જસદણમાં પુત્રના બાઈક પરથી પટકાયેલા પિતાએ દમ તોડયો

જસદણમાં રહેતાં વૃધ્ધ આંટો મારી પુત્રના બાઈક પર પરત ફરતાં હતાં ત્યારે અકસ્માતે બાઈક પરથી નીચે પટકાયા હતાં. વૃધ્ધનું સારવારમાં મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી…

જસદણમાં રહેતાં વૃધ્ધ આંટો મારી પુત્રના બાઈક પર પરત ફરતાં હતાં ત્યારે અકસ્માતે બાઈક પરથી નીચે પટકાયા હતાં. વૃધ્ધનું સારવારમાં મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, જસદણમાં રહેતાં સુબ્રમણ્યમ શ્રીનિવાસ (ઉ.74) ત્રણ દિવસ પૂર્વે આંટો મારવા નીકળ્યા હતાં અને જુના બસ સ્ટેશન પાસેથી બેંકના બ્રાંચ મેનેજર પુત્રનાં બાઈક પાછળ બેસી ઘરે પરત આવતાં હતાં ત્યારે અકસ્માતે ચાલુ બાઈકે નીચે પટકાયા હતાં. ગંભીર રીતે ઘવાયેલા વૃધ્ધે રાજકોટ સારવારમાં દમ તોડતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

આ ઉપરાંત અન્ય બનાવમાં સુરેન્દ્રનગરમાં ગેઈટ સ્ટેશન પાસેથી આશરે 50 વર્ષના મહિલા બેભાન હાલતમાં મળી આવ્યા હતાં. જ્યારે લીંમડીમાં એકક્ષચેન્જ ઓફિસ પાસેથી આશરે 35 વર્ષનો યુવાન ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો.

મહિલા અને યુવકને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં બન્નેના મોત નિપજ્યાં હતાં. મૃતક મહિલા અને યુવકના વાલી વારસની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *