પીએમ મોદી પ્રથમ સ્વદેશી સેમિક્ધડકટર ચિપનું કરશે લોકાર્પણ

ગુજરાતમાં પાલિકા-મહાનગર પાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણી જાહેર થાય તે પહેલા વડાપ્રધાન મોદીનો ગુજરાતનો પ્રવાસ ગોઠવાઇ રહ્યો છે અને ચાલુ માસના અંતે જ પી.એમ.મોદી ગુજરાતના…

ગુજરાતમાં પાલિકા-મહાનગર પાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણી જાહેર થાય તે પહેલા વડાપ્રધાન મોદીનો ગુજરાતનો પ્રવાસ ગોઠવાઇ રહ્યો છે અને ચાલુ માસના અંતે જ પી.એમ.મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યાનું જાણવા મળે છે.

આ વખતે વડાપ્રધાન મોદી સાણંદ ખાતેના પ્લાન્ટમાં બનેલી પ્રથમ સ્વદેશી સેમિક્ધડકટર ચીપનું લોકાર્પણ કરનાર હોવાનુ જાણવા મળે છે. જો કે, હજુ આ કાર્યક્રમ પ્રાથમિક તબકકે છે. ચિપ્સ લોકાર્પણ સિવાયના અન્ય વિકાસકાર્યોના પણ લોકાર્પણ ખાતમુહૂર્તનું લિસ્ટ બની રહ્યુ છે.

મળતી માહિતી અનુસાર 28 ફેબ્રુઆરીના રોજ પીએમ મોદી ગુજરાત આવે તેવી પ્રબળ શક્યતા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ સાણંદ ખાતે સ્થાપિત થનારા સેમિક્ધડક્ટર પ્લાન્ટની મુલાકાત લેશે.

સાણંદમાં બની રહેલા આ સેમિક્ધડક્ટર પ્લાન્ટને ભારતના ટેકનોલોજી ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ તરીકે જોવામાં આવી રહ્યો છે. આ દરમિયાન વડાપ્રધાન મોદી ભારતમાં બનેલી પ્રથમ સ્વદેશી ચીપનું લોન્ચિંગ પણ કરશે. જે મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત અભિયાન માટે ઐતિહાસિક ક્ષણ ગણાશે. પીએમ મોદીના આ પ્રવાસ દરમિયાન અન્ય અનેક વિકાસલક્ષી કાર્યક્રમો પણ યોજાવાની શક્યતા છે. પીએમઓ દ્વારા કાર્યક્રમો પર આખરી નિર્ણય લેશે.

ઉલ્લેખનીય છે કે, ચીન અને અમેરિકા સાથે ભારતના સબંધો તંગ બન્યા બાદ દેશમાં સેમિક્ધડકર ચીપની તંગીનો મુદ્દો ઉઠયો હતો અને વડાપ્રધાન મોદીએ અંગત રસ દાખવી તાબડતોબ વિવિધ કંપનીઓ સાથે બેઠકો યોજી ગુજરાતમાં સેમિક્ધડકટર પ્લાન્ટની કામગીરી શરૂ કરાવી હતી.
હવે સાણંદ ખાતે સ્થાપવામાં આવેલા આ પ્લાન્ટમાં સેમિક્ધડકટર ચિપનું ઉત્પાદન શરૂ થઇ ગયુ છે અને 28મીએ વડાપ્રધાન મોદી પહેલી સ્વદેશી ચિપનું લોકાર્પણ કરે તેવો તખતો ઘડાઇ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *