવી હતી.આ બનાવ અંગેની ફરીયાદ પરથી યૂની.પોલીસે ગુનો નોંધી ઇન્ચાર્જ પીઆઈ કે. જે.કરપડા અને ટીમે આરોપી દિલીપ ચૌહાણ(ઉ.વ.25)ની ધરપકડ કરી આકરી પૂછપરછ શરૂૂ કરી છે. આ મામલે એસીપી રાધિકા ભારાઇએ સમગ્ર ઘટના અંગે વિગતો આપી અને આરોપીની હાલ પૂછપરછ કરવામાં આવી રહી હોવાનું જણાવ્યુ હતુ.

Continue Reading
રાષ્ટ્રીય9 hours ago

ચ્યુગમ ખાવાની આદત હોય તો સાવધાન, સ્વાસ્થ્ય માટે છે ખતરનાક

રાષ્ટ્રીય9 hours ago

દિલ્હીમાં ફરી ગોળીબાર , મીરા બાગમાં એક દુકાન પર 8-9 રાઉન્ડ ફાયરિંગ

ક્રાઇમ9 hours ago

મોટાવડાના છાત્રને મરવા મજબૂર કરનાર ત્રણ શિક્ષક સસ્પેન્ડ

ક્રાઇમ10 hours ago

ગૃહકલેસમાં વૃદ્ધ દંપતી અને પુત્રનો આપઘાતનો પ્રયાસ

ક્રાઇમ10 hours ago

માનેલા મામાએ સાત વર્ષની ભાણેજ ઉપર આચર્યુ દુષ્કર્મ

ગુજરાત10 hours ago

સિવિલ હોસ્પિટલમાં તાલાલાના યુવાનની લાશ 8 કલાક રઝળી

રાષ્ટ્રીય10 hours ago

મહારાષ્ટ્રમાં ભાજપનો ઢંઢેરો: મહિલા-પેન્શનરોને મહિને 2100ની લહાણી

ક્રાઇમ10 hours ago

5 કરોડ આપો નહીતર બાબા સિદ્દિકી જેવા હાલ થશે, હત્યા કેસના સાક્ષીને ધમકી

આંતરરાષ્ટ્રીય10 hours ago

મસ્ક ગેલમાં, સિંક લઇને નીકળ્યા, ફોટો શેર કર્યો

ગુજરાત10 hours ago

છરીની અણીએ લૂંટ ચલાવવાના ગુનામફાં આરોપીને જામીન મુક્ત કરતી કોર્ટ

રાષ્ટ્રીય12 hours ago

‘જેનું પણ ઘર બુલડોઝરથી તોડવામાં આવ્યું છે તેને 25 લાખ રૂપિયા આપો…’ સુપ્રીમ કોર્ટે યોગી સરકારને લગાવી ફટકાર

આંતરરાષ્ટ્રીય12 hours ago

ઐતિહાસિક જીત પર મારા મિત્રને અભિનંદન…પીએમ મોદીએ ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા

આંતરરાષ્ટ્રીય13 hours ago

‘આ ઈતિહાસની સૌથી મોટી રાજકીય ક્ષણ છે…’, અમેરિકાની ચૂંટણીમાં જીત બાદ ટ્રમ્પનો હુંકાર

આંતરરાષ્ટ્રીય10 hours ago

ટ્રમ્પની જીત સાથે ભારતીય મૂળના 6 નેતા અમેરિકન સંસદમાં પહોંચશે

રાષ્ટ્રીય17 hours ago

USમાં ચૂંટણી વચ્ચે શેરબજારમાં જોરદાર તેજી, સેન્સેક્સ 79 હજારને પાર, તો નિફ્ટીમાં પણ ઉછાળો

ક્રાઇમ10 hours ago

ગૃહકલેસમાં વૃદ્ધ દંપતી અને પુત્રનો આપઘાતનો પ્રયાસ

ક્રાઇમ10 hours ago

માનેલા મામાએ સાત વર્ષની ભાણેજ ઉપર આચર્યુ દુષ્કર્મ

રાષ્ટ્રીય10 hours ago

યુપીમાં ટેમ્પો પલટી મારતા 10 લોકોનાં મોત, પાંચ ગંભીર

ગુજરાત10 hours ago

નાગરિક બેંકની ચૂંટણીમાં સહકાર પેનલનો થશે ઝળહળતો વિજય

ગુજરાત10 hours ago

નબીરાઓએ બાઇક પર સ્ટંટ કરી ફટાકડા ફોડયા

Trending