ગુજરાત
રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી વિરુદ્ધ ગાંધીનગરમાં રાવ
રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી કોઈને કોઈ વિવાદમાં આવી રહી છે. ટીઆરપી અગ્નિકાંડ બાદ પણ નિયમ નેવે મુકતી શાળા સામે કાર્યવાહી કરવામાં અને શિક્ષકોના પ્રશ્ર્નોના નિરાકરણ માટે ઉદાસીન હોવાની રાવ ગાંધીનગર સુધી થતાં ચકચાર મચી જવા પામી છે.
રાજકોટ જિલ્લામાં ગ્રાન્ટેડ શાળાની હાલત કફોડી બની ગઈ છે. ગ્રાન્ટ, શિક્ષકની અછત સહિતના પ્રશ્ર્નો વચ્ચે આગામી વર્ષે 45 જેટલા શિક્ષકો વયમર્યાદાના કારણે નિવૃત થશે એક સાથે 45 જેટલા શિક્ષકોની વયમાર્યાદા પૂર્ણ થતાં નિવૃ થતા તેની અસર બાળકોના અભ્યાસ પર પડશે. રાજકોટ જિલ્લામાં ઘણા સમયથી શિક્ષકોની ભરતી પણ કરાઈ નથી જેથી વહેલીતકે ભરતી થાય તો બાળકોના અભ્યાસ બગડતો બચી શકે છે.
શહેરમાં કેટલીક નામચીન શાળાઓ દ્વારા સરકારના નિયમનો ઉલાળિયો કરી અને નિતિ નિયમ વગરના બાંધકામો, ડોમો ખડકી દઈ બાળકોના જીવન સાથે ખિલવાડ કરી રહ્યા હોવા છતાં રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા આંખ આડા કાન કરવામા આવતા હોવાની રાવ કરાઈ છે. ગ્રાન્ટેડ શાળાને પુરતી સુવિધા નહીં મળતી હોવાની અનેક વખત રજૂઆત કરવા છતાં પણ આંખ આડાકાન કરવામાં આવતી હોવાના આક્ષેપ કરાયા છે.
રાજકોટ જીલ્લામાં નવનિયુક્ત ઉઊઘ નિલેશકુમાર વાલજીભાઇ રાણીપાની નિમણૂકને સાત માસથી વધુ સમય થઈ ગ્યો હોવા છતાં શિક્ષકોના પ્રાણપ્રશ્નો જેવાકે ઇજાફા, ઉચ્ચતર પગાર ધોરણ કેમ્પ,નિવૃત્તિ પેન્શન કેસ,છઝઈં,શાળાઓમાં ફાયર સેફ્ટી વગેરે અંગે છેલ્લા સાત માસમાં કોઈ કાર્યવાહી કરી નથી.શૈક્ષણિક વર્ષ 2024-25માં રાજકોટ જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ શાળાઓના આશરે 45 જેટલા વયમર્યાદાને કારણે નિવૃત્ત થવાના હોવા છતાં આ શિક્ષકોના હાયર ગ્રેડ પેન્શનપેપર વર્ક, ઇજાફા અંગે જિલ્લાશિક્ષણાધિકારી કચેરીએ છેલ્લા 10 માસથી કોઈ કેમ્પ કે કાર્યવાહી કરી નથી.
તાજેતરમાં રાજકોટમાં આખા રાજ્યમાં ચકચાર મચાવનાર ઝછઙ ગેમઝોન અગ્નિકાંડમાં પણ શાળાઓમાં ફાયર સેફ્ટી અંગે ઉઊઘની નીતિ વિષે ખૂબ વિવાદ આવ્યો છે. તો ઉપરની રજૂઆત બાબત તાત્કાલિક શિક્ષકોના હિતમાં જરૂૂરી પગલાં લેવા રાજકોટ જિલ્લા ગ્રાન્ટેડ સ્કૂલરીચર્સ એસોસીએશન દ્વારા ગાંધીનગર સુધી રજૂઆત કરતા ખળભળાટ મચી ગયો છે.
