ભાવનગરમાં પુત્રને તેડવા આવેલા જમાઇએ સાસુ અને મામાજીને છરી ઝીંકી

ભાવનગરમાં કરચલીયાપરામાં રહેતા પરિવારના ઘરે દીકરીના પતિ, જેઠ તથા વેવાણએ આવી બે મહિનાના દીકરાને લઈ જવો છે તેમ કહી ગાળો આપી ઢીંકા પાટુનો માર મારી…

ભાવનગરમાં કરચલીયાપરામાં રહેતા પરિવારના ઘરે દીકરીના પતિ, જેઠ તથા વેવાણએ આવી બે મહિનાના દીકરાને લઈ જવો છે તેમ કહી ગાળો આપી ઢીંકા પાટુનો માર મારી યુવતીની માતા તથા તેના મામાને છરીના ઘા ઝીકી દીધા હતા આ બનાવ અંગે મહિલાએ તેના જમાઈ, તેનો ભાઈ અને વેવાણ સામે ફરિયાદ નોંધાવતા ગંગાજળિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત થતી માહિતી મુજબ શહેરના મામાકોઠા બાલા ભગતના ચોકમાં કરચલીયાપરા ભાવનગર ખાતે રહેતા મનીશાબેન યોગેશભાઈ કેશુભાઈ રાઠોડ ઉ.વ.40એ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે બપોરના સમયે મારી દિકરી ધ્રુતી, મારા પતિ તથા મારા ભાઈ આકાશભાઈ ખુશાલભાઈ ચુડાસમા ઘરે હતા ત્યારે મારો જમાઈ આદર્શભાઈ તથા તેનો મોટો ભાઈ હર્ષભાઈ રાકેશભાઈ મેર તથા વેવાણ મારી દિકરીના સાસુ કંચનબેન રાકેશભાઈ મેર આ ત્રણેય જણા ત્યાં આવેલ અને મારા જમાઈ આદર્શ મારી દિકરીને કહેલ કે મારે મારા દિકરાને લઈ જાવો છે.

તેમ કહેતા મારી દિકરીનો દિકરો ધ્રુઅર્થ હજી બે મહીનાનો છે તેમ કહેતા સાથે આવેલા મારા વેવાણ, જમાઈ સહીત ત્રણેય જણા જોરજોરથી બોલવા લાગેલા અને જમાઈએ તેની પાસે રહેલી છરી કાઢી મારી દિકરીને ઢીકાપાટુનો માર મારેલ ઝગડામાં વચ્ચે પડતા પોતાને તથા મારા ભાઈને છરીથી ઈજા કરેલ અને મારા ભાઈને માથાના ભાગે ઢીકાપાટુ કરેલ અને મારી દિકરીના સાસુએ જેમફાવે તેમ મને ગાળો આપી ઝગડો કરેલ જમાઇએ મને તથા મારી દિકરી તથા મારા પતિ તથા મારા ભાઈને જેમફાવે તેમ ગાળો આપી મારી દિકરી ધ્રુતીને કહેલ કે તુ ઘરે આવે એટલે તને જીવતી નહી રહેવા દઉં તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી નાશી ગયેલ આ બનાવ અંગે ગંગાજળિયા પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *