રાજકોટના મારુતિનગર સોસાયટીમાં રહેતી સોફ્ટવેર એન્જિનિયર પરણીતાને જૂનાગઢના માળિયા હાટીના નજીક જાનુડા ગામના સાસરિયાઓ દ્વારા દહેજ મામલે ત્રાસ આપવામાં આવતા આ મામલે રિસામણે આવેલી સોફ્ટવેર એન્જિનિયર પરણીતાએ માળિયા હાટીના સ્થિત સોફ્ટવેર એન્જિનિયર પતિ, દિયર, દેરાણી તથા સાસુ-સસરા સામે ફરિયાદ નોંધાવતા પલીસે ગુનો નોંધ્યો છે. મળતી વિગતો મુજબ રાજકોટના મારૂતિનગર સોસાયટી અંબિકા ભૂવનેશ્ર્વર એપાર્ટમેન્ટમાં રહેતી સોફ્ટવેર એન્જિનિયર વિલાસબેન ભાસ્કરભાઈ કરગઠિયા ઉ.વ.31 એ નોંધાવેલી ફરિયાદમાં જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના જાનુડા ગીર ગામને વતની સોફ્ટવેર એન્જિનિયર પતિ ભાસ્કર રાજશીભાઈ કરગઠિયા, દિયર સુધિર રાજશીભાઈ કરગઠિયા, દેરાણી પાયલ સુધિરભાઈ કરગઠિયા તથા ખેતીકામ કરતા સસરા રાજશીભાઈ રૂડાભાઈ કરગઠિયા ઘરકામ કરતા સાસુ ભેનીબેન રાજશીભાઈ કરગઠિયાનું નામ આપ્યું છે. વિલાસબેન પોતે સોફ્ટવેર એન્જિનિયર હોય તેના લગ્ન 2019માં સોફ્ટવેર એન્જિનિયર ભાસ્કર સાથે થયા હતા. લગ્ન બાદ થોડા સમયમાં પતિ તેમજ સોફ્ટવેર એન્જિનિયર દિયર સુધીર, દેરાણી પાયલ તથા સસરા અને સાસુએ ઘરકામ બાબતે અને દહેજ બાબતે ત્રાસ આપતા તે રિસામણે આવી હતી અને આ અંગે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા મહિલા પોલીસે ગુનો નોંધ્યો છે.
રાજકોટની સોફ્ટવેર એન્જિનિયર પરિણીતાને માળિયા હાટીના સ્થિત સાસરિયાંનો ત્રાસ
રાજકોટના મારુતિનગર સોસાયટીમાં રહેતી સોફ્ટવેર એન્જિનિયર પરણીતાને જૂનાગઢના માળિયા હાટીના નજીક જાનુડા ગામના સાસરિયાઓ દ્વારા દહેજ મામલે ત્રાસ આપવામાં આવતા આ મામલે રિસામણે આવેલી સોફ્ટવેર…
