હળવદ માળિયા હાઇવે પર નવા ધનાળા ગામના પાટીયા પાસે બંધ પડેલ ટ્રક ટ્રેલરની પાછળ અન્ય ટ્રક ટેલર ઘૂસી જતા ટ્રક ટ્રેલરના ચાલકને ગંભીર ઈજા પહોંચી હોવાથી તેમનો મોત નીપજ્યું હતું આ બનાવમાં હાલમાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ કચ્છના ગાંધીધામ ખાતે ઇન્દિરા નગર ઝુપડપટ્ટી વિસ્તારમાં રહેતા વિશાલ કુમાર ઇકમલભાઈ રાવત ટ્રક નંબર જીજે 12 બીડબલ્યુ 2992 ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે અને તેમાં તેણે જણાવ્યું છે કે માળિયા હાઇવે રોડ પર નવા ધનાળા ગામના પાટીયા પાસે લાકડા ભરેલું ટ્રક ટેલર નંબર જીજે 12 બીએક્સ 7525 બંધ પડી ગયું હતું જેથી તેને પોતાના વાહનની પાછળના ભાગે જાળી ઝાંખરા પથ્થર અને સિગ્નલ ચાલુ રાખી આડસ કરી હતી તો પણ આરોપીએ પોતાના હવાલાવાળો ટ્રક બે ફિકરાયથી ચલાવી બંધ પડેલા ટેલરની પાછળના ભાગમાં અથડાવીને અકસ્માત કર્યો હતો જે બનાવવામાં આરોપીને શરીરે ગંભીર ઇજાઓ થયેલ હતી જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માતમાં મૃત્યુના બનાવ અંગે હાલમાં યુવાને પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે અને પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી છે.