પોલીસ ભરતીના ઉમેદવારો માટે હેડકવાર્ટરના મેદાનો ખુલ્લા મુકાશે

ગુજરાતમાં ખાખી વર્દી પહેરવાનું સપનું જોતા લાખો યુવાનો માટે સુવર્ણ અવસર આવી ગયો છે. એક તરફ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ઐતિહાસિક ભરતીની જાહેરાત કરવામાં…

ગુજરાતમાં ખાખી વર્દી પહેરવાનું સપનું જોતા લાખો યુવાનો માટે સુવર્ણ અવસર આવી ગયો છે. એક તરફ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ઐતિહાસિક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, તો બીજી તરફ ઉમેદવારોની તૈયારી માટે સરકાર પણ સક્રિય બની છે. અહેવાલો મુજબ, નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉમેદવારોને તૈયારીમાં કોઈ કચાશ ન રહે તે માટે વિશેષ આયોજન કરી રહ્યા છે.

પોલીસ ભરતીમાં ફિઝિકલ ટેસ્ટ ખૂબ જ મહત્વની હોય છે, અને ઘણા ઉમેદવારોને દોડવા માટે યોગ્ય મેદાન કે સુવિધા મળતી નથી. આ સમસ્યાના ઉકેલ રૂૂપે, સરકાર આગામી દિવસોમાં રાજ્યના તમામ જિલ્લાના પોલીસ હેડક્વાર્ટર (ઙજ્ઞહશભય ઇંયફમિીફિયિંતિ) અને પોલીસ લાઈન્સના મેદાનો ઉમેદવારોની પ્રેક્ટિસ માટે ખુલ્લા મૂકવાની વિચારણા કરી રહી છે. આ અંગે ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત થઈ શકે છે.

માત્ર મેદાન જ નહીં, પણ ઉમેદવારોને યોગ્ય દિશામાં તાલીમ મળે તે માટે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની મદદ લેવામાં આવશે. જઅૠ ના નિષ્ણાત કોચ દ્વારા ઉમેદવારોને દોડ અને શારીરિક કસોટી માટેનું વ્યવસ્થિત માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે, જેથી ગ્રામીણ વિસ્તારના યુવાનો પણ પોલીસ ફોર્સમાં જોડાઈ શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *