ધ્રોલ નજીક કાર પાછળ બાઇક ઘુસી જતા રાજકોટના આરટીઓ એજન્ટનું મોત

રાજકોટ જીલ્લાના ખામટા ગામની સીમમાં વધુ એક જીવલેણ અકસ્માત સર્જાયો છે.ત્યારે રાજકોટમાં રહેતો યુવક ધ્રોલથી પરત આવતો હતો ત્યારે ખામટા ગામની સીમમાં પહોંચતા કાર પાછળ…

રાજકોટ જીલ્લાના ખામટા ગામની સીમમાં વધુ એક જીવલેણ અકસ્માત સર્જાયો છે.ત્યારે રાજકોટમાં રહેતો યુવક ધ્રોલથી પરત આવતો હતો ત્યારે ખામટા ગામની સીમમાં પહોંચતા કાર પાછળ બાઈક સવાર યુવક ઘુસી જતા મોત નિપજયું હતું. બનાવના પગલે પડધરી પોલીસ મથકનો સ્ટાફ દોડી જઈ મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિ. માં ખસેડી તપાસ હાથ ધરી છે. મવડીમાં રહેતા અને આરટીઓ એજન્ટ તરીકે કામ કરતા વિક્રાંત કિશોરભાઈ તરપદા ઉ.28 નામનો યુવક ગઈકાલ સમીસાંજે ધ્રોલથી બાઈક લઈ રાજકોટ આવતો હતો ત્યારે ખામટા ગામની સીમમાં પહોંચતા બાઈક ચાલક યુવકે કાબુ ગુમાવતા બાઈક કારમાં ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો.બનાવના પગલે લોકોના ટોળા એકઠા થયા હતા.

અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચતા યુવકનું ઘટના સ્થળે મોત નિપજયું હતું. બનાવના પગલે પડધરી પોલીસ મથકનો સ્ટાફ દોડી જઈ મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિ. માં ખસેડી તપાસ હાથ ધરતા મૃતક મૂળ લતીપુરનો વતની હતો હાલ મવડીમાં પરિવાર સાથે રહેતો હતો.બે ભાઈમાં મોટો અને અપરિણીત હોવાનું જાણવા મળ્યું છે.

આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં વાંકાનેરમાં આવેલા જીનપરા વિસ્તારમાં રહેતો હયાત મોહમ્મદભાઈ ચૌહાણ નામનો 30 વર્ષનો યુવાન બે દિવસ પૂર્વે ચંદનપુર રોડ ઉપર પોતાનું બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે બાઇક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ઘવાયેલા યુવકને વાંકાનેર બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *