ચોટીલાના દેવસર ગામે ઠેસ વાગતાં ફ્રેકચર થવાથી ચાલીને ઓપરેશન થિયેટરમાં ગયો ને લાશ બહાર આવી: વાંકાનેરના તબીબ સામે બેદરકારીનો પરિવારનો આક્ષેપ
ચોટીલાનાં દેવસર ગામે રહેતો અને ધો. 4 મા અભ્યાસ કરતો છાત્ર બપોરે રીશેસમા સ્કુલેથી ઘર નાસ્તો કરવા જતો હતો ત્યારે અકસ્માતે ઠેસ વાગતા ગબડી પડયો હતો. બાળકને હાથમા ફેકચર આવતા પરીવાર દ્વારા વાંકાનેર ખાતે આવેલી હરી ઓમ હોસ્પીટલમા દાખલ કરવામા આવ્યો હતો જયા હાથનાં ફેકચરનાં ઓપરેશન માટે બાળક ચાલીને ઓપરેશન થીયેટરમા ગયો હતો જયા તબીબે એથેસ્થેસીયા આપ્યા બાદ બેભાન થયેલો બાળક ભાનમા ન આવતા મોત નીપજયુ હતુ. તબીબોની બેદરકારીને કારણે માસુમ બાળકનુ મોત નીપજયુ હોવાનુ પરીવાર દ્વારા આક્ષેપ કરવામા આવ્યો છે.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ ચોટીલા તાલુકાનાં દેવસર ગામે રહેતો અને ગામમા જ આવેલી સરકારી સ્કુલમા ધો. 4 મા અભ્યાસ કરતો વનરાજ ધનજીભાઇ મેસરીયા નામનો 10 વર્ષનો માસુમ 11 વાગ્યે સ્કુલે ગયો હતો અને બાદમા બપોરે સ્કુલમા રીશેસનાં સમયે વનરાજ મેસરીયા પોતાનાં ઘરે નાસ્તો કરવા આવતો હતો ત્યારે રસ્તામા ઠેસ વાગતા ગબડી પડયો હતો બાળકને હાથનાં ભાગે ફેકચર આવતા પરીવાર દ્વારા બાળકને તાત્કાલીક સારવાર માટે વાંકાનેર ખાતે આવેલી હરી ઓમ ખાનગી હોસ્પીટલમા દાખલ કરવામા આવ્યો હતો. જયા બાળકનુ સારવાર દરમ્યાન મોત નીપજતા પરીવારમા અરેરાટી સાથે કલ્પાંત સર્જાયો છે. બાળકનુ તબીબોની બેદરકારીથી મોત નીપજયુ હોવાનો પરીવાર દ્વારા સનસનીખેજ આક્ષેપ કરવામા આવ્યો હતો.
પરીવારની પ્રાથમીક પુછપરછમા મૃતક વનરાજ મેસરીયાનાં પિતા ખેતીકામ કરી પરીવારનુ ગુજરાન ચલાવે છે. મૃતક વનરાજ મેસરીયા બે ભાઇ બે બહેનમા મોટો અને ધો. 4 મા અભ્યાસ કરતો હતો. વનરાજ 11 વાગ્યે સ્કુલમા ગયા બાદ 1 વાગ્યાનાં રીશેસના સમય દરમ્યાન તે ઘરે નાસ્તો કરવા આવતો હતો ત્યારે ઠેસ વાગતા હાથમા ફેકચર થયુ હતુ. હરી ઓમ હોસ્પીટલમા હાથનાં ઓપરેશન માટે વનરાજ મેસરીયા ઓપરેશન થીયેટરમા પોતાની જાતે ચાલીને ગયો હતો જયા તબીબે તેને એનેસ્થેસીયા આપ્યા બાદ બેભાન થયેલો બાળક ભાનમા ન આવતા ઓપરેશન થીયેટરમા ચાલીને ગયેલા બાળકની લાશ બહાર આવી હતી. જેથી તબીબોએ આપેલા એનેસ્થેસીયાનાં કારણે મોત નીપજયુ હોવાનો પરીવાર દ્વારા આક્ષેપ કરવામા આવ્યો છે. આક્ષેપનાં પગલે વાંકાનેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
