Connect with us

ગુજરાત

ફાયર NOCના મળે ત્યાં સુધી શાળાઓમાં મેળાવડા-કેન્ટીનની મનાઇ

Published

on

ગ્રાઉન્ડ અને ફર્સ્ટ ફલોર સિવાયના માળમાં છાત્રોને બેસાડી શકાશે નહીં

500 ચો.મી.થી વધુનો ફલોર એરિયા પણ શૈક્ષણિક કાર્ય માટે નહીં વાપરી શકાય

ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે હાઇકોર્ટમાં ફટકાર બાદ શિક્ષણ સચિવનું સોગંદનામું

રાજકોટ ટીઆરપી ગેમઝોનની ભયાનક દુર્ઘટનામાં હાઇકોર્ટનાં સુઓમોટો હિયરીંગમાં શહેરી વિકાસ વિભાગ, શિક્ષણ વિભાગ સહીતના તંત્રએ પોતાના સોગંદનામા રજુ કર્યા છે અને રાજયમાં ફાયર એનઓસી બાબતે કોઇ ગફલત ચલાવી લેવામાં નહીં આવે તેવું જણાવ્યું છે. તા.2 ઓગસ્ટની સુનવણીમાં શિક્ષણ વિભાગના સચીવે સોગંદનામુ કરીને જણાવ્યું છે કે રાજયમાં તમામ શાળાઓમાં ફાયર પ્રિવેન્સન મુદે જરૂરી સુચનાઓ આપીને તેની અમલીવારી પણ ચાલુ કરાવી દીધી છે. આ સોગંદનામામાં જણાવાયું છે કે ફાયર એનઓસી વગરની શાળાઓમાં મોટા પ્રમાણમાં ભિડ એકઠી કરવાની મનાઇ કરી છે. આ ઉપરાંત બે કરતા વધુ માળ ધરાવતી શાળાઓને ફકત ગ્રાઉન્ડ ફલોર અને પ્રથમ માળનો જ શૈક્ષણીક કાર્ય માટે ઉપયોગ કરવાની સુચના આપી છે તથા શાળાની અંદર આગ લાગવાની શકયતા હોય પેન્ટ્રી કે કિચનની પણ મનાઇ ફરમાવવામાં આવી છે.


હાઇકોર્ટ દ્વારા રાજકોટ ટીઆરપી ગેમઝોન મુદ્દે થયેલ રિટ પીટીશનની સુનવણી હાથ ધરાઇ હતી. જેમાં સરકારે જણાવ્યું છે કે રાજયની તમામ શાળાઓમાં ફાયર સેફટીનું ચેકીંગ હાથ ધરાયું હતું. આ ઉપરાંત શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા મુદ્દે કોઇ બાંધછોડ ન કરવાની હોય ફાયર એનઓસી માટેની કામગીરીને પણ રિવ્યુ કરવાનું ચાલુ જ છે. મોટા ભાગની સ્કુલોએ ફાયર એનઓસી મેળવી લીધા છે. આ ઉપરાંત સરકાર દ્વારા એફીડેવીડમાં હાઇકોર્ટને જણાવાયું છે કે રાજયના તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓ, જિલ્લા પ્રાથમીક શિક્ષણ અધિકારીઓ અને શિક્ષણ વિભાગને લગતા વહીવટી અધિકારીઓને આગમચેતીના પગલા રૂપે ફાયર એનઓસી ન આવે ત્યાં સુધી અમુક સુચનો આપવામાં આવ્યા છે. જેમાં બે કે તેથી વધારે માળ ધરાવતી શાળાઓએ ગ્રાઉન્ડ ફલોર અને પ્રથમ માળનો શૈક્ષણિક કાર્ય માટે ઉપયોગ કરવો, જે શાળાનો ફલોર એરીયા 500 ચો.મી.થી વધુ હોય તેવી શાળાઓએ શકય હોય ત્યાં સુધી 500 ચો.મી.થી ઓછા ફલોર એરીયાનો શૈક્ષણિક કાર્ય માટે ઉપયોગ કરવો, શાળાના પરિસદમાં આવેલ પેન્ટ્રી- રસોઇઘર- કેન્ટીનનો શાળા સમય દરમ્યાન ઉપયોગ ન કરવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વધારે વિદ્યાર્થીઓની સંખ્યા હોય તો સંબંધીત અધિકારીને જાણ કરી પાળી પ્રમાણે શાળા શરૂ કરવી, ઇલેકટ્રીસીટી પણ મંજુર થયેલ લોડ મુજબ વાપરવી જેવી સુચનાઓનો સમાવેશ થાય છે.


ઉપરની સુચના બાબતે સરકારના કમિશનર શાળાઓની કચેરી તરફથી તા.24-7ના રોજ દરેક જિલ્લામાં પરિપત્ર કરી દેવામાં આવ્યા હતા અને જેને અનુસંધાને જે તે જિલ્લા કચેરી દ્વારા પણ પરિપત્ર કરી દેવામાં આવ્યો છે. આ પરિપત્રનું પાલન ન કરે અને સમય મર્યાદામાં ફાયર એનઓસી ન મેળવે તે શાળાની માન્યતા રદ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવનાર છે.

ગુજરાત

અગલે બરસ તું જલ્દી આના: વિઘ્નહર્તાને ભાવિકોની ભાવભરી વિદાય

Published

on

By

રાજકોટ સહિત ગુજરાતભરમાં દસ દિવસ ધૂમ મચાવ્યા બાદ આજે વિઘ્નહર્તા દેવ ગણપતિ દાદાએ ભાવભરી વિદાય લીધી હતી. રાજકોટ શહેરમાં આજે સવારે ઠેર-ઠેર ગણપતિ વિસર્જન યાત્રા નિકળી હતી અને ભક્તોએ ‘ગણપતિ બાપા મોરિયા, અગલે બરસ જલ્દી આના’ના નારા સાથે દાદાને ભાવભેર વિદાય આપી હતી. શહેરની આસપાસ આઠ સ્થળે મહાનગરપાલિકા દ્વારા ઊભા કરવામાં આવેલા કૃત્રિમ કુંડોમાં ગણપતિજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ સમયે મહાનગરપાલિકાએ ક્રેન અને તરવૈયાઓ સહિતની વ્યવસ્થા તૈનાત રાખી હતી. તેમજ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. (તસવીર : મુકેશ રાઠોડ)

Continue Reading

અમરેલી

અમરેલીની સગીરા પર કૌટુંબિક ભાઈનું દુષ્કર્મ

Published

on

By

અમરેલીમા કુંકાવાવ રોડ પર ભારતનગર વિસ્તારમા રહેતી એક સગીરા પોતાના ઘરે એકલી હતી ત્યારે કૌટુંબિક ભાઇએ જ એકલતાનો લાભ લઇ છરી બતાવી નદીના પટમા લઇ જઇ દુષ્કર્મ ગુજારી મારી નાખવાની ધમકી આપતા આ બારામા તેની સામે અમરેલી તાલુકા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવાઇ છે.


સગીરા પર દુષ્કર્મની આ ઘટના અમરેલીમા કુંકાવાવ રોડ પર ભારતનગર વિસ્તારમા નદીના પટમા બની હતી. અહી રહેતી એક સગીરાએ અમરેલી તાલુકા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યુ઼ હતુ કે તે બિમાર હોય મજુરીકામે ગઇ ન હતી અને ઘરે એકલી હતી ત્યારે તેના મોટાબાપુના દીકરા ભાઇ અબ્દુલ દિનમહમદ ઝુણેજા તેના ઘરે આવ્યો હતો.આ શખ્સે તેને છરી બતાવી બળજબરીપુર્વક સાથે લઇ ગયો હતો. આ શખ્સે નદીના પટમા તેના પર દુષ્કર્મ ગુજાર્યુ હતુ અને છરી બતાવી મારી નાખવાની ધમકી પણ આપી હતી. બનાવની વધુ તપાસ પીઆઇ કે.બી.જાડેજા ચલાવી રહ્યાં છે.

Continue Reading

ગુજરાત

કચ્છની કંપનીમાંથી બે ટન કાર્ટિસ મળ્યા

Published

on

By

તાલુકાના મીઠી રોહર નજીક ઓવર બ્રિજ પાસે આવેલા ભંગારના વાડામાં પોલીસે કાર્યવાહી કરી વિદેશથી આવેલા 2 ટન જેટલા ફૂટેલા કાર્ટીસ જપ્ત કર્યા હતા. પૂર્વ કચ્છ એસ.ઓ.જી ટીમ ગત તા.14/9ના ગણેશ ઉત્સવ તથા ઈદે મિલાદના તહેવારો અંતર્ગત પેટ્રોલીંગમાં હતી આ ટીમ ગાંધીધામ ભચાઉ ધોરીમાર્ગ ઉપર મીઠી રોહર નજીકના ઓવરબ્રિજ પાસે પહોંચી હતી. દરમ્યાન મીઠી રોહર સીમ સર્વે નંબર 554/5માં આવેલ સાક્ષી ઈમ્પેક્ષ નામની કંપનીમાં વિદેશથી આયાત કરેલા ક્રેપ (ભંગાર)માં આધુનિક હથીયારમાં ઉપયોગમાં લેવામાં આવતા કાર્ટીઝ આવેલા છે અને મોટી માત્રામાં છે.

કંપનીના સંચાલક હરિઓમ સુભાષચંદ્ર શુક્લા અને પ્રદિપ યદુનાથ પાન્ડેએ યમનથી ભંગારના ક્ધટેઈનર મંગાવ્યા હતા જેમાં આ વસ્તુ આવી ગઈ હતી. પોલીસે અહીં તપાસ કરતા અહીં 2 ટન ભંગારમાં ઓટોમેટીક અને મોટા હથીયારનો ગોળીના કેટલા ભાગ, ખાલી કેસ વગેરે મળી આવ્યું હતું. જુની થઈ ગયેલી ફૂટેલી આ ગોળીઓ ઉપર લખાણ પણ બરોબર વંચાતું ન હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ બે ટનમાંથી એકેય જીવંત કાર્ટીઝ મળ્યા નથી. તેમજ મળેલા કાર્ટીઝને એફ.એસ.એલ. માટે મોકલવામાં આવશે તેવું પી.આઈ. ડી.ડી. ઝાલાએ જણાવ્યું હતું. આ શહેર અને સંકુલમાં આવેલા અમુક શંકાસ્પદ ભંગારના વાડાઓની તપાસ હાથ ધરવામાં આવે તો અનેક શંકાસ્પદ વસ્તુઓ મળે તેમ છે. પરંતુ આવું કરાતું નથી.

તે પણ હકીકત હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. અગાઉ અહીં કંડલા બંદરે પણ વિસ્ફોટક વસ્તુઓ આવી ગઈ હતી. થોડા વર્ષો પહેલાં ઈફકો (ઉદયનગર) વસાહતમાંથી રોકેટ લોન્ચરનો ફૂટેલો સેલ મળ્યો હતો. ડીપીએ પ્રસાશનીક કચેરી પાછળ બાવળની ઝાડીમાંથી પણ આવા સેલ મળ્યા હતા. ભંગારના વાડાઓમાં વસ્તુઓ તોડતી વખતે બ્લાસ્ટ થવાના બનાવો પણ અહીં બની ચૂક્યા છે. ત્યારે ખરેખર આવા અમુક વાડાઓમાં નિતિમત્તાથી તપાસની જરૂૂરીયાત હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.

Continue Reading
આંતરરાષ્ટ્રીય3 seconds ago

લંડન ફેશન વીકની શાનદાર ઉજવણી

ગુજરાત1 min ago

અગલે બરસ તું જલ્દી આના: વિઘ્નહર્તાને ભાવિકોની ભાવભરી વિદાય

અમરેલી4 mins ago

અમરેલીની સગીરા પર કૌટુંબિક ભાઈનું દુષ્કર્મ

ગુજરાત6 mins ago

કચ્છની કંપનીમાંથી બે ટન કાર્ટિસ મળ્યા

રાષ્ટ્રીય6 mins ago

લિકર કેસમાં સીબીઆઇ, ઇડી પાસે પુરાવા જ નથી?

ગુજરાત9 mins ago

રાજકોટમાં નેત્રયજ્ઞ કેમ્પમાં આવેલા પ્રૌઢા સહિત ત્રણ લોકોના હાર્ટએટેકથી મોત

ગુજરાત11 mins ago

લાલપુર ચોકડી પાસે માનસિક અસ્વસ્થ યુવકનો ડમ્પર હેઠળ ઝંપલાવી આપઘાત

ક્રાઇમ15 mins ago

ચોટીલાના નાની મોલડીના પ્રૌઢની હત્યાનો ભેદ ખુલ્યો: યુવતી અને બે સગીર ભાઇઓની ધરપકડ

ગુજરાત17 mins ago

ભાજપના નેતાઓના વન ટુ વન ક્લાસ લેતા મોદી

ગુજરાત18 mins ago

જાણીતા તબીબનાં યુવાન પુત્રનું બીમારીના કારણે મોત

રાષ્ટ્રીય23 hours ago

ઈદ મિલાદ ઉન નબી પર કર્ણાટકમાં હિંસા ફાટી નીકળી, VHP અને બજરંગ દળના લોકો રસ્તા પર ઉતર્યા, જુઓ વિડીયો

રાષ્ટ્રીય24 hours ago

VIDEO: કાશ્મીરમાં આતંકવાદીઓને ઠાર મારવાના લાઈવ દ્રશ્યો આવ્યા સામે, મોતના ડરથી ભાગતા જોવા મળ્યા

રાષ્ટ્રીય1 day ago

‘રાઈડ ઓફ પ્રાઈડ’ ગણાતી બુલેટનું પહેલાના સમયની કિંમત જાણો, બિલ જોઈને લોકો થયા આશ્ચર્યચકિત

ગુજરાત19 hours ago

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પુત્રની સારવાર માટે અમેરિકા જશે, એક મહિનાની રજા માગી

ગુજરાત19 hours ago

મનપા દ્વારા વૃક્ષારોપણ ઝુંબેશનો કાલથી પ્રારંભ

રાષ્ટ્રીય1 day ago

સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારે નવી ઊંચાઈ હાસલ કરી, સેન્સેક્સ-નિફ્ટી ઓલટાઈમ હાઈ, સ્મોલકેપ-મીડકેપ શેર્સમાં પણ તેજી

રાષ્ટ્રીય20 hours ago

બજાજના આઈપીઓમાં એકના ડબલ, રૂા.14,980 સામે 17,120ની કમાણી

ધાર્મિક18 hours ago

ઘરમાં ભૂલથી પણ આ જગ્યાએ ન રાખવી જોઈએ પિતૃની તસવીર, નહીંતર સુખ શાંતિ હણી જશે

ગુજરાત19 hours ago

રીબડા ગુરુકુળના ડ્રાઈવરે પીધેલી હાલતમાં બસ હંકારી છાત્રોના જીવ જોખમમાં મૂકયા

મનોરંજન19 hours ago

અક્ષય કુમારને ‘હેરા ફેરી 3’ બનાવવા માટે ડિરેક્ટરે પાડી ના, જાણો શું મૂકી શરત

Trending