લાલપુરના નવાપરામાં ચાલતા જુગારધામમાં પોલીસ ત્રાટકી: બે પકડાયા, પાંચ ફરાર

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નવાપરા સીમ વિસ્તારમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે લાલપુર પોલીસે દરોડો પાડી સાત શખ્સો સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી…

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નવાપરા સીમ વિસ્તારમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે લાલપુર પોલીસે દરોડો પાડી સાત શખ્સો સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસની વિગતો મુજબ, તા. 10 જુલાઈ, 2026ના રોજ સાંજે રીઝપર ગામથી આગળ નવાપરા સીમ વિસ્તારમાં બાવળની ઝાડીમાં કેટલાક શખ્સો ગંજીપત્તાના પાનાં વડે “તીનપત્તી” નામનો જુગાર રમી રહ્યા હતા. પોલીસ દરોડા દરમિયાન કુલ રૂૂ. 10,180 રોકડા તથા ગંજીપત્તાના 52 પાનાં કબજે કરવામાં આવ્યા હતા.
આ બનાવમાં હિતેશ દેવજીભાઈ નેસડિયા (ઉ.વ. 51), (રહે. ચાર થાંભલા, લાલપુર), પીઠા રાજશીભાઈ વસરા (ઉ.વ. 48), (રહે. રીઝપર ગામ), કારાભાઈ ઉર્ફે ભોલાભાઈ વેજાભાઈ વસરા (ઉ.વ. 62), (રહે. નવાપરા ગામ), મનોજ મેરામણભાઈ વસરા, (રહે. રીઝપર ગામ), મેરામણ રામાભાઈ વસરા, (રહે. નવાપરા ગામ), પ્રકાશ ઉર્ફે પકો મોહનભાઈ ગોહીલ, (રહે. ચોરબેડી ગામ) તથા પ્રવીણ રાજશીભાઈ વસરા, (રહે. રીઝપર ગામ) સામે જુગારધારા કલમ-12 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

પોલીસે હિતેશ દેવજીભાઈ નેસડિયા અને પીઠા રાજશીભાઈ વસરાની અટકાયત કરી છે. કારાભાઈ ઉર્ફે ભોલાભાઈ વસરા સિનિયર સિટિઝન હોવાથી તેમને બી.એન.એસ.એસ.ની કલમ 35(1) મુજબ સ્થળ પર નોટિસ આપવામાં આવી હતી, જ્યારે મનોજ મેરામણભાઈ વસરા, મેરામણ રામાભાઈ વસરા, પ્રકાશ ઉર્ફે પકો મોહનભાઈ ગોહીલ અને પ્રવીણ રાજશીભાઈ વસરાની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ અંગે લાલપુર પોલીસે જુગારધારા કલમ-12 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂૂ કરી છે.

જામનગર જિલ્લામાં ત્રણ સ્થળેથી વિદેશી-દેશી દારૂનો જથ્થો ઝડપાયો
જામનગર શહેર અને જિલ્લામાં દારૂૂના વેપાર સામે પોલીસે સઘન ઝુંબેશ ચલાવી અલગ-અલગ વિસ્તારોમાં દરોડા પાડી વિદેશી તેમજ દેશી દારૂૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે, જ્યારે એક મહિલા આરોપી ફરાર થઈ ગઈ હોવાનું પોલીસના ચોપડે નોંધાયું છે.
સીટી બી. ડિવિઝન પોલીસે વિકાસ ગૃહ રોડ વિસ્તારમાં દરોડો પાડી ક્રિપાલસિંહ સુખદેવસિંહ ઝાલા (ઉ.વ. 22), રહે. શાંતિનગર, મચ્છરનગરને ભારતીય બનાવટના વિદેશી દારૂૂના 70 ચપલા કિંમત રૂૂ. 21,000 સાથે ઝડપી પાડ્યો હતો.

આ ઉપરાંત સીટી બી ડિવિઝન પોલીસે જ નાગનાથ ગેઇટ રોડ સ્મશાન પાસે દરોડો પાડી ગૌતમ ઉર્ફે ગટ્ટી રમેશભાઈ પરમાર (ઉ.વ. 21), (રહે. નાગેશ્વર કોલોની), જામનગર પાસેથી ભારતીય બનાવટની વિદેશી દારૂૂની 2 બોટલ અને 40 ચપલા મળી કુલ રૂૂ. 15,600નો મુદ્દામાલ કબજે કરી આરોપીની ધરપકડ કરી હતી.
બીજી તરફ સીટી સી ડિવિઝન પોલીસે જાગૃતિનગર, નીલકમલ સોસાયટી પાછળ આવેલા ઝૂંપડામાં દરોડો પાડતા ભગવતીબેન પ્રકાશભાઈ ડાભી નામની મહિલા આરોપી સ્થળ પરથી ફરાર મળી આવી હતી. પોલીસને ત્યાંથી 15 લિટર દેશી દારૂૂ કિંમત રૂૂ. 3,000, દેશી દારૂૂ બનાવવા માટેનો 90 લિટર આથો કિંમત રૂૂ. 2,250 તેમજ ભઠ્ઠીના સાધનો કિંમત રૂૂ. 150 મળી કુલ રૂૂ. 5,400નો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે સમગ્ર મુદ્દામાલ કબજે કરી ફરાર મહિલા આરોપીને વોન્ટેડ જાહેર કરી શોધખોળ શરૂૂ કરી છે. ત્રણેય બનાવોમાં સંબંધિત પોલીસ મથકોએ પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *