સોમનાથ સ્વદેશી હાટ શોપિંગ સેન્ટર યુરીનલ બાથરૂૂમની બાંધકામ સમયની બેપરવાહી અને અવૈજ્ઞાનિક ઢબથી વારંવાર શોપિંગ સેન્ટરની એ ગટર છલકાય છે અને જેના ગંદા પાણીમાં યાત્રિકો અને પ્રવાસીઓને પવિત્ર સોમનાથ મહાદેવના દર્શન – પૂજન કરવા જવું પડે છે.
આ કોમ્પ્લેક્ષ ખુલ્લું મુકાયાને માત્ર સાતથી આઠ મહિના થયા છે આ રીતે વારંવાર છલકાઈ છે અને થીગડે સાંધાની જેમ તે ગંદા પાણી ઉપર મોટર મૂકી તે પાણી ખેંચી સંતોષ માનવામાં આવે છે પરંતુ કાયમી ઉપાય કરાતો નથી અને બાંધકામ કરનારને આ ત્રુટી કેમ રહી તે કોઈ પૂછતું હોય તેમ જણાતું નથી સોમનાથ ટ્રસ્ટ અને નગરપાલિકા સંયુક્ત રીતે તાકીદે પ્રયાસ કરવાની જરૂૂર છે કારણ કે તે ગંદુ પાણી શોપિંગ સેન્ટરમાં દુકાનો સુધી આવે છે અને જાહેર દર્શન કરવા જવાના રસ્તા ઉપર પણ ગંદુ પાણી જાય છે.
