પાકિસ્તાને બંન્ને દેશ વચ્ચે શ્રેણી ફરી શરૂ કરવાની માંગ કરી ઉપરાંત ભારતીય ખેલાડીઓ પાકિસ્તાન સામે હાથ મિલાવે તેવી ડિમાન્ડ કરી
ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી-20 વર્લ્ડ કપના મહામુકાબલાને લઈને ચાલી રહેલી મડાગાંઠમાં હવે નવો વળાંક આવ્યો છે. અત્યાર સુધી બહિષ્કારની ધમકી આપનાર પાકિસ્તાને હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) સામે શરતો મૂકીને સોદાબાજી શરૂૂ કરી છે.
રવિવારે રાત્રે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં ICCના ઉપાધ્યક્ષ ઈમરાન ખ્વાજા, PCB ચીફ મોહસિન નકવી અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)ના અધ્યક્ષ અમીનુલ ઈસ્લામ બુલબુલ વચ્ચે લાંબી બેઠક ચાલી હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં યોજાનારી ભારત-પાકિસ્તાન મેચને બચાવવાનો હતો. જોકે, આ મીટિંગમાં કોઈ અંતિમ સમજૂતી થઈ શકી નથી, પણ પાકિસ્તાને તેનો પક્ષ નરમ પાડીને શરતોનું લિસ્ટ પકડાવી દીધું છે.
પાકિસ્તાને આઇસીસી સમક્ષ એવી માંગણી કરી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ શ્રેણી ફરી શરૂ કરવી આઇસીસી સમક્ષ વધારે વળતરની માંગ કરવામાં આવી છે. ઉપરાંત મેચ બાદ પાકિસ્તાનની ટીમ સાથે ભારતીય ખેલડાઓએ હાથ મીલાવવા જોઇએ.
ઉપરાંત પાકિસ્તાને ભારત સામે મેચ રમવા માટે ICC સામે ત્રણ મુખ્ય માંગણીઓ રાખી છે. જેમાં બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને થયેલા નુકસાનનું વળતર અપાવવું, ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટેની ફી (Participation Fee) માં વધારો અથવા વિશેષ ભથ્થું આપવું અને ભવિષ્યમાં આયોજિત થનારી ICC ટ્રોફી કે ઈવેન્ટ્સના યજમાનીના અધિકારોની ખાતરી આપવી.
