સો.મીડિયાની ‘સિંહણ’ કીર્તિ કોર્ટના આંગણે ચોધાર આંસુએ રડી

ખંડણીના કેસમાં જામીન મળ્યા તો ડૂબકી મારવાના કેસમાં ભવનાથ પોલીસ મથકમાં હાજર રહેવા નોટિસ અપાઈ વિવાદોમાં ઘેરાયેલી કીર્તિ પટેલને કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે.…

ખંડણીના કેસમાં જામીન મળ્યા તો ડૂબકી મારવાના કેસમાં ભવનાથ પોલીસ મથકમાં હાજર રહેવા નોટિસ અપાઈ

વિવાદોમાં ઘેરાયેલી કીર્તિ પટેલને કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. જેમાં 20 લાખના ખંડણીના કેસમાં તેના જામીન કોર્ટે મંજૂર કર્યા છે. રિમાન્ડ પૂર્ણ થયા બાદ પોલીસ દ્વારા તેને કોર્ટમાં રજૂ કરવામાં આવી છે. કીર્તિ પટેલ દ્વારા જામીન મેળવવા માટે કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ જામીન અરજી પર કોર્ટમાં દલીલો થઈ હતી. જેમાં બંન્ને પક્ષના વકીલોની દલીલો બાદ કોર્ટે જામીન આપ્યા છે. રિમાન્ડ પૂર્ણ થતા કીર્તિ પટેલ દ્વારા જામીન અરજી મૂકવામાં આવી હતી.

કીર્તિ પટેલને કોર્ટ દ્વારા 20 લાખની ખંડણી માગ્યાના કેસમાં જામીન પર મુક્ત કરવામાં આવી છે. જોકે તેને ભવનાથ પોલીસ સ્ટેશનના ગુનામાં કીર્તિ પટેલને હાજર રહેવા ફરમાન જાહેર કરવામાં આવ્યું છે. આજે સવારે 11 વાગ્યે પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલને હાજર રહેવા માટે ફરમાન આપવામાં આવ્યું છે.ભૂતકાળમાં વિવાદોથી ઘેરાયેલી કીર્તિ પટેલ મહાશિવરાત્રીની રાતથી જ ફરી ચર્ચામાં આવી છે. ભવનાથના મંદિરમાં આવેલા મૃગી કુંડમાં મહાશિવરાત્રીએ નાગા સાધુઓની રવેડી પૂર્ણ થયા બાદ રાતે શાહી સ્નાન થાય છે. આ વખતે સાધુ સંતોની સાથે કીર્તિ પટેલે પણ સ્નાન કરતા નવો જ વિવાદ ઉઠ્યો હતો. આ વિવાદ બાદ કીર્તિ પટેલ પર ત્રણ ફરિયાદો નોંધાઈ હતી. ફરિયાદ નોંધાયા બાદ કીર્તિ પટેલ રાજસ્થાન ભાગી ગઈ હતી. જોકે, પોલીસે કીર્તિ પટેલને રવિવારે જ દબોચી લીધી છે. કીર્તિ પટેલ 23 ફેબ્રુઆરી સાંજે ચાર વાગ્યા સુધી રિમાન્ડ પર હતી. રિમાન્ડ બાદ કીર્તિને આજે ફરીથી કોર્ટમાં રજૂ કરવામાં આવી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આવેલી કીર્તિ પટેલે કોર્ટમાં જતાં પહેલાં રડતાં રડતાં ન્યાયની માગણી કરી હતી.

કીર્તિ પટેલના રિમાન્ડ પૂરા થયા બાદ તેને જૂનાગઢ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. પોલીસના ચુસ્ત બંદોબસ્તમાં કોર્ટ પરિસરની અંદર લઈ જતા કીર્તિ પટેલ ચોંધાર આંસુએ રડી પડી હતી. કીર્તિએ રડતાં રડતાં જણાવ્યું હતું કે, મીડિયા હાજર રહીને યોગ્ય ન્યાય અપાવે. નોંધનીય છે કે, ભવનાથમાં સાધ્વીની જેમ ભગવા વસ્ત્રો પહેરીને મૃગીકુંડમાં સ્નાન કરવા ગયેલી કીર્તિ પટેલ સામે સાધુ-સંતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.કીર્તિ પટેલના વિવાદમાં જૂનાગઢ પોલીસમાં કુલ ત્રણ ફરિયાદો નોંધાઈ છે. પ્રથમ ફરિયાદ મહિલા પોલીસ અધિકારીએ નોંધાવી હતી, જેમાં ફરજમાં રુકાવટ અને મહિલા પીઆઇને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપ છે. બીજી ફરિયાદ પ્રભાસ પાટણના સાધુ દ્વારા નોંધાવાઈ હતી જેમાં મૃગીકુંડમાં સ્નાન કરી સંતોની આસ્થાને ઠેસ પહોંચાડવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *