બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ખાંભડા ગામે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડી કટિંગ થઈ રહેલા દારૂૂનો જથ્થો ઝડપી પાડયો છે. એસએમસીએ રૂૂ.એક કરોડથી વધારેની કિંમતની વિદેશી દારૂૂની કુલ 16 હજાર કરતા વધારે બોટલ ઝડપી લીધી છે. જ્યારે રેઈડ દરમિયાન એસએમસીના અધિકારીઓને થાપ આપી બુટલેગરો નાસી છૂટયા હતા.
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ખાંભડા ગામે ખુલ્લી જગ્યામાં વિદેશી દારૂૂ બહારથી લાવી કટિંગ થઈ રહ્યો હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડયો હતો. જ્યાં પોલીસને જોઈને બુલટલેગરો ફરાર થયાં હતા. બીજી તરફ સ્ટેટ મોનિટરિંગ સેલે અહીંથી રૂૂ.1,28,84,700ની કિંમતની ભારતીય બનાવટની વિદેશી દારૂૂની કુલ 16,820 બોટલ તથા ટ્રક, કાર, પીકઅપ વાહન અને બાઈક સહિત રૂૂ.52,10,000ની કિંમતના કુલ પાંચ વાહનો સહિત કુલ રૂૂ.1,80,95,200નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.
આ મામલે સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરના પોલીસ મથકમાં દારૂૂ મંગાવનાર હિતેન્દ્ર ઉર્ફે મુન્નો અનકુભાઈ ખાચર (રહે.ખાંભડા), વિજય રવુભાઈ બોરીચા (રહે.રાયપર, તા.ગઢડા), દારૂૂનો જથ્થો મોકલનાર, જીજે-01-કેએમ-0001 અને જીજે-13-એએમ-7113 નંબરની કારના માલિક તથા જીજે-37-ટી-2425 અને જીજે-19-વાય-0488 નંબરના પીકઅપ વાહનના માલિક, જીજે-12-બીવી-9986 નંબરના ટ્રકના માલિક તથા ડ્રાઈવર અને જીજે-33-જે-4692 નંબરની બાઈકના માલિક સામે ગુનો નોંધી આગળની તપાસ આપી છે. સ્ટેટ મોનિટરિંગ સેલે બરવાળા પંથકમાંથી આટલી મોટી માત્રામાં દારૂૂનો જથ્થો ઝડપી લેતા સ્થાનિક પોલીસ ઉંઘતી ઝડપાઈ છે.
