બે ટપોરીને ડખો થયા બાદ ચાર શખ્સો પેટ્રોલ બોંબ લઇને આવ્યા, બે ફેંકયા પણ ટોળું એકઠું થઇ જતા બોંબ રેઢા મૂકી નાસી છૂટયા
મકરસંક્રાંતિની રાત્રિના ચાની હોટલ પર રૂૂ. 100ના મુદ્દે ચાર શખ્સે પેટ્રોલ બોમ્બ ઝીંકી પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો હતો.ઘટનાને 24 કલાલથી વધુ સમય થયો હોવા છતાં પોલીસ આંતક મચાવનાર આરોપીઓને પકડી શકી નથી.વધુ વિગતો મુજબ,150 ફૂટ રિંગ રોડ પરના ખોડિયારનગરમાં રહેતા અને યુનિવર્સિટી રોડ પર આકાશવાણી ચોક પાસે નકળંગ ટી સ્ટોલ નામે હોટલ ધરાવતાં જીલાભાઇ ઉર્ફે મુન્નાભાઇ સિરોડિયા (ઉં.વ.40) મકરસંક્રાંતિની રાત્રે પોતાની હોટલે હતા. ત્યારે એ વિસ્તારના આવાસ ક્વાર્ટર્સમાં રહેતો જયદીપ રામાવત હોટલે ગયો હતો અને ચાની હોટલની સાથેની પાનની દુકાનેથી ફાકી ખરીદી હતી.ત્યારબાદ પાનની દુકાન સંભાળી રહેલા સાહિલ નામના યુવક સાથે પૈસાના મુદ્દે માથાકૂટ શરૂૂ કરી હતી.
સાહિલે રૂૂ.50 આપ્યાનું કહ્યું હતું,જ્યારે જયદીપે રૂૂ. 100ની નોટ આપ્યાનું રટણ રહ્યું હતું. બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને તે સાંભળી નકળંગ હોટલના સંચાલક જીલાભાઈ ઉર્ફે મુન્નાભાઈએ રૂૂ.100ની નોટ પરત આપી દેવા સાહિલને કહેતા જયદીપ રામાવત ઉશ્કેરાયો હતો અને હોટલના સીસીટીવી ફૂટેજ ચેક કરીને પછી વાત કરો તેમ કહી ધમાલ શરૂૂ કરી હતી.જીલાભાઈએ ભીડ હોવાથી ફૂટેજ જોવાનો સમય નથી તેમ કહેતા જયદીપે ફૂટેજ જોવાની વાતને લઇ મામલો વધુ ઉગ્ર બનાવ્યો હતો.
પરંતુ હોટલના સીસીટીવી નહીં ખુલતા જયદેવે આરોપી ચિરાગને ફોન કરી બોલાવ્યો હતો. બંને પણ ફૂટેજ ચેક કરતા નહીં ખુલતા બન્નેએ મુનાભાઈ અને સાહિલ સાથે મારામારી કરી હતી અને તેઓ ધમાલ કરવા લાગતા લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા.લોકો પકડી લેશે તેવો ભય લાગતાં બંને નાસી ગયા હતા. લોકોનો આક્રોશ જોતાં જયદીપ પોતાનું સ્કૂટર પણ લઇ શક્યો નહોતો.જે દિશામાંથી પેટ્રોલ બોમ્બના ઘા થયા હતા તે દિશામાં જીલાભાઈ અને તેના મિત્રોએ દોટ મૂકી તો ચાર બુકાનીધારીઓ ભાગતા દેખાયા હતા.આ ઘટનાની જાણ કરાતા યુનિવર્સિટી પોલીસના પીઆઈ એચ.એન.પટેલની ટીમ સ્થળ પર પહોંચી હતી અને જ્યાંથી ધા કરાયા હતા તે સ્થળેથી વધુ બે પેટ્રોલ બોમ્બ મળી પણ આવ્યા હતા.આરોપીઓ ચાર બોમ્બ નાખવાનું જ કાવતરું ઘડ્યું હતું.
આ ઘટનામા યુનિવર્સીટી પોલીસ મથકના સ્ટાફે જયદીપ અને ચીરાગને સકંજામા લઇ પુછપરછ શરૂ કરી છે તેમજ આ બંને શખ્સો આ ઘટના બની ત્યારે પીધેલી હાલતમા હોવાનુ પ્રાથમીક તપાસ દરમ્યાન જાણવા મળ્યુ છે.
આરોપીઓને બોટલમાં પેટ્રોલ ભરી આપનાર સામે કાર્યવાહી કરાશે : ડીસીપી બાંગરવા
તા. 15ના રાત્રે એકાદ વાગ્યે જયદીપ યુનિવર્સિટી રોડ પર આવેલી નકળંગ ચા ની હોટલે પાન – ફાકી લેવા ગયો હતો અને ત્યા રૂ. 100 આપવા બાબતે હોટલ સંચાલક સાથે જયદીપને માથાકુટ થઇ હતી. આ બનાવનો ખાર રાખી એ ત્યાથી જતો રહયો હતો અને ત્યારબાદ જયદીપે હોટલ સળગાવવાનુ નકકી કર્યુ હતુ અને બાદમા તેના મિત્ર ચિરાગ બાવાજી સહીત ચાર શખ્સો ત્યા ધસી આવ્યા હતા અને તેઓએ બોટલમા પેટ્રોલ નાખી વાટ સળગાવી અને બોંબ બનાવી હોટલ પર નાખવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ત્યા કોઇ જાનહાની થઇ ન હતી. બે બોમ્બ નાખ્યા બાદ ત્યા ટોળુ એકઠુ થઇ જતા ધોલાઇ થવાના ડરે તેઓ બાકીના બે બોંબ ત્યા મુકીને ભાગી ગયા હતા. આ મામલે ડીસીપી જગદીશ બાંગરવાએ જણાવ્યુ હતુ કે આરોપીઓને કોઇપણ વ્યકિતએ બોટલમા પેટ્રોલ ભરી આપ્યુ હશે તેમના વિરૂધ્ધ પણ કાર્યવાહી કરાશે.