સંસદનું શિયાળુ સાત્ર શરૂૂ થયું છે આજે સંસદના શિયાળુ સત્ર માં વિપક્ષના સાંસદ ગેનીબેન ઠાકોરે દૂધના ઉત્પાદનને લઈને સવાલો કર્યાં હતાં. એટલું જ નહીં પરંતુ દૂધને લઈને અનેક વિગતો પણ માંગી હતી.
ભારતમાં દૂધ ઉત્પાદનને લઈને પણ ગેનીબેન સવાલ કર્યાં હતાં.
શિયાળુ સત્રમાં કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને સવાલ કરીને વિગતો માંગી કે, ભારત સરકાર દેશમાં ઉત્પાદનને લઈને ભારત સરકાર કેવા કાર્યો કરી રહીં છે? એટલું જ નહીં પરંતુ દેશમાં દૂધનું ઉત્પાદન કેવી રીતે વધારી શકાય? આ બાબતે સરકાર કેવા પગલા લઈ રહીં છે કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે સત્તાધારી પક્ષ પાસે દૂધ ઉત્પાદકોને આપવામાં આવતી સુવિધાઓની વિગતો પણ માંગી હતી. એટલું જ નહીં પરંતુ સાથે સાથે જો દેશમાં દૂધના પુરવઠાની અછત હોય તો તેની વિગતો પણ કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે માંગી હતી. ગેનીબેન ઠાકોર બનાસકાંઠા બેઠકના સાંસદ છે