મંડળીમાં ઉંચા વળતરની લાલચ આપી છ રોકાણકારો સાથે 26 લાખની ઠગાઇ

મંડળીમાં રોકાણ પર સારા વળતરની લાલચ આપી છ.રોકાણકારોના રૂૂા.ર9 લાખ ઓળવી જવા અંગે વિશાલ પરબતભાઈ સોનારા (રહે. ત્રિલોક પાર્ક, મોરબી બાયપાસ રોડ) વિરૂૂધ્ધ ગાંધીગ્રામ પોલીસ…

મંડળીમાં રોકાણ પર સારા વળતરની લાલચ આપી છ.રોકાણકારોના રૂૂા.ર9 લાખ ઓળવી જવા અંગે વિશાલ પરબતભાઈ સોનારા (રહે. ત્રિલોક પાર્ક, મોરબી બાયપાસ રોડ) વિરૂૂધ્ધ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

વધુ વિગતો મુજબ,ગવલીવાડ શેરી નં.12માં રહેતાં શહેનાઝબેન દલવાણી (ઉ.વ.40)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તે ઈમિટેશન વસ્તુઓનું વેચાણ કરે છે. પતિ અલ્તાફભાઈ ડ્રાઈવર છે. એકાદ વર્ષ પહેલાં ન્યારા ગામમાં પિયરમાં ગયા હતા. તે વખતે સાંગ્રીલા સોસાયટીમાં રહેતાં પાંચાભાઈને લોનની જરૂૂરિયાત બાબતે વાત કરી હતી. જેણે વિશાલનો નંબર આપ્યો હતો. તેનો સંપર્ક કરી બેન્કમાં મુકેલા દાગીના છોડાવવા લોનની જરૂૂરિયાત હોવાનું કહ્યું હતું. જેથી તેણે બીજે દિવસે માધાપર ચોકડીએ બોલાવતાં બહેનપણી શબાનાબેન સૈયદ સાથે તેને મળ્યા હતા.

તે વખતે વિશાલે કહ્યું કે શિતલ પાર્ક ચોકમાં આવેલી મંડળીમાં એજન્ટ તરીકે કામ કરે છે. મંડળી મારફત અલગ-અલગ ફાયનાન્સ કંપનીમાં રોકાણ કરાવે છે. જેમાં ખૂબ સારૂૂ ફવળતર મળે છે. આ રીતે તેને અને તેના પરિચીતોને રોકાણ કરવાનું કહ્યું હતું. એટલું જ નહીં દાગીના છોડાવવા માટે પાંચ લાખની લોન કરાવી આપવાની પણ વાત કરી હતી. તેણે મંડળીમાં ત્રણ લાખના રોકાણ પછી દર મહિને રૂૂા.14 હજારનો હપ્તો વળતર સ્વરૂૂપે મળશે તેવી પણ લાલચ આપી હતી.

આ પછી તેણે વિશાલને રૂૂા. 3 લાખ આપ્યા હતા. પરંતુ મહિનાના અંતમાં વળતરના રૂૂા. 14 હજાર નહીં આવતાં કોલ કર્યો હતો. તે વખતે વિશાલે કહ્યું કે તે હવે બીજી મંડળીમાં એજન્ટ તરીકે લાગી ગયો છે. જેથી રૂૂપિયાનું ત્યાં રોકાણ કર્યું છે. આ પછી રૂૂા.પ લાખનો ચેક આપ્યો હતો. સાથો-સાથ બીજી મંડળીમાં રોકાણ કરવાની પણ લાલચ આપતાં તેણે વધુ રૂૂા.3 લાખ આપ્યા હતા. ત્યારબાદ કટકે-કટકે મળી રૂૂા. 12 લાખ આપ્યા હતા. જેના બદલામાં 34 લાખ રૂૂપિયા આપવાની વાત કરી હતી.

સિકયુરિટી પેટે ચાર ચેક આપ્યા હતા.આ જ રીતે તેની બહેનપણીઓમાં શબાનાબેન, યાશ્મીનબેન અબ્દુલભાઈ બુકેરા, રઝિયાબેન સાજીદભાઈ દલવાણીએ રૂૂ.3-3 લાખ, શહેનાઝબેન રફિકભાઈ છછરે રૂૂા.ર લાખ અને સાનમહંમદ જલામિયા કાદરીએ રૂૂા. 3 લાખનું રોકાણ કર્યું હતું. આ રીતે આ તમામના મળી રૂૂા.26 લાખ ઓળવી લીધા હતા.રૂૂપિયાની માંગણી કરતા ધમકી આપી હતી.આ મામલે હાલ પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *