શહેરના માધાપર ચોકડી પાસે રહેતા વૃધ્ધ બાઇક લઇ પડધરીમાં ભરાતા સોમવારી બજારમાં કપડા વેંચવા જતા હતા ત્યારે પડધરી નજીક ઇકો કારના ચાલકે બાઇકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલા વૃધ્ધને સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાતા તેમનુ સારવાર દરમ્યાન મોત નીપજ્યુ હતું.
જાણવા મળતી વિગત મુજબ માધાપર ચોડકી નજીક નવી કોર્ટ સામે સીંધી સોસાયટીમાં રહેતા સતીષભાઇ મોહનભાઇ ચાવલા (ઉ.વ.75)નમના વૃધ્ધ ગત તા.2ના બપોરે પોતાનુ બાઇક લઇ જતા હતા.
ત્યારે પડધરી બાયપાસ નજીક ઇકો કારના ચાલકે બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં વૃધ્ધને માથાના ભાગે તા શરીરે ગંભીર ઇજા થતા સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયા તેમનુ સારવાર દરમ્યાન આજે સવારે તેમનુ મોત નીપજ્યુ હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી પડધરી પોલીસને જાણ કરતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસમાં મૃતક ત્રણભાઇ ચાર બહેનમાં વચેટ અને તેમને સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી હોવાનુ જાણવા મળ્યુ છે. તેઓ કપડાનો વેપાર કરતા હોય પડધરીમાં ભરાતી સોમવારી બજારમાં કપડા વેચવા જતા હતા ત્યારે અકસ્માત નડતા તેમનુ મોત થયુ હતુ આ બનાવથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.
