રાજકોટ બાર એસો.ની ચૂંટણીમાં ત્રિપાંખિયા જંગમાં સમરસ પેનલનો વિજય

પ્રમુખ, ઉપપ્રમુખ, ટ્રેઝરર, લા.સેક્રેટરી, મહિલા અનામત અને કારોબારીના 7 હોદ્ા ઉપર સમરસ પેનલની જીત પ્રમુખ પદ પર એક્ટિવ પેનલના બકુલ રાજાણીની ટકકર છતા એક પણ…

પ્રમુખ, ઉપપ્રમુખ, ટ્રેઝરર, લા.સેક્રેટરી, મહિલા અનામત અને કારોબારીના 7 હોદ્ા ઉપર સમરસ પેનલની જીત

પ્રમુખ પદ પર એક્ટિવ પેનલના બકુલ રાજાણીની ટકકર છતા એક પણ હોદ્ા ઉપર જીત ન મળી

રાજકોટ બાર એશો.ની ચુંટણી હંમેશા ચર્ચામા રહે છે. ત્યારે રાજકોટ બાર એશો.ની ચુંટણીના પરીણામ પર રાજકીય અગ્રણી સહીત રાજયભરના વકીલોની મીટ મંડાણી હોય છે. આ વર્ષે રાજકોટમા પ્રથમ વખત નવી કોર્ટ ખાતે બાર એશો.ની ચુંટણી યોજાઇ હતી જેમા ભાજપ સમર્થીત વકીલોની 3 પેનલે ચુંટણી મેદાનમા ઝંપલાવ્યુ હતુ. જે બાર એશો.ની ચુંટણીના ત્રિપાખીયા જંગમા સમરસ પેનલનો દબદબો રહયો હતો. જેમા પ્રમુખ, ઉપપ્રમુખ, ટ્રેઝરર, લા. સેક્રેટરી, મહિલા અનામત અને 7 કારોબારીના હોદા પર સમરસ પેનલના ઉમેદવારોની જીત થઇ હતી. જયારે સેક્રેટરી, જો. સેક્રેટરી અને બે કારોબારીની બેઠક કાર્યદક્ષ પેનલના ફાળે ગઇ હતી પ્રમુખ પદ પર એકટીવ પેનલના બકુલ રાજાણી, સમરસ પેનલના પરેશ મારૂને ટકકર આપી હતી. પરંતુ એકપણ હોદા પર જીતનો સ્વાદ ચાખ્યો ન હતો. રાજકોટ બાર એશો.ની ચુંટણી આ વર્ષે જામનગર રોડ પર આવેલી નવી કોર્ટમા પ્રથમ વખત યોજાઇ હતી.

પ્રતિષ્ઠાભરી ચુંટણીમા આ વર્ષે ભાજપ સમર્થીત વકીલોની 3 પેનલ આમને સામને મેદાનમા આવતા રાજકોટ બાર એશો.ની ચુંટણીનો માહોલ ગરમાયો હતો. રાજકોટ બાર એશો.ના પ્રમુખ પદ સહીતના 16 હોદા ઉ5ર 51 ઉમેદવારોએ ચુંટણીમા ઝંપલાવ્યુ હતુ. ગઇકાલે મતદાન યોજાયુ હતુ જેમા પ7.37 ટકા મતદાન નોંધાયુ હતુ. ગત વર્ષની સરખામણીએ મતદાન નિરશ રહયુ હોય તેમ 7 ટકા મતદાનનો ઘટાડો થયો હતો. બપોર બાદ મત ગણતરી હાથ ધરવામા આવી હતી. મત ગણતરીમા રસાકસી ભર્યા માહોલ વચ્ચે મધરાત્રે ચુંટણી પરીણામ જાહેર કરવામા આવ્યુ હતુ જેમા સમરસ પેનલે પ્રમુખ સહીત 1ર હોદા પર જીત હાંસલ કરી હતી અને કાર્યદક્ષ પેનલ માત્ર 4 હોદા કબજે કરી શકી હતી. જયારે પુર્વ પ્રમુખ બકુલ રાજાણીએ પ્રમુખ પદ પર જબરી ટકકર આપી હતી પરંતુ બકુલ રાજાણીની એકટીવ પેનલના એકપણ ઉમેદવારે જીતનો સ્વાદ ચાખ્યો ન હતો.

રાજકોટ બાર એશો.ની ચુંટણીના પરીણામમા સમરસ પેનલનો વિજય થયો હતો. જેમા પ્રમુખ પદે પરેશ મારૂ, ઉપ પ્રમુખ પદે સુમીત વોરા, ટ્રેઝરર પદે પંકજ દોંગા, લા. સેક્રેટરીમા કેતન મંડ, મહીલા અનામતમા રક્ષાબેન ઉપાધ્યાય અને કારોબારીમા સંજય ડાંગર, તુષાર દવે, પ્રગતી માકડીયા, પરેશ પાદરીયા, અશ્ર્વીન રામાણી, નીકુંજ શુકલ અને મુનીશ સોનપાલનો વિજય થયો હતો. જયારે કાર્યદક્ષ પેનલના સંદિપ વેકરીયાએ સેક્રેટરી, જીતેન્દ્ર પારેખે જોઇન્ટ સેક્રેટરી અને કિશન રાજાણી તથા હિરેન ડોબરીયાએ કારોબારી સભ્ય પદે જીત હાંસીલ કરી હતી. ચુંટણી પરીણામ જાહેર થતા નવા કોર્ટ બિલ્ડીંગ ખાતે મધરાત્રે ઢોલ નગારા સાથે જીતનો જશ્ર્ન મનાવવામા આવ્યો હતો અને વિજેતા ઉમેદવારોને વકીલોએ શુભેચ્છાઓ પાઠવી હતી.

બાર એસો.ના વિજેતા ઉમેદવારો
પ્રમુખ પરેશ મારુ 799 સમરસ
ઉપપ્રમુખ સુમિત વોરા 1152 સમરસ
સેક્રેટરી સંદીપ વેકરીયા 999 કાર્યદક્ષ
જો. સેક્રેટરી જીતેન્દ્ર પારેખ 756 કાર્યદક્ષ
લાઈબ્રેરી સેક્રેટરી કેતન મંડ 1129 સમરસ
ટ્રેઝરર પદે પંકજ દોંગા 884 સમરસ
રક્ષાબેન ઉપાધ્યાય (મહિલા અનામત) 868 સમરસ

કારોબારી સભ્યો
પ્રગતિ કાપડિયા 1081 સમરસ
તુષાર દવે 940 સમરસ
નિકુંજ શુક્લ 892 સમરસ
સંજય ડાંગર 881 સમરસ
પરેશ પાદરીયા 849 સમરસ
અશ્વિન રામાણી 849 સમરસ
કિશન રાજાણી 809 કાર્યદક્ષ
મુનીશ સોનપાલ 776 સમરસ
હિરેન ડોબરીયા 757 કાર્યદક્ષ

કારોબારીના હોદ્દા પર સમરસના ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી ફગાવાઇ, કાર્યદક્ષના ઉમેદવાર વિજેતા
રાજકોટ બાર એશો. ની ચુંટણીમા જંગ જામ્યો હતો. ગઇકાલે મતદાન પુર્ણ થતા બપોર બાદ મત ગણતરી હાથ ધરવામા આવી હતી. મધરાત્રી સુધી ચુંટણી પરીણામમા રસાકસી બાદ મધરાત્રે પરીણામ જાહેર કરવામા આવ્યુ હતુ જેમા કારોબારી સભ્ય પદે કાર્યદક્ષ પેનલના હિરેન ડોબરીયાનો 757 મતે વિજય થયો હતો. જેની સામે સમરસ પેનલના ઉમેદવાર કિશનભાઈને 747 મત મળ્યા હતા. જેથી કિશનભાઈએ ચૂંટણી અધીકારી સમક્ષ રિકાઉન્ટીંગની માગ કરી હતી. જે માગણી ફગાવી દેવામા આવતા કાર્યદક્ષ પેનલના હિરેન ડોબરીયાનો કારોબારી સભ્ય પદે વિજય થયો હતો.

ભાજપ લીગલ સેલની ટીમનો પડદા પાછળનો ખેલ ઉંધો પડયો
રાજકોટ બાર એશો.ની ચુંટણી પહેલા ભાઇચારાના ભાવે યોજાતા હતી. પરંતુ બાદમા કોર્ટ પરીસરમા રાજકારણની એન્ટ્રી થતા બાર એશો.ની ચુંટણી ભાજપ – કોંગ્રેસ પ્રેરીત વકીલો વચ્ચે યોજાતી હતી. છેલ્લા 3 વર્ષથી ભાજપ સમર્થીત વકીલોમા જ તડા પડયા હોય તેમ ભાજપ પ્રેરીત વકીલોના બે જુથ વચ્ચે ચુંટણી યોજાતી હતી. પરંતુ ભાજપમા આંતરીક જુથવાદ વકર્યો હોય તેમ ભાજપ સમર્થીત વકીલોમા પણ 3 જુથ પડયા છે. જે જુથવાદે આ વર્ષની બાર એશો.ની ચુંટણીમા દેખા દીધી હતી. બાર એશો.ની આ વર્ષની ચુંટણીમા ભાજપ સમર્થીત વકીલોની 3 પેનલ ચુંટણી મેદાનમા ઉતરી હતી. જેમા ગત ચુંટણીમા હારનો સ્વાદ ચાખનાર શહેર ભાજપ લીગલ સેલની ટીમે આબરૂ બચાવવા આ વર્ષે પોતાની એકપણ પેનલને ચુંટણી મેદાનમા ઉતારી ન હતી પરંતુ પદડા પાછળ કાર્યદક્ષ પેનલને ટેકો જાહેર કરી હરીફ રાજકીય વકીલ અગ્રણીની પેનલને હરાવવા ખેલ માંડયો હતો. પરંતુ ગત વર્ષે હારનો સામનો કરનાર લીગલ સેલની ટીમે કાર્યદક્ષ પેનલને જીતાડવા પડદા પાછળથી ઘડેલી રણનીતી નિષ્ફળ રહી હતી અને પડદા પાછળ માંડેલો ખેલ ઉંધો પડયો હતો.

ત્રણેય પેનલના ઉમેદવારોએ વકીલ મતદારોનો આભાર વ્યક્ત કર્યો
રાજકોટ બાર એશો.ની ચુંટણીમા સતત 3 વખત પ્રમુખ પદે રહી ઇતિહાસ રચનાર પુર્વ પ્રમુખ બકુલ રાજાણીની એકટીવ પેનલ રાજકોટ બાર એશો. મા ચાર વખત સેક્રેટરી પદે રહી ચુકેલા સિનીયર એડવોકેટ દિલીપ જોષીની કાર્યદક્ષ પેનલ અને રાજકોટ બાર એશો. મા અનેક હોદાઓ ઉપર સેવા આપી ચુકેલા સિનીયર એડવોકેટ પરેશ મારૂની સમરસ પેનલે ચુંટણી મેદાનમા ઝંપલાવ્યુ હતુ. બાર એશો. ની ચુંટણીમા પ્રમુખ પદે પરેશ મારૂ સહીતની પેનલના 1ર ઉમેદવારોનો વિજય થયો હતો અને કાર્યદક્ષ પેનલના 4 ઉમેદવારોએ જીત હાંસલ કરી હતી. જયારે એકટીવ પેનલનો સફાયો થયો હતો. ત્રણેય પેનલના હોદેદારોએ ચુંટણી પરીણામ જાહેર થતા વકીલ મતદારોનો આભાર વ્યકત કર્યો હતો.

