ગોરધનપરના પાટિયા નજીક અકસ્માતમાં પતિ-પત્નીનું મોત

  જામનગર ખંભાળિયા ધોરીમાર્ગ પર બન્યો હતો, અને સ્કોર્પિયો કાર અને લ્યુના મોપેડ વચ્ચેના અકસ્માતમાં ખંભાળિયા નું દંપતી ઘાયલ થયા પછી બંનેના મૃત્યુ નીપજ્યા છે.…

 

જામનગર ખંભાળિયા ધોરીમાર્ગ પર બન્યો હતો, અને સ્કોર્પિયો કાર અને લ્યુના મોપેડ વચ્ચેના અકસ્માતમાં ખંભાળિયા નું દંપતી ઘાયલ થયા પછી બંનેના મૃત્યુ નીપજ્યા છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે ખંભાળિયામાં શક્તિ નગર વિસ્તારમાં રહેતા રત્નાભાઇ રામાભાઇ પરમાર (48) કે જેઓ પોતાના લ્યુના મોપેડ માં ગઈકાલે સવારે પોતાના પત્ની કારીબેન રત્નાભાઇ પરમાર (40) ને બેસાડીને ખંભાળિયાથી નીકળીને જામનગર તરફ આવી રહ્યા હતા, જે દરમિયાન સાડા આઠ વાગ્યાના અરસામાં ગોરધનપર ગામના પાટીયા પાસે જીજે 3 એમ.આર 75 નંબરની સ્કોર્પિયો કારના ચાલાકે મોપેડ ને હડફેટમાં લઈ લીધું હતું.

જે ગોજારા અકસ્માતમાં મોપેડની પાછળ બેઠેલા કારી બેનનું ગંભીર ઇજા થવાના કારણે ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું.ત્યારે તેણીના પતિ રત્નાભાઇ કે જેઓ ગંભીર સ્વરૂૂપે ઘાયલ થયા હતા, અને તેઓને સારવાર માટે જામનગરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં માત્ર થોડી સારવાર દરમિયાન તેઓનું પણ મૃત્યુ નીપજ્યું હતું.

 

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *