ગાંધીનગરનો રેલો, રાજકોટમાં પાણીના 555 સેમ્પલ લેવાયા

દુષિત પાણીના કારણે ગાંધીનગરમાં રોગચાળો ફાટી નિકળ્યા બાદ રાજકોટ મનપાના આરોગ્ય વિભાગે તકેદારીના પગલા રૂપે ડોર ટુ ડોર આરોગ્યલક્ષી કામગીરી અને પાણીના સેમ્પલ સહિતના મુદ્દે…

દુષિત પાણીના કારણે ગાંધીનગરમાં રોગચાળો ફાટી નિકળ્યા બાદ રાજકોટ મનપાના આરોગ્ય વિભાગે તકેદારીના પગલા રૂપે ડોર ટુ ડોર આરોગ્યલક્ષી કામગીરી અને પાણીના સેમ્પલ સહિતના મુદ્દે સચોટ કામગીરી શરૂ કરી છે. છતા એક સપ્તાહ દરમિયાન શરદી, તાવ, ઉઘરસના 1824, ઝાડા-ઉલ્ટીના 212, ટાઇફોઇડનો 1 અને કમળાના નવા 2 કેસ નોંધાતા ગંદકી અને મચ્છર ઉપત્પદી સબબ 182 એકમોને નોટિસ ફટકારી હતી.

તેમજ પાણીના 555 કોલોરીન ટેસ્ટ લઇ રીપોર્ટ તૈયાર કરેલ જેમાં સબબ સલામત હોવાનુ જણવવામાં આવ્યુ છે.
પાણી જન્ય અને મચ્છર જન્ય રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા.29/12/2025 થી તા.04/01/2026 દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ 21,569 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવેલ છે તથા ફિલ્ડવર્કરો દ્વારા 756 ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ હતી.

આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. તથા સંવેદનશીલ સોસાયટી, જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ તથા ડેન્યુ રોગ અટકાયતીના ભાગરૂૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે.

આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય 282 પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂબલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં5, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં 132 અને કોર્મશીયલ 30 આસામીને નોટીસ આ5વામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *