શિવરાત્રીના મેળાનું કુંભમેળાની તર્જ પર આયોજન

જૂનાગઢના ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્ત્વ ધરાવતા ભવનાથ મહાદેવના મેળાને લઈને મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જૂનાગઢના આગેવાનો, સંતો-મહંતો, વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ…

જૂનાગઢના ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્ત્વ ધરાવતા ભવનાથ મહાદેવના મેળાને લઈને મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જૂનાગઢના આગેવાનો, સંતો-મહંતો, વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ તેમજ રાજ્ય સરકારના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

બેઠક દરમિયાન રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું કે ભવનાથ મેળાનું આયોજન કુંભ મેળાની તર્જ પર કરવામાં આવશે. લાખોની સંખ્યામાં ઉમટતા શ્રદ્ધાળુઓની સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા, આરોગ્ય સેવાઓ, સ્વચ્છતા, પીવાના પાણી, નિવાસ અને ધાર્મિક કાર્યક્રમોની વ્યવસ્થાને કેન્દ્રમાં રાખી વિસ્તૃત આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને ગિરનાર પર્વત વિસ્તારમાં ભીડ નિયંત્રણ અને વ્યવસ્થા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવાની પણ ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. સંતો અને મહંતોએ પણ પોતાના સૂચનો રજૂ કર્યા હતા. તેમણે પરંપરાગત રીતિ-રીવાજો જાળવી રાખવાની સાથે આધુનિક વ્યવસ્થાઓ ઉમેરવાની જરૂૂરિયાત ઉપર ભાર મૂક્યો. સ્થાનિક આગેવાનોએ જુનાગઢ શહેર પર પડતા ભારને ધ્યાનમાં રાખી પાર્કિંગ, ટ્રાફિક ડાયવર્ઝન અને વેપારીઓ માટે માર્ગદર્શિકા બનાવવાની માંગ કરી હતી.

વહીવટી અધિકારીઓએ પ્રાથમિક આયોજનની રૂૂપરેખા રજૂ કરી અને વિવિધ વિભાગો વચ્ચે સંકલન સાધીને સમયસર કામગીરી પૂર્ણ કરવાની ખાતરી આપી. આ સાથે આપત્તિ વ્યવસ્થાપન, ફાયર સેફ્ટી અને આરોગ્ય વિભાગની તૈયારીઓની પણ સમીક્ષા કરવામાં આવી.

ધારાસભ્ય સંજય કારડીયાએ જણાવ્યું હતું કે, ભવનાથમાં દર વર્ષે પવિત્ર શિવરાત્રિ મેળાનું આયોજન થાય છે અને વર્ષે વર્ષે શ્રદ્ધાળુઓની સંખ્યા નોંધપાત્ર રીતે વધી રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આજે જુનાગઢના સંતો, મનપાના પદાધિકારીઓ અને રાજ્ય સરકાર વચ્ચે મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા. ચર્ચાનો મુખ્ય ઉદ્દેશ ભવનાથ મેળાને તેની મૂળ આધ્યાત્મિક ઓળખ સાથે જાળવી રાખીને તેને સાધુ-સંતોનો પવિત્ર મેળો બનાવવાનો અને સાથે સાથે તેને વિશ્વ ફલક પર ઓળખ અપાવવાનો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *