ગેસ સિલિન્ડરોના દૂર ઉપયોગ સામે પુરવઠા વિભાગનું સતત ચેકિંગ

અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન સામેના યુદ્ધે સમગ્ર વિશ્વ માટે ગંભીર પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે. ભારતમાં હોટલ અને રેસ્ટોરન્ટમાં ઉપયોગમાં લેવાતા કોમર્શિયલ ગેસના સિલિન્ડરનું વિતરણ…

અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન સામેના યુદ્ધે સમગ્ર વિશ્વ માટે ગંભીર પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે. ભારતમાં હોટલ અને રેસ્ટોરન્ટમાં ઉપયોગમાં લેવાતા કોમર્શિયલ ગેસના સિલિન્ડરનું વિતરણ સરકારી એજન્સીઓ દ્વારા બંધ કરી દેવામાં આવ્યું છે જેના ભાગરૂૂપે રાજકોટના પુરવઠા વિભાગ દ્વારા શહેરમાં કોમર્શિયલ એકમોમાં ઘરેલુ ગેસ સિલિન્ડરના ગેરકાયદેસર વપરાશ સામે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. આજે તા. 13/03/2026ના રોજ જિલ્લા પુરવઠા અધિકારીના માર્ગદર્શન હેઠળ મામલતદાર (શહેર પશ્ચિમ) અને પુરવઠા નિરીક્ષકની ટીમ દ્વારા શહેરના જે.કે. ચોક અને યુનિવર્સિટી રોડ પર આવેલી હોટલો અને રેસ્ટોરન્ટ,ટી-સ્ટોલ અને ફરસાણ સ્ટોર,નાસ્તા હાઉસ અને ફાસ્ટ ફૂડ સેન્ટર પાર દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં ચાર જેટલા ઘરેલુ ગેસ સિલિન્ડર મળી આવ્યા હતા.

તપાસ દરમિયાન કૈલાશ ફરસાણ સ્ટોર જે.કે. ચોક ખાતે આવેલ ઇન્ડેન કંપનીના 3 (ત્રણ) ઘરેલુ ગેસ સિલિન્ડર મળી આવ્યા હતા. જયારે શ્રીહરિ ફાસ્ટ ફૂડ સ્ટોર (નકલંક હોટલ સામે, જે.કે. ચોક): અહીંથી ઇન્ડેન કંપનીનો 1 (એક) ઘરેલુ ગેસ સિલિન્ડર મળી આવ્યો હતો.તંત્ર દ્વારા કુલ 4 (ચાર) સિલિન્ડર સીઝ કરી ગેસ એજન્સી ખાતે જમા કરાવવામાં આવ્યા છે.

તંત્ર દ્વારા તમામ હોટલ અને ફાસ્ટ ફૂડ સ્ટોરના માલિકોને કડક સૂચના આપી સમજાવવામાં આવ્યા હતા કે ઘરેલુ રાંધણ ગેસનો ઉપયોગ વ્યવસાયિક હેતુ માટે કરવો એ કાયદેસરનો ગુનો છે. આગામી દિવસોમાં પણ આ પ્રકારની ચેકિંગ ઝુંબેશ ચાલુ રહેશે તેવું જાણવા મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *