અમરેલી જિલ્લા જેલમાં સરદારજી કેદીએ પોતાની પાઘડીમાં ભરાવેલ સુયો પોતાના જ ગળામાં ખોંસી દીધો હતો.ગળામાં સુયો ફસાઈ જતા લોહીલુહાણ હાલતમાં જ કેદીને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. મધરાત્રે દોઢ વાગ્યે બનાવ બન્યો હતો. જેથી જેલ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.
મળતી માહિતી મુજબ, કેદીનું નામ બલવીરસિંઘ રણજીતસિંઘ છે. તેની ઉંમર આશરે 38 વર્ષની છે. કેદી બલવીરસિંઘ ગઈકાલે રાત્રે 1:30 વાગ્યે જેલમાં હતો ત્યારે આ સુયો પોતાની જાતે પોતાના ગળામાં ખોંસી દીધો હતો. તેને તત્કાલ અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ સુયો ગળામાં ફસાઈ ગયો હોય જે તે સ્થિતિમાં જ કેદીને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવેલ છે. આ મામલે જેલ તંત્ર અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
જ્યારે અન્ય બનાવમાં થાનગઢના ખીમાભાઇ સોમાભાઇ રબારી (ઉ.વ.65) જે હાલ સુરેન્દ્રનગર જેલમાં હેમ તેમને હાર્ટએટેક આવતા તેમને રાજકોટ ખસેડાયો હતો જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરાયો છે. તે ગામમાં જે એક વ્યક્તિની હત્યા કરી હતી. તેમને સંતાનમાં બે દીકરા અને તેને બે ભાઇ એક બહેનમાં મોટા હતા. આ મામલે ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવ્યું હતું.