ગુજરાત
સુરતના ફોર્ચ્યુન મોલમાં આવેલા સ્પા એન્ડ જીમમાં લાગી ભીષણ આગ, ગૂંગળામણથી 2 યુવતીના મોત
ગુજરાતના સુરત જિલ્લામાં એક મોટી દુર્ઘટના બની છે. સિટી લાઇટ વિસ્તારમાં આવેલા અમૃતયા સ્પા એન્ડ જીમમાં ગઈ કાલે સાંજે ભીષણ આગ લાગી હતી. થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ જીમની ઉપર બનેલા સ્પા સેન્ટરને પણ લપેટમાં લીધી હતી. આ દરમિયાન સ્પા સેન્ટરમાં કામ કરતી બે યુવતીના મોત થયા હતા. બંને યુવતીઓ નાગાલેન્ડની રહેવાસી હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ફાયરની ટીમે પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવા પ્રયાસ હાથ ધર્યા હતાં.
મળતી માહિતી મુજબ, બુધવારે સાંજે અચાનક જિમમાંથી ધુમાડો નીકળવા લાગ્યો અને જીમ કરી રહેલા લોકો બહાર આવી ગયા. સનસિટી જીમની ઉપર એક સ્પા અને સલૂન સેન્ટર પણ હતું. ત્યાં કેટલીક યુવતીઓ કામ કરતી હતી. થોડી જ વારમાં આગ સ્પા સેન્ટર સુધી પહોંચી. આગ જોઈને ત્યાં કામ કરતી યુવતીઓ ડરી ગઈ અને ચીસો પાડવા લાગી.યુવતીનું શ્વાસ રૂંધાવાથી મોત થયું હતું.
આ દરમિયાન બે યુવતીઓએ પોતાને આગથી બચાવા માટે બાથરૂમમાં બંધ કરી દીધી હતી, જ્યારે ત્રણ યુવતીઓ કોઈક રીતે હિંમત એકઠી કરીને બહાર આવી હતી. બાથરૂમમાં બંધ બંને યુવતીઓનું શ્વાસ રૂંધાવાથી મોત થયું હતું. આ બંને યુવતીઓ નાગાલેન્ડની રહેવાસી હતી. અકસ્માતની માહિતી મળતાં જ સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડે ઝડપથી આગ પર કાબૂ મેળવી લીધો અને સ્પા સેન્ટરમાં પ્રવેશ કર્યો.
ફાયર બ્રિગેડ બાથરૂમમાં ગયા ત્યારે બંને યુવતીઓ બેભાન અવસ્થામાં પડી હતી. ટીમ તરત જ તેમને હોસ્પિટલ લઈ ગઈ, જ્યાં ડૉક્ટરોએ બંનેને મૃત જાહેર કર્યા. અકસ્માતની જાણ થતાં ડીસીપી સુરત વિજય ગુર્જર અને ડિવિઝનલ ફાયર ઓફિસર હરીશ ગઢવી પણ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જો કે આગ કયા કારણોસર લાગી તે હજુ સ્પષ્ટ થયું નથી. પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટ હોવાનું કહેવાય છે. જો કે ફાયર બ્રિગેડની ટીમ આગનું કારણ શોધવામાં વ્યસ્ત છે.
ક્રાઇમ
મોટાવડાના છાત્રને મરવા મજબૂર કરનાર ત્રણ શિક્ષક સસ્પેન્ડ
લોધિકા તાલુકાના મોટાવડા ગામે ધો. 11 કોમર્સના વિદ્યાર્થી ધ્રુવીલ વરૂૂએ 19 ઓક્ટોબરના 3 શિક્ષકોના ત્રાસથી સુસાઈડ નોટ લખી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. જે ઘટનામાં વિદ્યાર્થીને મરવા મજબૂર કરનારા આચાર્ય સચિન વ્યાસ, કાયમી શિક્ષક મોસમી શાહ અને જ્ઞાન સહાયક વિભૂતિ જોષી સામે 20 ઓક્ટોબરના લોધિકા પોલિસે એફઆઇઆર દાખલ કરી હતી. જો કે, ત્યારથી એટલે કે, 17 દિવસથી ત્રણેય શિક્ષકો ફરાર છે. આ દરમિયાન આ ત્રણેય શિક્ષકોએ ગોંડલ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. જો કે, તેમની અરજી કોર્ટમાં નામંજૂર થઈ છે. જેથી હવે પોલીસ દ્વારા ત્રણેયની ધરપકડ કરવામાં આવશે.
બીજી તરફ રાજકોટના જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલે ત્રણેય શિક્ષકને સસ્પેન્ડ કર્યા છે અને તેનો રિપોર્ટ રાજ્ય સરકારને મોકલી આપ્યો છે.રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલે જણાવ્યું હતું કે, લોધિકાના મોટાવડાની સરકારી શાળામાં અભ્યાસ કરતા ધોરણ 11ના વિદ્યાર્થી ધ્રુવીલ વરૂૂએ આપઘાત કરી લીધાની ઘટનામાં સ્કૂલના આચાર્ય સહિત ત્રણેય શિક્ષકોનો લેખિત ખુલાસો પૂછવામાં આવ્યો હતો. પરંતુ તેમનો હજુ સુધી જવાબ આપ્યો નથી અને તેમની સામે પોલીસ કેસ પણ નોંધાયો છે. ત્યારે આ બંને બાબતને ધ્યાનમાં ત્રણેય શિક્ષકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તેનો રિપોર્ટ રાજ્ય કક્ષાએ મોકલી દેવામાં આવ્યો છે અને હવે ત્યાંથી જ આ શિક્ષકોને કઈ જગ્યાએ મૂકવા તેનો નિર્ણય થશે.
આ અંગે લોધિકા પોલીસ સ્ટેશનના પીઆઈ શર્માને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, મોટાવડા ગામની સરકારી શાળાના વિદ્યાર્થીએ આપઘાત કરી લીધાની ઘટનામાં ત્રણેય શિક્ષકોએ ધરપકડથી બચવા માટે આગોતરા જામીન મૂક્યા હતા. પરંતુ તે કોર્ટ દ્વારા નામંજૂર થયેલા છે. ત્રણેય શિક્ષકો રાજકોટ રહે છે પરંતુ તેમના ફોન બંધ આવે છે અને તેમના ઘરે તપાસ કરવામાં આવતા ત્યાં પણ હાજર મળી આવ્યા નથી. તેમને ઝડપી લેવા માટે તપાસ ચાલુ છે. સુસાઈડ નોટમાં જેમનો ઉલ્લેખ કરાયો છે તે 3 શિક્ષક સામે વિદ્યાર્થીને મરવા મજબૂર કરવા બદલ બીએનએસ કલમ 108 તથા 54 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ક્રાઇમ
ગૃહકલેસમાં વૃદ્ધ દંપતી અને પુત્રનો આપઘાતનો પ્રયાસ
સામાકાંઠે આર્યનગરનો બનાવ: સાસુ-વહુ વચ્ચે અણબનાવમાં રિસામણે બેઠેલી પત્ની સાથે ફોનમાં ચડભડ થયા બાદ પત્ની ઘરે જોવા જતા સાસુ-સસરા અને પતિ ઝેર પીધેલી હાલતમાં મળ્યા
શહેરના સામાકાંઠે સંતકબીર રોડ પર આવેલા આર્યનગરમાં વૃધ્ધ દંપતી અને પુત્રએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા ત્રણેયને સારવાર માટે સીવીલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. સાસુ-વહુ વચ્ચે ચાલતા ઝગડાને કારણે પત્ની રિસામણે ચાલી ગઇ હોય પતીએ સવારે ફોન કરતા પત્ની સાથે ચડભડ થઇ હતી. બાદમાં પત્ની ઘરે જોવા આવતા સાસુ-સસરા અને પતિએ ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. ગૃહકલેશમાં વૃધ્ધ દંપતિ અને પુત્રએ આપઘાતનો પ્રયાસ કર્યાનો જાણવા મળ્યું છે.
જાણવા મળતી વિગતો મુજબ સંતકબીર રોડ પર આર્યનગર શેરી નં.20માં રહેતા ભરતભાઇ શાંતીલાલ કોટેચા (ઉ.વ.70), તેમના પત્ની સરલાબેન ભરતભાઇ કોટેચા (ઉ.વ.70), પુત્ર ગૌરવ ભરતભાઇ કોટેચા (ઉ.વ.35)એ આજે બપોરે પોતાના ઘરે ઝેરી દવા પી લેતા ત્રણેયને સારવાર માટે સીવીલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. સીવીલ ચોકીના સ્ટાફે પ્રાથમીક નોંધ કરી બીડીવીઝન પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પીટલે દોડ જઈ તપાસ હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસમાં આપઘાતનો પ્રયાસ કરનાર ગૌરવ એક ભાઇ બે બહેનમાં નાનો અને એલઇડીના શોરૂમમાં નોકરી કરે છે. તેની પત્ની રાધીકા અને માતા સરલાબેન વચ્ચે અવાર નવાર ઝઘડો થતો હોય જેથી રાધીકા આઠેક દિવસ પહેલા રાજકોટમાં જ રહેતા તેના માવતરે રિસામણે ચાલી ગઇ હતી. દરમિયાન આજે સવારે ગૌરવે રાધીકાને ફોન કરી આપણે અલગ રહેવા જતા રહીયે તેમ વાત કરતો હતો દરમિયાન ફોનમાં દંપતી વચ્ચે ચડભડ થતા ગૌરવે ‘હું દવા પી જાઉં છું’ તેમ કહી ફોન કાપી નાખ્યો હતો. જેથી રાધીકાને શંકા જતા તેણી આર્યનગરમાં ઘરે તપાસ કરવા માટે દોડી આવી હતી. દરમિયાન ઘરમાં સાસુ-સસરા અને પતિ ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. જેથી ત્રણેયને સારવાર માટે સિવીલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે સાસુ-વહુ વચ્ચે ચાલતા ઝઘડાના કારણે રાધીકાએ પણ બે મહીના પહેલા ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે બી ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
-
રાષ્ટ્રીય20 hours ago
‘જેનું પણ ઘર બુલડોઝરથી તોડવામાં આવ્યું છે તેને 25 લાખ રૂપિયા આપો…’ સુપ્રીમ કોર્ટે યોગી સરકારને લગાવી ફટકાર
-
આંતરરાષ્ટ્રીય21 hours ago
ઐતિહાસિક જીત પર મારા મિત્રને અભિનંદન…પીએમ મોદીએ ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા
-
આંતરરાષ્ટ્રીય18 hours ago
ટ્રમ્પની જીત સાથે ભારતીય મૂળના 6 નેતા અમેરિકન સંસદમાં પહોંચશે
-
ક્રાઇમ18 hours ago
માનેલા મામાએ સાત વર્ષની ભાણેજ ઉપર આચર્યુ દુષ્કર્મ
-
ક્રાઇમ18 hours ago
ગૃહકલેસમાં વૃદ્ધ દંપતી અને પુત્રનો આપઘાતનો પ્રયાસ
-
આંતરરાષ્ટ્રીય21 hours ago
‘આ ઈતિહાસની સૌથી મોટી રાજકીય ક્ષણ છે…’, અમેરિકાની ચૂંટણીમાં જીત બાદ ટ્રમ્પનો હુંકાર
-
રાષ્ટ્રીય1 day ago
USમાં ચૂંટણી વચ્ચે શેરબજારમાં જોરદાર તેજી, સેન્સેક્સ 79 હજારને પાર, તો નિફ્ટીમાં પણ ઉછાળો
-
ગુજરાત18 hours ago
નાગરિક બેંકની ચૂંટણીમાં સહકાર પેનલનો થશે ઝળહળતો વિજય