ભાજપ લીગલ સેલ સામે દિલીપ પટેલે ઘડેલી રણનીતિ ફરી સફળ, કિંગમેકર બન્યા
રાજકોટ બાર એશો. ની ચુંટણીમા છેલ્લા ઘણા વખતથી ભાજપ સમર્થીત વકીલોના જુથ વચ્ચે ચુંટણી મેદાનમા ટકકર થઇ રહી છે. ત્યારે બાર ઓશ. ની ચુંટણીમા બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયાના મેમ્બર અને રાજકીય અગ્રણી વકીલ દિલીપ પટેલ અને શહેર ભાજપ લીગલ સેલની ટીમ વચ્ચે ટકકર ચાલી રહી છે. ગત વર્ષે ભાજપ લીગલ સેલે પોતાની પેનલને ચુંટણી મેદાનમા ઉતારતા દિલીપ પટેલે બકુલ રાજાણીની એકટીવ પેનલને સમર્થન આપી ચુંટણી જંગ જીતવા એડીચોટીનુ જોર લગાવ્યુ હતુ અને જે ચુંટણીમા લીગલ સેલે પ્રમુખ પદ માટે હારનો સામનો કરવો પડયો હતો. ત્યારે આ વખતે ભાજપ સમર્થીત વકીલોની 3 પેનલે ચુંટણી જંગમા ઝંપલાવ્યુ હતુ જેમા ભાજપ લીગલ સેલની ટીમે કાર્યદક્ષ પેનલને પડદા પાછળથી ટેકો જાહેર કર્યો હતો. ત્યારે ચુંટણીના રણનીતીકાર ગણાતા દિલીપ પટેલ પ્રેરીત સમરસ પેનલ પણ મેદાનમા આવી હતી. જયારે પુર્વ પ્રમુખ બકુલ રાજાણીની એકટીવ પેનલે પણ ઝંપલાવ્યુ હતુ. બાર એશો. ની ચુંટણીમા ભાજપ લીગલ સેલની ટીમ સામે દિલીપ પટેલે ઘડેલી રણનીતી સફળ રહી હતી અને બાર એશો. ની ચુંટણીમા દિલીપ પટેલ ફરી એક વખત કિંગમેકર સાબીત થયા છે. દિલીપ પટેલની સમરસ પેનલની જીત થતા દિલીપ પટેલે વકીલ મતદારોનો આભાર વ્યકત કર્યો છે.

સુમિત વોરાએ ઉપપ્રમુખ પદે સૌથી વધુ મત મેળવી રચ્યો ઇતિહાસ
રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં આ વર્ષે ત્રણ પેનલ મેદાનમાં આવતા ચૂંટણી જંગ જામ્યો હતો જેમાં બાર એસોસિએશનની ચૂંટણીમાં પ્રમુખ પદ સહિતના 16 હોદ્દા ઉપર 51 ઉમેદવારોએ ચૂંટણી જંગમાં જંપ લાવ્યું હતું. ગઈકાલે મતદાન પૂર્ણ થયા બાદ મતગણતરી હાથ ધરવામાં આવી હતી અને મધરાત્રે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં સમરસ પેનલનો 12 હોદ્દા ઉપર વિજય થયો હતો જ્યારે કાર્યદક્ષ પેનલે ચાર પદ ઉપર જીત મેળવી હતી બાર એસોસિએશનના ચૂંટણી પરિણામમાં સમરસ પેનલના ઉપરમુખ પદના ઉમેદવાર સુમિત વોરાએ ઇતિહાસ રચ્યો હોય તેમ 16 હોદ્દેદારોમાં સૌથી વધુ 1152 મત મેળવી ઉપ પ્રમુખ પદે જીત હાસિલ કરી હતી. ઉપપ્રમુખ પદ પર વિજેતા સુમિત વોરાને ઠેર ઠેરથી શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે. અને સુમિત વોરાએ વકીલ મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *