પડધરીમાં 1 લાખના દોઢ લાખ વ્યાજ સહિત ચૂકવી દીધા છતાં વ્યાજખોરનો ત્રાસ

  પડધરીના ગીતાનગરમાં રહેતા અને ડ્રાઈવીંગ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા યુવાનને રૂપિયાની જરૂર પડતા પડધરીના વ્યાજખોર પાસેથી લીધેલ એક લાખ રૂપિયાનું મુદલ અને વ્યાજ સહિત…

 

પડધરીના ગીતાનગરમાં રહેતા અને ડ્રાઈવીંગ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા યુવાનને રૂપિયાની જરૂર પડતા પડધરીના વ્યાજખોર પાસેથી લીધેલ એક લાખ રૂપિયાનું મુદલ અને વ્યાજ સહિત રૂા. 1.50 લાખ ચુકવી દીધા છતાં વધુ રકમ પડાવવા વ્યાજખોરે ધમકી આપી યુવાનની બોલેરો કાર પડાવી લેતા આ મામલે પડધરી પોલીસ મથકમાં વ્યાજખોર વિરુદ્ધ યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વ્યાજખોરની ધરપકડ કરી છે.

મળતી વિગતો મુજબ પડધરીના ગીતાનગર મહાકાળીના મંદિર પાછળ રહેતા અને ડ્રાઈવીંગ કરીને ગુજરાન ચલાવતા ધર્મેશ વિરમભાઈ સોલંકી ઉ.વ.24એ પડધરી પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ગિતાનગરમાં રહેતા નઈમ મલેકનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ડ્રાઈવીંગ કરીને ગુજરાન ચલાવતા ધર્મેશને બે વર્ષ પૂર્વે આર્થિક સંકડામણના કારણે રૂપિયાની જરૂર પડતા નઈમ પાસેથી 10 ટકા લેખે એક લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. જેનું તે નિયમિત વ્યાજ ચુકવતો હતો છેલ્લા બે વર્ષમાં ધર્મેશે એકલાખ રૂપિયાનું 50 હજાર રૂપિયા વ્યાજ ચુકવી દીધા છતાં નઈમે મુદલ અને વ્યાજ મળી ગયા છતાં વધુ રકમ પડાવવા માટે ધર્મેશને ધમકી આપવાનું ચાલુ કર્યુ હતું.
વ્યાજખોર નઈમે વધુ રકમ નહીં ચુકવી શકતા ર્ધેશની જીજે 3 બીડબલ્યુ 6922 નંબરની બોલેરો પીકઅપ વાન પણ બળજબરીથી પડાવી લીધી હતી. અને જો આ બોલેરો ગાડી પરત જોતી હોય તો એકલાખ રૂપિયા તેમજ વ્યાજના રૂપિયા આપવા પડશે તેમ કહીને તેને ધમકી આપી હતી.

આ મામલે અંતે ધર્મેશે પડધરી પોલીસનો સંપર્ક કર્યો હતો. હાલ ગુજરાતમાં વ્યાજખોરો સામે ચાલતી પોલીસની ઝુંબેશ અને જિલ્લા પોલીસવડાએ વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવા આપેલી સુચનાને પગલે પડધરી પોલીસે વ્યાજખોર નઈમ સામે ગુનો નોંધી તેને ધરપકડ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *