જામકંડોરણામાં રાજકોટના કારખાનેદારની માતાની હત્યા કરી રોકડ-દાગીનાની લૂંટ

  ભેદભરમ વાળા લૂંટ અને હત્યાના બનાવની કડી મેળવવા આસપાસના ખેત મજૂરોની પૂછપરછ   રાજકોટના કારખાનેદારના જામકંડોરણા તાલુકાના વૈભવનગર ગામે એકલા રહેતા તેમના માતાની હત્યા…

 

ભેદભરમ વાળા લૂંટ અને હત્યાના બનાવની કડી મેળવવા આસપાસના ખેત મજૂરોની પૂછપરછ

 

રાજકોટના કારખાનેદારના જામકંડોરણા તાલુકાના વૈભવનગર ગામે એકલા રહેતા તેમના માતાની હત્યા કરી રોકડ અને દાગીના સહીત રૂૂ.17 હજારની લૂંટના બનાવમાં પોલીસે ભેદ ઉકેલવા તપાસ શરૂૂ કરી છે. લુંટમાં સંડોવાયેલા શખ્સની ઓળખ મેળવવા આસપાસના ખેત મજુરોની પુછપરછ કરવામાં આવી છે. લુંટ કરવા આવેલ શખ્સે એકલા રહેતા વૃધ્ધાએ પ્રતિકાર કરતાં શખ્સે તેમને પતાવી દીધા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

મળતી વિગતો મુજબ રાજકોટના મવડી પ્લોટ ભવનાથ પાર્ક-2 40 ફૂટ રોડ ઉપર રહેતા અને લોખંડનું કારખાનું ધરવતા અમિતભાઈ જમનભાઈ અજુડિયાએ આ મામલે ફરિયાદ નોંધાવી હતી. જામકંડોરણા તાલુકાના વૈભવનગર માં રહેતા તેમના માતા લીલાબેન જમનભાઈ અજુડિયા (ઉવ 65) એકલા રહેતા હતા. બન્ને બે પુત્ર રાજકોટ રહે છે. જે પૈકી એક પુત્ર અમિતભાઇ જમનભાઇ અજુડિયા કે જેઓ લોખંડના કારખાનામાં મજૂરી કામે જાય છે અને મવડી પ્લોટના ભવનાથ પાર્ક 2, 40 ફૂટ રોડ ખો રહે છે તેઓ રાબેતા મુજબ સવારે પોણા દસ કલાકે પોતાના ઘરે પહોંચ્યા ત્યારે બારણું ખખડાવવા છતાં ખુલ્યું ન હતું. આથી આસપાસમાં તેમણે પૃચ્છા કરી પરંતુ કોઇને કશી જાણ ન હોવાથી બાજુના મકાનની પાળી પરથી પોતાના ઘરમાં નજર કરતાં ઘરના મુખ્ય દરવાજાને તાળું મારેલું હોવાનું દેખાયું હતું. આથી તેઓ ટપીને અંદર ગયા અને પોતાની પાસે રહેતી એક ચાવીથી મકાન ખોલ્યું તો અંદર માતાનો મૃતદેહ જ પડ્યો હતો. આથી તાબડતોબ પોલીસને જાણ કરી હતી અને પોલીસે લાશનો કબજો લઇ પોસ્ટમોર્ટમ માટે ખસેડી હત્યારાની કડીઓ મેળવવાનું શરૂૂ કર્યું હતું.

લીલાબેનના હાથમાંથી સોનાની એક બંગડી અને રોકડા 5700 ગાયબ હોવાનું માલૂમ પડતાં પુત્રે આ અંગે પોલીસને જાણ કરી હતી. નોંધનીય છે કે લીલાબેનના પતિ ગત વર્ષે જ મૃત્યુ પામ્યા છે અને ત્યારથી તેઓ એકલા જ અહીં રહેતા હતા. લીલાબેન 3 બંગડી પહેરતા, 2 અકબંધ મળી વૃધ્ધાના પુત્ર અમિતભાઇએ જણાવ્યું હતું કે મારા માતા સોનાની ચાર બંગડી પહેરતા, એક બંગડી તૂટી ગઇ હોવાથી તે રાજકોટ રીપેરિંગ માટે આપી હતી અને બાકીની ત્રણ તેઓ પહેરતા હતા. એક બંગડી ગાયબ થઇ ગઇ છે જ્યારે બે બંગડી અને સોનાની બુટ્ટી જેમની તેમ મળી આવી છે. આથી માત્ર લૂંટના જ ઇરાદે હત્યા થઇ કે પછી આરોપીને ભાગવું પડ્યું એ તપાસનો વિષય છે.

આરોપી બહારથી તાળું મારીને ભાગ્યો આ સમગ્ર બનાવમાં શંકા પ્રેરે તેવી અન્ય એક બાબત એ પણ સામે આવી છે કે વૃધ્ધાને ટૂંપો આપીને પતાવી દીધા બાદ આરોપીએ ઘરના મુખ્ય દરવાજાને તાળું મારી દીધું હતું અને ચાવી સાથે લઇ ગયો હતો. અહીં શંકાનો મુદો એ છે કે આરોપીને ખબર કેવી રીતે પડી કે ઘરમાં તાળાંની એક કરતાં વધુ ચાવી રહે છે? આથી પોલીસ પણ આ સમગ્ર તાણાંવાણાંની ગુત્થી ઉકેલવા મથી રહી છે અને આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 103 (1), 309 (4), 309 (6), 329 (4) મુજબ ગુનો નોંધી આગળની તપાસ કરી રહી છે.

આજુબાજુમાં કોઇને અવાજ કે દેકારો ન સંભાળાયો સવારે ઘરે પહોંચેલા અમિત અજુડિયાએ ઘર ન ખુલતાં આજુબાજુમાં પૃચ્છા કરી હતી કે તેમના માતા ત્યાં આવ્યા છે કે કેમ પરંતુ લીલાબેન ક્યાંય ગયા ન હોવાનું જણાવાયું હતું. એટલું જ નહીં, લીલાબેનને ગળે ટૂંપો દઇને પતાવી દીધા એ વખતે વૃધ્ધાએ પ્રતિકાર કર્યો હોઇ શકે , તે વખતે અવાજ પણ આવ્યો હોય પરંતુ આસપડોશમાં કોઇને લગરીકે જાણ સુધ્ધાં થઇ નથી. આથી પોલીસ પણ આ ઘટનામાં જાણભેદુની જ સંડોવણીની શંકાએ તપાસ આગળ ધપાવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *