પાંચ દોષિતોને સજા જાહેર થાય તે પહેલા સજાની અવધી અંગે આખરી દલીલ
ગીર સોમનાથ જીલ્લામાં દસ વર્ષ પહેલા તા.11 જુલાઈ 2016 ના દિવસે ઉના ના મોટા સમઢીયાળા ગામે અનુસુચિત જાતિના લોકો પશુનું ચામડું ઉતારી રહ્યા હતા ત્યારે મૃત પશુ ગાય છે અને ગૌહત્યા કરી છે, તેવો આરોપ મૂકીને અનુસૂચિત જાતિના ચાર લોકોને કાર પાછળ બાંધીને બેરહેમીથી માર માર્યો હતો. રાષ્ટ્રીય સ્તરે ચગેલા આ કેસમાં દસ વર્ષ પછી ચુકાદો આવ્યો છે. ઉનાના ચર્ચિત દલિતકાંડ કેસમાં કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો જાહેર કર્યો છે. લાંબી કાનૂની પ્રક્રિયા બાદ અદાલતે આ કેસમાં પાંચ આરોપીઓને દોષિત ઠેરવ્યા છે, જ્યારે અન્ય 35 વ્યક્તિઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરી મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. આજે દોષિત આરોપીઓની સજાનું એલાન થનાર હોય, કોર્ટ પરિસરમાં સજજડ પોલીસ બદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
વર્ષ 2016ના 11 જુલાઈ એ ઉનાના સમઢીયાળા ગામે કથિત ગૌરક્ષકો દ્વારા ચાર અનુસૂચિત જાતિના યુવાનોને માર માર્યો હતો અને અર્ધ નગ્ન કરીને ઝાયલો ગાડી પાછળ બાંધી ઊનામાં જાહેરમાં સરઘસ કાઢ્યું હતું.
આ અંગેની એફ આઇઆર અને લાંબી કાનૂની લડત બાદ ગીર સોમનાથ જિલ્લા સરકારી વકીલ કેતનસિંહ વાળા એ ચુકાદા અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ કેસમાં એક દાયકા સુધી ચાલેલી કોર્ટ કાર્યવાહીમાં આશરે ર40 જેટલા સાહેદોને તપાસેલ અને લેખીત તથા મૌખિક દલીલો કરેલ તેના આધારે વેરાવળના સ્પે.એટ્રોસીટી કોર્ટના જજ શ્રી જે.જે.પંડ્યા એ ઈ.પી.કો. કલમ 3ર3, 3ર4, 34ર, પ04 તેમજ એટ્રોસીટી એકટની કલમ 3 (1) (ડી) તથા 3 (1) (ઈ), (આર), (એસ), (યુ) અન્વયે કોર્ટે પાંચ શખ્સને ગુનામાં સંડોવાયેલા ગણી દોષિત જાહેર કર્યા છે. આ કેસમાં 40 આરોપીઓના નામ સામેલ હતા તેમાંથી પાંચ ને દોષિત ઠેરવવામાં આવ્યા છે જેમાં (1) રમેશ ભગવાન જાદવ, (ર) રાકેશ રસીક જોશી (3) નાગજી ડાયા વાણીયા (4) પ્રમોદગીરી રમેશગીરી ગૌસ્વામી અને (પ) બળવંત ગીરી ગોસ્વામી ને દોષિત જાહેર કર્યા છે પરંતુ તેમને કેટલી સજા થશે તે અંગેનો નિર્ણય હાલ મોકૂફ રાખવામાં આવ્યો છે. અદાલતના જણાવ્યા અનુસાર, આજે બચાવ પક્ષ અને સરકારી પક્ષના વકીલ સજાની અવધિ અંગે આખરી દલીલ કરશે.
આ દલીલો પૂર્ણ થયા બાદ કોર્ટે પોતાનો અંતિમ ચુકાદો સંભળાવશે અને આ કેસમાં સામેલ અન્ય તમામ આરોપીઓ વિરુદ્ધ પૂરતા પુરાવા ન મળતા કોર્ટે તેમને નિર્દોષ જાહેર કરી છોડી મૂક્યા હોવાનું જણાવેલ છે.આ અંગેની વિગતો આપતા જિલ્લા સરકારી વકીલ કેતનસિંહ વાળાએ જણાવ્યું હતું કે ગત તા. 11/07/2016 ના સમઢીયાળા ગામે મરેલ ઢોરની ખાલ ઉતારતા પરીવારને ગૌ રક્ષક લોકોએ મારમારેલ અને ફોરવ્હીલમાં લઈ જઈ ચાર જણાને ગાડી પાછળ બાંધી જાહેરમા મારતા મારતા સરધસ રૂૂપે ફેરવી ઢોર મારતા લઈ ગયા હતા આ સંબંધે પોલીસ ફરીયાદ ઉના પો.સ્ટે.માં નોંધાઈ હતી.
જે ગુના ની પ્રથમ ઉના પોલીસ અને ત્યારબાદ તપાસ સીઆઈડી ક્રાઈમ ગાંધીનગર દ્વારા કરી કુલ 41 જેટલા આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરાયેલ હતી.જે દરમિયાન એક પોલીસ અધિકારીનુ અવશાન થયેલ હતુ.આ કેસમાં સરકાર પક્ષે ડી.જી.પી. કેતનસિંહ વાળાએ આશરે 240 જેટલા સાહેદોને તપાસેલ અને લેખીત તથા મૌખિક દલીલો કરેલ જેના આધારે વેરાવળના સ્પે. એટ્રોસીટી કોર્ટના જજ જે.જે.પંડયા એ કલમ 323, 324, 342,5 04 તેમજ એટ્રોસીટી એકટની કલમ 3(1)(ડી) તથા 3(1)(ઈ), (આર), (એસ), (યુ) અન્વયે 41 આરોપી પૈકી રમેશ ભગવાન જાદવ,રાકેશ રસીક જોશી, નાગજી ડાયા વાણીયા, પ્રમોદગીરી રમેશગીરી ગૌસ્વામી-બળવંતગીરી ગૌસ્વામીને આ કેસમાં તકસીર વાન ઠેરવેલ છે.આ આરોપીઓની સજાના હુકમ માટે કોર્ટે મુલતવી રાખેલ હોવાનું મુખ્ય જીલ્લા સરકારી વકીલ કેતનસિંહ વાળાએ યાદીમાં જણાવ્યું હતું. કુલ 35 આરોપીને આ ચકચારી કેસમાં નિર્દોષ જાહેર કરતા તેમના પરીવાર જનો એ લાબી કાનુની લડત અને ચકચારી કેસમાં થી મુક્તિ મળતા ખુસી ની લાગણી ફેલાઇ હતી
