હોળીમાં ઢોલ વગાડવા આવેલો ફલ્લાનો યુવાન રાત્રે મહિલા મિત્રને મળવા જતા તેના પરિવારે ધોકાવ્યો

પોપટપરાનો બનાવ, મહિલાનો 18 વર્ષનો પુત્ર જાગી જતા દેકારો થયો બાકીના બધાએ માર મારી યુવાનનો હાથ ભાંગી નાખ્યા જામનગરના ફલ્લા ગામેથી રાજકોટ પરણિત સ્ત્રીને મળવા…

પોપટપરાનો બનાવ, મહિલાનો 18 વર્ષનો પુત્ર જાગી જતા દેકારો થયો બાકીના બધાએ માર મારી યુવાનનો હાથ ભાંગી નાખ્યા

જામનગરના ફલ્લા ગામેથી રાજકોટ પરણિત સ્ત્રીને મળવા આવેલા યુવકને બેફામ ફટકારી માર માર્યો હતો.તેને મોઢે ગંભીર ઈજા થઈ હતી,હાથ ભાંગી ગયો હતો.ઈજાગ્રસ્ત મુકેશ મકવાણાને સિવિલમાં દાખલ કરાયો છે. પ્ર.નગર પોલીસે નિવેદન લઈ તપાસ હાથ ધરી હતી.

વધુ મળતી માહિતી મુજબ,જામનગર જિલ્લાના ફલ્લા ગામે રહેતા મુકેશ માધવજી મકવાણા (ઉ.24) ગઈકાલે રાત્રે 12:30 વાગ્યાં આસપાસ રાજકોટના પોપટપરામાં હતો ત્યારે સામેવાળા લોકોએ ઝઘડો કરી ધોકાથી માર મારતા રાજકોટ સિવિલમાં દાખલ કરાયો હતો.મૂકેશે જણાવ્યું કે, પોતે સફાઈ કામ અને ઢોલ વગાડવાનું કામ કરે છે ગઈકાલે હોળીનો તહેવાર હોવાથી તે રાજકોટમાં ગાંધીગ્રામ વિસ્તારમાં લાખના બંગલા પાસે એક હોળીના આયોજનમાં પોતાના ગામના યુવાનો સાથે ઢોલ વગાડવા માટે આવ્યો હતો.

ત્યારે તેને એક પરિણીત સ્ત્રી સાથે સંબંધ હોય અને આ સ્ત્રી રાજકોટના પોપટપરામાં રહેતી હોય રાત્રે 12 વાગે આ મહિલાનો ફોન આવ્યો અને મુકેશને મળવા માટે બોલાવ્યો હતો.જેથી મુકેશ પોતાનું ઢોલ વગાડવાનું કામ પૂર્ણ કરી રાત્રે એકલો પોપટપરામાં તે મહિલાના ઘરે પહોંચ્યો હતો.દરમિયાન રાત્રિના અંધારામાં આ મહિલાનો 18 વર્ષીય પુત્ર મુકેશને જોઈ ગયો હતો.જેથી મુકેશને પકડીને તેની સાથે ઝઘડો ચાલુ કર્યો હતો દેકારો થતા ઘરના અન્ય સભ્યો પણ દોડી આવ્યા હતા.

બાદમાં ઉશ્કેરાયેલા લોકોએ મુકેશને ધોકા વડે મારમાર્યો હતો જેમાં મુકેશને આંખની ઉપર કપાળના ભાગે મોઢે અને હાથે તેમજ શરીરે ઇજાઓ થઈ હતી મુકેશે ફોન કરીને ફલ્લાથી તેની સાથે આવેલા તેના ભાઈને બોલાવ્યો હતો અને ત્યારબાદ મુકેશને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. મુકેશએ જણાવ્યું કે, આશરે પાંચેક મહિના પહેલા એક મરણ પ્રસંગે ઉત્તર ક્રિયાની વિધિ દરમિયાન તેનો પરિચય મહિલા સાથે થયો હતો.બાદમાં મોબાઈલ નંબરની આપ લે થઈ હતી અને બંને ફોન ઉપર વાતચીત કરતા હતા.હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *