પાકિસ્તાની જહાજને હોર્મુઝમાંથી પસાર થવા માટે ન મળી પરમિશન, ઈરાને પરત મોકલ્યુ

  ઈરાને પાકિસ્તાનને મોટો ફટકો આપ્યો છે. ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ પાકિસ્તાનના કરાચી જઈ રહેલા એક જહાજને હોર્મુઝ સ્ટ્રેટ પાર કરતાં અટકાવ્યું.…

 

ઈરાને પાકિસ્તાનને મોટો ફટકો આપ્યો છે. ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ પાકિસ્તાનના કરાચી જઈ રહેલા એક જહાજને હોર્મુઝ સ્ટ્રેટ પાર કરતાં અટકાવ્યું. ઈરાની અધિકારીઓએ જણાવ્યું હતું કે જહાજને હોર્મુઝની સ્ટ્રેટમાંથી પસાર થવાની પરવાનગી આપવામાં આવી ન હતી, જેના કારણે તેને પાછું મોકલવામાં આવ્યું હતું.

અહેવાલો અનુસાર જહાજ સંયુક્ત આરબ અમીરાત (UAE)થી પાકિસ્તાનના કરાચી જઈ રહ્યું હતું. પાકિસ્તાન સરકારે આ બાબતે સંપૂર્ણ મૌન જાળવી રાખ્યું છે, અને UAEએ પણ કોઈ ટિપ્પણી કરવાનું ટાળ્યું છે.

કાબુલમાં ઈરાની દૂતાવાસ દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)ની નૌકાદળ શાખાએ પાકિસ્તાન જનારા જહાજને UAE પાછું મોકલી દીધું કારણ કે ઈરાની સરકારે હોર્મુઝની સ્ટ્રેટમાંથી પસાર થવા માટે તેને મંજૂરી આપી ન હતી.

IRGC નેવી કમાન્ડર અલીરેઝા તાંગસિરીએ જણાવ્યું હતું કે “સેલેન” નામના જહાજને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાની પરવાનગી નહોતી. તેમણે ઉમેર્યું હતું કે આ માર્ગે પસાર થતા દરેક જહાજને પહેલા ઈરાની અધિકારીઓની પરવાનગી લેવી પડશે.

આ ઘટના ત્યારે બની જ્યારે પાકિસ્તાન સંઘર્ષમાં મધ્યસ્થી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે ગઈકાલે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પઝશકિયાન સાથે ફોન પર વાત કરી હતી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *