મહારાષ્ટ્રના ખુલદાબાદમાં આવેલા મોગલ બાદશાહ ઔરંગઝેબની કબરનો વિવાદ ધારણા પ્રમાણે જ વકર્યો છે અને હિંસા શરૂૂ થઈ ગઈ છે. નાગપુરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ સહિતનાં કહેવાતાં હિંદુવાદી સંગઠનોએ ઔરંગઝેબના પૂતળાનું દહન કરીને તેમની કબર તોડી પાડવાની માગ કરી પછી પથ્થરમારો અને તોડફોડ શરૂૂ થઈ ગઈ તેમાં નાગપુરમાં તણાવ છે. તોફાનીઓએ ઘરો પર પથ્થરમારો કર્યો અને રસ્તાની બાજુમાં આવેલા વાહનોને આગ પણ ચાંપી દીધી.
ઔરંગઝેબની કબરનો વિવાદ વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ જેવાં હિંદુવાદી સંગઠનોને હિંદુત્વ સાથે કંઈ લેવાદેવા નથી પણ હિંદુઓની લાગણીના નામે પોતાનો રોટલો શેકવામાં રસ છે તેનો વધુ એક પુરાવો છે. માનો કે ઔરંગઝેબની કબર દૂર કરી દેવાશે તો પણ ઈતિહાસ થોડો બદલાઈ જવાનો છે ? ઔરંગઝેબ આ દેશ પર શાસન કરનારો એક મુસ્લિમ શાસક હતો એ હકીકત થોડી બદલાવાની છે ? કબરો તોડવાથી ઈતિહાસ બદલાતા હોત તો ભૂંસાઈ જતા હોત તો શું જોઈતું હતું? માનો કે ઔરંગઝેબની કબર દૂર કરી દેવાશે તો પણ ઈતિહાસ થોડો બદલાઈ જવાનો છે ? ઔરંગઝેબ આ દેશ પર શાસન કરનારો એક મુસ્લિમ શાસક હતો એ હકીકત થોડી બદલાવાની છે ? કબરો તોડવાથી ઈતિહાસ બદલાતા હોત તો ભૂંસાઈ જતા હોત તો શું જોઈતું હતું? વિચારવા જેવી વાત એ છે કે, મરાઠા શાસકોએ ઔરંગઝેબની કબર કેમ ના તોડી ?
શિવાજી મહારાજ તો ઔરંગઝેબની પહેલાં ગુજરી ગયેલા પણ તેમણે હિંદુપત પાદશાહીનો જે મજબૂત પાયો નાખ્યો હતો તેના પર એક હિંદુ રાષ્ટ્ર ઊભું થયું. ઔરંગઝેબના મોત પછી મોગલ સામ્રાજ્યનું પતન થયું અને પેશ્વાઓએ હાલનું મહારાષ્ટ્ર જ નહીં પણ હાલના ભારતના મોટા ભાગનો વિસ્તાર કબજે કરી લીધો હતો. મરાઠા શાસકોએ ધાર્યું હોત તો એ વખતે જ ઔરંગઝેબની જ નહીં પણ બીજા ઘણા મુસ્લિમ શાસકોની કબરોને કે મકબરાઓને દૂર કરી શક્યા હોત પણ મરાઠા શાસકોએ એવું કેમ ના કર્યું ? કેમ કે એ હિંદુ સંસ્કાર નથી. કબરો કે ધર્મસ્થાનો તોડવાં તેમાં હિંદુઓને મર્દાનગી નથી લાગતી. જેની સત્તા હોય એ પોતાની સત્તાનો દુરુપયોગ કરીને નિર્જીવ ઈમારતોને તોડી નાખે એ મર્દાનગી ન કહેવાય, કાયરતા કહેવાય ને આ કાયરતા મુસ્લિમ આક્રમણખોરોએ બતાવી હતી, મરાઠા શાસકોએ નહીં. શિવાજી મહારાજે નવો ઈતિહાસ લખ્યો, જૂનાને ભૂંસવામાં શક્તિ નહોતી વેડફી ને મરાઠા તેમના રસ્તે ચાલ્યા.