રેન્જ આઇજી નિર્લિપ્ત રાય ગોંડલ બંગલો ભાડે રાખી રહેવાના છે અફવાએ ગોંડલને ગાંડુ કર્યુ

ગોંડલ કાયદો વ્યવસ્થા અંગે ખાસ્સુ બદનામ છે.જોકે ગોંડલ માં કોઇ ગેંગ નથી કે ક્યારેય ગેંગવોર થઇ નથી.છે તો માત્ર રાજકીય ચડસાચડસી.જેને કારણે ગોંડલ ખરા અર્થ…

ગોંડલ કાયદો વ્યવસ્થા અંગે ખાસ્સુ બદનામ છે.જોકે ગોંડલ માં કોઇ ગેંગ નથી કે ક્યારેય ગેંગવોર થઇ નથી.છે તો માત્ર રાજકીય ચડસાચડસી.જેને કારણે ગોંડલ ખરા અર્થ માં બદનામ થયું છે.નગ્ન સત્ય એ પણ ગણી શકાય કે રાજકીય અસ્તિત્વ ની લડાઈ માં સોશ્યિલ મીડીયા મારફત ગોંડલ વધુ બદનામ બન્યુ છે.ત્યાં સુધી કે ગોંડલ ને મિરઝાપુર નું લેબલ લાગી ગયું.વાસ્તવ માં ભગવત નગરી શાંત અને સોમ્ય છે.નિવૃતિ પછી પાછલી જીંદગી લોકો ગોંડલ માં પસાર કરવા ઇચ્છતા હોય તે ગોંડલ ની ઓળખ છે.પરંતુ કેટલાક સમય થી બદનામ ગોંડલ માં રેન્જ આઇજી નિર્લિપ્ત રાય નાં આગમન થી અસામાજિક તત્વો માં ખૌફ ફેલાયો છે.ગુનાહિત કૃત્ય કરનારાં ભોંભીતર બની ગયાં છે.અને પોલીસ તંત્ર પણ ફુલ એકસન મોડ સાથે કામ કરી રહ્યુ. રેન્જ આઇજી નાં નામ નો ડર ગોંડલ ની ગલ઼ીઓ માં ફરી વળ્યો છે.

ત્યાંજ ગોંડલ માં એક અફવા એ ભારે જોર પકડ્યુ છે.અફવા એવી ઉડી કે ગોંડલ ને સીધુ દોર કરવાં હવે નિર્લિપ્ત રાય ગોંડલ માં નિવાસ કરશે.આ માટે સ્ટેશન પ્લોટ માં આવેલા એક ધનાઢ્ય પરીવાર નાં બંગલા ની સાફસફાઇ થઇ રહી છે.” આ અફવા કર્ણોપ કર્ણ આખા ગામમાં ફરી વળતાં ચર્ચા નું બજાર ગરમ બન્યુ હતું.કેટલાક લોકોએ પુરુ સત્ય જાણ્યાં વગર અફવા ને આવકારી લીધી.તો કેટલાક લોકોએ અતિરેક ગણાવ્યો.અફવાનું સત્ય ત્યારે બહાર આવ્યુ કે કોઈ જિજ્ઞાસુ એ આ પરીવાર નો સંપર્ક કર્યો.અને જાણવાં મળ્યુ કે અફવા બિન પાયેદાર છે.હાલ આ બંગલો ખાલી તો છે જ પણ સંતોનાં ઉતારા માટે સાફસફાઇ થઇ રહી છે. પોલીસ સુત્રો એ પણ રેન્જ આઇજી ગોંડલ માં નિવાસ કરનાર છે.તેવી વાતો ને માત્ર અફવા જ ગણાવી હતી.પરંતુ અફવા એ લોકોમાં ડર મિશ્રિત મનોરંજન પુરુ પાડ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *