રાજકોટ: પેલેસ રોડ પાસે આવેલ મનમંદિર એપાર્ટમેન્ટમાં મોડી રાત્રે આગ લાગી, ગૂંગળામણથી માતા-પુત્રનું મોત

  રાજકોટના પેલેસ રોડ પર આવેલા એક મનમંદિર એપાર્ટમેન્ટમાં મોડી રાત્રે આગ લાગવાની ઘટના બની હતી. આ એપાર્ટમેન્ટમાં ચોથા માળે આગ લાગવાને કારણે માતા અને…

 

રાજકોટના પેલેસ રોડ પર આવેલા એક મનમંદિર એપાર્ટમેન્ટમાં મોડી રાત્રે આગ લાગવાની ઘટના બની હતી. આ એપાર્ટમેન્ટમાં ચોથા માળે આગ લાગવાને કારણે માતા અને પુત્રનું મોત થયું હતું. છે. આગ એટલી ભયાનક હતી કે ફ્લેટની અંદર હોલ તેમજ કિચનમાં સંપૂર્ણ ઘરવખરી બળીને ખાખ થઇ ગઈ હતી.

પેલેસ રોડ પર વર્ધમાનનગર શેરી નંબર 8માં આવેલા ‘મનમંદિર એપાર્ટમેન્ટ’ના ચોથા માળે માળો રાત્રે (25 ફેબ્રુઆરી) આશરે 12 વાગ્યાના આસપાસ અચાનક આગ લાગી હતી. આગ એટલી ભયંકર હતી કે જોતજોતામાં હોલ અને રસોડામાં રહેલી તમામ ઘરવખરી બળીને રાખ થઈ ગઈ હતી. આગ લાગી ત્યારે રૂમમાં 92 વર્ષીય પ્રભાબેન ભગવાનજીભાઈ પુજારા અને તેમના 62 વર્ષીય પુત્ર નરેન્દ્રભાઈ ભગવાનજીભાઈ પુજારા સૂતા હતા. આગના ધુમાડાને કારણે શ્વાસ લેવામાં તકલીફ પડતા બંને બેભાન થઈ ગયા હતા. તેમેણ સારવાર અર્થે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

બનાવ અંગેની જાણ થતા ફાયરબ્રિગેડનો સ્ટાફે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો અને પોલીસે આગનું ચોક્કસ કારણ જાણવા FSLની મદદ મેળવી હતી. અને માતા-પુત્રના મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ રાજકોટ આવેલા પૌત્ર સમીર ઘરે હાજર ન હોવાથી તેમનો જીવ બચી ગયો છે. પોલીસ દ્વારા તેમનું પણ નિવેદન નોંધી પૂછપરછ હાથ ધરી જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *